Home /News /national-international /હૈદરાબાદ રેવ પાર્ટી: પબ પર દરોડા દરમિયાન કોકેઇન મળ્યું, પ્રખ્યાત હસ્તીઓના બાળકો સહિત 140 લોકોની અટકાયત

હૈદરાબાદ રેવ પાર્ટી: પબ પર દરોડા દરમિયાન કોકેઇન મળ્યું, પ્રખ્યાત હસ્તીઓના બાળકો સહિત 140 લોકોની અટકાયત

હૈદરાબાદ પોલીસે પકડી રેવ પાર્ટી

Rave party in Hyderabad : હૈદરાબાદ સ્થિત સ્ટાર હોટલનાં પબમાં પોલીસે રવિવારે વહેલી સવારે રેઇડ પાડી અને તેમાં ઘટના સ્થળેથી માદક પદાર્થ જપ્તે કર્યો. અધિકારીઓએ જણાવ્યું કે, પબાં પાર્ટી કરી રહેલાં 140થી વધુ લોકોની અટકાયત કરી લેવામાં આવી છે અને પૂછપરછ કરવામાં આવી છે જેમાં ટોલીવૂડ સાથે જોડાયેલાં કેટલાંક લોકો ઉપરાંત પ્રખ્યાત હસ્તીઓનાં બાળકો પણ શામેલ છે. પોલીસે એક વરિષ્ઠ અધિકારીને જણાવ્યું કે, હોટલ કર્મચારીઓ પાસેથી કોકીન સહિત અન્ય માદક પદાર્થ જપ્તે કરવામાં આવ્યાં છે.

વધુ જુઓ ...
હૈદરાબાદ: હૈદરાબાદમાં પોલીસે એક મોટી રેવ પાર્ટીનો પર્દાફાશ કર્યો છે. પોલીસ મુજબ, તેમાં 142 લોકોની અટકાયત કરી લેવામાં આવી છે. જેમાં ઘણી મોટી સેલિબ્રિટી પણ શામેલ છે. હૈદરાબાદ સ્થિત ફાઇવ સ્ટાર હોટલનાં પબમાં પોલીસે રવિવારે વહેલી સવારે રેઇડ મારી અને ઘટના સ્થળેથી માદક પદાર્થ જપ્તે કર્યો છે.

અધિકારીઓએ જણાવ્યું કે, પબમાં પાર્ટી કરી રહેલાં 140થી વધુલ લોકોને અટકાયતમાં લઇ તેમની પૂછપરછ કરવામાં આવી છે જેમાં ટોલીવૂડ સાથે જોડાયેલાં કેલટાંક લોકો ઉપરાંત પ્રખ્યાત હસ્તીઓનાં બાળકો પણ શામેલ છે. પોલીસે એક વરિષ્ઠ અધિકારીને જણાવ્યું કે, હોટલ કર્મચારીઓ પાસેથી કોકીન સહિત અન્ય માદક પદાર્થ જપ્તે કરવામાં આવ્યાં છે.

આ પણ વાંચો- કોરોનાની ચોથી લહેર અંગે એક્સપર્ટ બોલ્યા- વેક્સીન લગાવ્યા બાદ પણ સુરક્ષિત નથી, જાણો કેમ?

પાર્ટીમાં ટોલીવૂડ નેતા નાગા બાબૂની દીકરી અને એક્ટ્રેસ નિહારિકા કોનિડેલા અને સિંગર રાહુલ સિપ્લીગંજ પણ હાજર હતાં. પાર્ટી કરતાં મળી આવેલાં લોકોમાં આંધ્ર પ્રદેશ પોલીસનાં પૂર્વ શીર્ષ અધિકારીની દીકરી અને તેલુગુ દેશમ પાર્ટી (તેદેપા)નાં એક સાંસદની દીકરી સહિત અન્ય કેટલાંક પ્રસિદ્ધ હસ્તિઓનાં બાળકો પણ શામેલ છે.



નાગા બાબૂએ જાહેર કર્યું નિવેદન
આ દરમિયાન, નાગા બાબુએ એક વીડિયો સ્ટેટમેન્ટ જારી કરીને સ્પષ્ટતા કરી હતી કે તેમની પુત્રી નિહારિકા ત્યાં હાજર હોવા છતાં, તેણે કંઈ ખોટું કર્યું નથી. તેમણે કહ્યું કે પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આ તેમની ભૂલ નથી. સુપરસ્ટાર ચિરંજીવીના ભાઈ નાગા બાબુએ કહ્યું, "અમારો અંતરાત્મા સાફ છે." નાગા બાબુએ સોશિયલ મીડિયા અને મુખ્ય પ્રવાહના મીડિયાને નિહારિકા વિશે "અનિચ્છનીય અટકળો" ન ફેલાવવાની અપીલ કરી.

હોટલ કર્મચારીઓની પણ અટકાયત
પોલીસે જણાવ્યું કે, નિયમોનું ઉલ્લંઘન કરીને પબમાં વહેલી સવારે પાર્ટી યોજવામાં આવી રહી હોવાની માહિતી મળ્યા બાદ, પોલીસ ટીમે દરોડો પાડ્યો અને સ્થળ પરથી હોટલ સ્ટાફ ઉપરાંત 142 ગ્રાહકોની અટકાયત કરી. તેણે કહ્યું કે બાદમાં ગ્રાહકોને મુક્ત કરવામાં આવ્યા હતા.
" isDesktop="true" id="1195632" >

દરમિયાન, હૈદરાબાદના પોલીસ કમિશનર સી વી આનંદે બંજારા હિલ્સ પોલીસ સ્ટેશનના એસએચઓને સસ્પેન્ડ કરી દીધા હતા જ્યારે મદદનીશ પોલીસ કમિશનર (બંજારા હિલ્સ ડિવિઝન)ને પબ અને બારમાં ડ્રગ્સના ઉપયોગને રોકવામાં નિષ્ફળ રહેવા બદલ 'ચાર્જ મેમો' આપવામાં આવ્યો હતો.
First published:

Tags: Hydrabad Police, Rave Party, South Super Stars

विज्ञापन