અમેરિકામાં ફરીથી ભારતીય વિદ્યાર્થી પર ગોળીબાર

  • Share this:
ભારતીય વિદ્યાર્થી પર શનિવારે અમેરિકામાં શિકાગો ખાતે કથિતપણે ગોળીબાર કરાયો હતો. તેના પિતાએ જણાવ્યું હતું કે તે ગંભીર ઈજાઓ થઈ છે, હાલમાં તેને હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં રાખવામાં આવ્યો છે. હૈદરાબાદના રહેવાસી મોહંમદ અકબરની ફેમિલીએ ભારત સરકાર પાસે મદદ પણ માંગી છે.

મોહંમદ અકબરના પિતાએ કહ્યું કે શનિવારે સવારે શિકાગોના અલ્બાની પાર્કમાં પાર્કિંગ એરિયામાં તેની કાર તરફ જઈ રહ્યો હતો ત્યારે અજાણી વ્યક્તિએ તેના પર ગોળી વરસાવી હતી. 30 વર્ષીય અકબર ઇલિનોઇસમાં ડીવ્રી યુનિર્વિસટીમાં કમ્પ્યૂટર સિસ્ટમ્સ નેટર્વિંકગ અને ટેલિકોમ્યુનિકેશન્સની માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરી રહ્યો છે, તેના પરિવારે ઇમરજન્સી વિઝા પર અમેરિકાનો પ્રવાસ ખેડવામાં મદદરૂપ થવાનો વિદેશપ્રધાન સુષમા સ્વરાજને અનુરોધ કર્યો છે.



આ વર્ષે ફેબ્રુઆરીમાં, હૈદરાબાદના એક ભારતીય એન્જિનિયર શ્રીનિવાસ કુચિબોતલાને કાન્સાસ શહેરમાં એક પુરુષે ઠાર માર્યો હતો અને ”મારા દેશમાંથી ચાલ્યા જાઓ” એવા બરાડા પાડયા હતા. આ મહિનાની શરૂઆતમાં, અમેરિકી નૌકાદળના ભૂતપૂર્વ કર્મચારીએ તેના પર મુકાયેલા આરોપ સામે ગુનો કબૂલ્યો નહતો. માર્ચમાં ભારતીય મૂળના એક શીખ પુરુષ પર વોશિંગ્ટનમાં તેનાં ઘરની બહાર એક બુકાનીધારીએ ગોળીબાર કર્યો હતો અને ”તમારા દેશમાં પાછા ફરો” એવી બૂમો પાડી હતી.જૂનમાં તેલંગણાના યુવાન પર ગોળીબાર થયો હતો

જૂનમાં, કેલિફોર્નિયામાં એક દુકાનમાં નોકરી કરતા તેલંગણાના અન્ય એક યુવાન પર પણ એક સશસ્ત્ર લૂંટારુએ ગોળી ચલાવી હતી. 26 વર્ષીય મુબીન અહેમદ, સ્ટોરમાં પાર્ટ-ટાઇમ નોકરી કરતો હતો. જાતિવાદી હુમલાથી ભારતીય પરિવારો વચ્ચે ગંભીર ચિંતા ફેલાઈ છે.
First published: