Hyundai ના સોશિયલ મીડિયા પોસ્ટ પર ભારતે વ્યક્ત કરી નારાજગી, કોરિયાના રાજદૂતને કર્યા તલબ
Hyundai ના સોશિયલ મીડિયા પોસ્ટ પર ભારતે વ્યક્ત કરી નારાજગી, કોરિયાના રાજદૂતને કર્યા તલબ
બાગચીએ કહ્યું કે કોરિયા ગણરાજ્યના રાજદૂતને વિદેશ મંત્રાલય દ્વારા 7 ફેબ્રુઆરીના રોજ તલબ કર્યા હતા
Hyundai Motor Social Media Post Controversy - વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું- આ મામલો ભારતના ક્ષેત્રીય અખંડતા સાથે જોડાયેલ છે. જેમાં કોઇ સમજુતી કરી શકાય નહીં
નવી દિલ્હી : હુંડઈની સોશિયલ મીડિયા પોસ્ટને (Hyundai Social Media Post) લઇને ભારતે સખત વિરોધ નોંધાવ્યો છે. ભારતે દક્ષિણ કોરિયાના (South Korea)રાજદૂતને તલબ કરીને નારાજગી વ્યક્ત કરી છે. ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે (S Jaishankar) આ સંબંધમાં કોરિયા સરકાર સાથે પણ વાતચીત કરી છે. આ સંબંધમાં ભારતીય વિદેશ મંત્રાલયે જાણકારી આપી છે.
બાગચીએ એક નિવેદનમાં કહ્યું કે હુંડઇની (Hyundai)પાકિસ્તાની એકમ તરફથી તથાકથિત કાશ્મીર એકતા દિવસ પર સોશિયલ મીડિયા પર પોસ્ટ (Hyundai Motor Social Media Post Controversy) શેર કરવાને લઇને દક્ષિણ કોરિયાના રાજદૂતને તલબ કર્યા છે. તેમણે જણાવ્યું કે દક્ષિણ કોરિયાના રાજદૂતને હુંડઇની પાકિસ્તાન એકમ તરફથી શેર કરેલા અસ્વીકાર્ય સોશિયલ મીડિયા પોસ્ટને લઇને સખત નારાજગીથી અવગત કરાવ્યા છે. આ મુદ્દાને યોગ્ય રીતે નિપટાવવા માટે અમે હુંડઇ દ્વારા પર્યાપ્ત કાર્યવાહી કરવાની અપેક્ષા કરીએ છીએ.
આ મામલો ભારતના ક્ષેત્રીય અખંડતા સાથે જોડાયેલ છે, જેમાં કોઇ સમજુતી કરી શકાય નહીં
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે આ મામલો ભારતના ક્ષેત્રીય અખંડતા સાથે જોડાયેલ છે. જેમાં કોઇ સમજુતી કરી શકાય નહીં. બાગચીએ કહ્યું કે તથાકથિત કાશ્મીર એકજુટતા દિવસ પર હુંડઈ પાકિસ્તાનની સોશિયલ મીડિયા પોસ્ટ પર રવિવારે 6 ફેબ્રુઆરી 2022ના રોજ સિયોલમાં અમારા રાજદૂતે હુંડઇ મુખ્યાલયનો સંપર્ક કર્યો અને સ્પષ્ટીકરણ માંગ્યું હતું. આ પછી આપત્તિજનક પોસ્ટ હટાવી દીધી હતી.
કોરિયાના રાજદૂતને તલબ કર્યા
બાગચીએ કહ્યું કે કોરિયા ગણરાજ્યના રાજદૂતને વિદેશ મંત્રાલય દ્વારા 7 ફેબ્રુઆરીના રોજ તલબ કર્યા હતા. તેમને કહેવામાં આવ્યું કે આ મામલો ભારતની ક્ષેત્રીય અખંડતાથી સંબંધિત છે જેના પર કોઇ સમજુતી થઇ શકે નહીં. અમને આશા છે કે કંપની આ મુદ્દાને યોગ્ય રીતે હલ કરવા માટે યોગ્ય કાર્યવાહી કરશે.
તેમણે જણાવ્યું કે કોરિયા ગણરાજ્યના વિદેશ મંત્રી ચુંગ યૂઈ-યોંગે મંગળવારે સવારે વિદેશ મંત્રીને ફોન કર્યો હતો. બન્ને નેતાઓએ બધા મુદ્દા પર વાતચીત કરી હતી. કોરિયાના વિદેશ મંત્રીએ હુંડઇ તરફથી જાહેર કરાયેલા સોશિયલ મીડિયા પોસ્ટને લઇને ખેદ વ્યક્ત કર્યો હતો.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર