કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવ્યાના બીજા જ દિવસે યુવા પત્રકારનું કરૂણ મોત

News18 Gujarati
Updated: June 7, 2020, 2:29 PM IST
કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવ્યાના બીજા જ દિવસે યુવા પત્રકારનું કરૂણ મોત
મનોજના 8 મહિના પહેલા જ થયા હતા લગ્ન, ભાઈ-ભાભીનું અકસ્માતે મોત થતાં ભત્રીજાને લીધો હતો દત્તક

મનોજના 8 મહિના પહેલા જ થયા હતા લગ્ન, ભાઈ-ભાભીનું અકસ્માતે મોત થતાં ભત્રીજાને લીધો હતો દત્તક

  • Share this:
હૈદરાબાદઃ એક ખાનગી ન્યૂઝ ચેનલમાં કામ કરતાં જર્નાલિસ્ટ કોરોના વાયરસ (Coronavirus)નો ભોગ બન્યા છે. TV5 નામની તેલુગુ ન્યૂઝ ચેનલમાં ક્રાઇમ રિપોર્ટર તરીકે કામ કરતાં મનોજ કુમાર (Journalist Manoj Kumar)નું રવિવાર સવારે અવસાન થયું છે. કોવિડ-19 (COVID-19) પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવ્યાના બીજા જ દિવસે મનોજ કુમારનું અવસાન થયું છે.

ગાંધી હૉસ્પિટલના ડેપ્યૂટી સુપ્રીટેન્ડન્ટે જણાવ્યું કે મનોજ કુમારનું મૃત્યુ ન્યુમોનિયા (bilateral pneumonia) અને કોરોનાના કારણે આજે સવારે 9:30 વાગ્યાની આસપાસ મૃત્યુ થયું છે. 30 વર્ષીય મનોજ કુમાર મદન્નપેટનો રહેવાસી હતો.

મળતી માહિતી મુજબ, મનોજ કુમાર Myasthenia Gravis નામની બીમારીથી પીડાતો હતો જેમાં તમામ સ્નાયુઓ અને શ્વસનતંત્રને લકવો મારી જાય છે. તેથી thymus gland સર્જરી કરાવવા માટે ગાંધી હૉસ્પિટલમાં દાખલ થયો હતો. પરંતુ મનોજને અહીં કોરોનાની ઝપેટમાં આવી ગયો હતો ઉપરાંત તેને ન્યુમોનિયા થયો હતો. તેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો તેના બીજા જ દિવસે તેનું મોત થયું છે.

આ પણ વાંચો, કોરોનાથી મોત થતાં મેડિકલ સ્ટાફે મૃતદેહને સીધો કબરમાં ફેંકી દીધો, વીડિયો થયો વાયરલ

ઈન્ડિયાગ્લીઝના અહેવાલ મુજબ, મનોજ કુમારના માત્ર 8 મહિના પહેલા લગ્ન થયા હતા. જર્નાલિસ્ટ રેવતીએ વેબસાઇટ સાથે વાત કરતાં જણાવ્યું કે, થોડા સમય પહેલા જ મનોજે પોતાના ભાઈ અને ભાભીને માર્ગ અકસ્માતમાં ગુમાવ્યા હતા. તેથી મનોજે નકકી કર્યું હતું કે પોતાનું સંતાન આ સંસારમાં નહીં લાવે અને તેણે ભાઈના દીકરાને દત્તક લીધો હતો.

આ પણ વાંચો, યુવતીએ કાકા સાથે મળી પિતાની અસ્તરાથી ગળું કાપી કરી હતી હત્યા, પછી સળગાવી દીધી હતી લાશ
First published: June 7, 2020, 2:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading