હૈદરાબાદ ગેંગરેપ-હત્યા કેસ : આરોપીની માતાએ કહ્યું- મારા દીકરાને પણ જીવતો સળગાવી દો

News18 Gujarati
Updated: December 1, 2019, 9:18 AM IST
હૈદરાબાદ ગેંગરેપ-હત્યા કેસ : આરોપીની માતાએ કહ્યું- મારા દીકરાને પણ જીવતો સળગાવી દો
હૈદરાબાદમાં શનિવારે મોટી સંખ્યામાં લોકોએ તે પોલીસ સ્ટેશનની બહાર પ્રદર્શન કર્યા જ્યાં દુષ્કર્મ અને હત્યાના આરોપીઓને રાખવામાં આવ્યા છે.

'મારા દીકરાના 5 મહિના પહેલાં જ લગ્ન થયા હતા, જો તેણે આ ક્રૂર ગુનો કર્યો છે તો ફાંસીએ લટકાવી દો કે જીવતો સળગાવી દો'

  • Share this:
હૈદરાબાદ : તેલંગાના (Telangana)ની રાજધાની હૈદરાબાદ (Hyderabad)માં મહિલા વેટનરી ડૉક્ટર (Veterinary Doctor) સાથે ગેંગરેપ બાદ હત્યા અને પછી લાશ સળગાવી દેવાની ઘટનાએ દેશને હલાવી દીધું છે. દેશના દરેક હિસ્સામાં લોકો આરોપીઓને તાત્કાલીક જાહેરમાં સજા આપવાની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન ચારેય આરોપીઓના પરિવારના સભ્યોએ કહ્યું છે કે જો તેઓએ આવો ક્રૂર અપરાધ કર્યો છે તો પછી તેમને તાત્કાલીક ફાંસી આપી દેવી જોઈએ કે પછી તેને જીવતા સળગાવી દેવા જોઈએ.

'જીવતા સળગાવી દો'

ઘટનાના એક આરોપી સી. ચેન્નાકેશાવુલુની માતા શ્યામલાએ અંગ્રેજી અખબાર 'ધ ટાઇમ્સ ઑફ ઈન્ડિયા' સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તેને પણ ફાંસી આપી દેવી જોઈએ કે આગના હવાલે કરી દેવો જોઈએ, જેવી રીતે તેણે મહિલા ડૉક્ટરની સાથે દુષ્કર્મ બાદ કર્યું. આરોપીની માતાએ એમ પણ કહ્યું કે, તે પરિવારના દર્દને સમજી શકે છે. તેઓએ કહ્યું કે, મારી પણ એક દીકરી છે અને હું તે પરિવારનું દુ:ખ સમજી શકું છું કે તે પરિવાર હાલ કેવી સ્થિતિમાં હશે. જો હું મારા દીકરાનો બચાવ કરીશ તો જીવનભર લોકો મારી ઘૃણા કરશે.

5 મહિના પહેલા લગ્ન થયા હતા

શ્યામલાએ જણાવ્યું કે, ગુરુવાર સવારે જ્યારે પોલીસ તેના દીકરાની પૂછપરછ કરવા માટે લઈ ગયા તો તેના પરિત પરેશાન થઈને ઘરની બહાર ચાલ્યા ગયા હતા. આરોપીની માતાએ એમ પણ જણાવ્યું કે, ચેન્નાકેશાવુલુના લગ્ન 5 મહિના પહેલા જ થયા હતા. તેઓએ કહ્યું કે, તેની પસંદની યુવતી સાથે તેના લગ્ન કરાવ્યા. મારા દીકરાને કિડનીની બીમારી છે. જેથી અમે ક્યારેય તેની પર દબાણ નહોતું કર્યું. દરેક 6 મહિના બાદ અમે લોકો તેને હૉસ્પિટલ લઈને જતાં હતા.

આ પણ વાંચો, હૈદરાબાદ : આરોપીઓએ જ મહિલા ડૉક્ટરનું સ્કૂટી પંક્ચર કર્યું હતું, બળજબરીથી દારૂ પીવડાવ્યો, મોં દબાવી ગેંગરેપ કર્યો14 દિવસના રિમાન્ડ

આ દરમિયાન કોર્ટે ચારેય આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યા છે. ગુસ્સે ભરાયેલા લોકોના વિરોધ પ્રદર્શનને કારણે પોલીસને આરોપીઓને કોર્ટ લઈ જવામાં મુશ્કેલી થઈ રહી હતી. આ કારણે આરોપીઓને પોલીસ સ્ટેશનથી જ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મેજિસ્ટ્રેટની સામે રજૂ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો, હૈદરાબાદ ગેંગરેપ-હત્યા કેસ : પરિવારે કહ્યુ- પોલીસ એક થાણાથી બીજા થાણે મોકલતી રહી
First published: December 1, 2019, 9:18 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading