હૈદરાબાદ ગેંગરેપ-હત્યા કેસ : પરિવારે કહ્યુ- પોલીસ એક થાણાથી બીજા થાણે મોકલતી રહી

News18 Gujarati
Updated: November 30, 2019, 12:59 PM IST
હૈદરાબાદ ગેંગરેપ-હત્યા કેસ : પરિવારે કહ્યુ- પોલીસ એક થાણાથી બીજા થાણે મોકલતી રહી
news18 creatives

હૈદારાબાદના બહારના વિસ્તાર શાદનગર વિસ્તારના અંડરપાસ પાસે મહિલા ડોક્ટરની બળી ગયેલી હાલતમાં લાશ મળી હતી. ડૉક્ટર સાથે બળાત્કાર બાદ તેની હત્યા કરી નાખવામાં આવી હતી.

  • Share this:
હૈદરાબાદ : હૈદરાબાદ ગેંગરેપ અને હત્યા કેસે આખા દેશને હચમચાવી નાખ્યો છે. પીડિત મહિલા ડૉક્ટર સાથે જે હેવાનિયત થઈ છે તેનાથી આખો દેશ દંગ રહી ગયો છે, બીજી તરફ પીડિતાના પરિવારે આ મામલે પોલીસના વલણ પર પણ અનેક સવાલ ઉભા કર્યા છે. પરિવારના જણાવ્યા પ્રમાણે શરૂઆતમાં પોલીસે રિપોર્ટ લખવામાં વાર લગાવી હતી. પરિવારે આક્ષેપ લગાવ્યો છે કે, શરૂઆતમાં પોલીસે એવું કહીને કંઈ કરવાનો ઇન્કાર કરી દીધો હતો કે આ બનાવ બીજા પોલીસ મથકનો છે. નોંધનીય છે કે તેલંગાણાના પાટનગર હૈદરાબાદમાં એક મહિલા વેટનરી ડૉક્ટરની રેપ બાદ હત્યા કરી નાખવામાં આવી છે. 27 વર્ષની મહિલા ડૉક્ટરની હત્યાના મામલાએ આખા દેશમાં ગરમી પકડી લીધી છે.

પીડિતાની બહેનનો આરોપ

ન્યૂઝ18 સાથેની વાતચીતમાં પીડિતાની બહેને કહ્યુ કે, "માતાને કહેવા પર હું ટોલ પ્લાઝા ગઈ હતી. તે મળી ન હતી. મેં પોલીસને ફોન કર્યો હતો. જે બાદમાં પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. તેણી ટોલ પ્લાઝા સુધી પહોંચી હતી. જોકે, પછીના ફૂટેજ ન હતાં. જે બાદમાં પોલીસે કહ્યું કે આ તેમના પોલીસ સ્ટેશનનો મામલો નથી, તે વિસ્તાર બીજા પોલીસ મથક હેઠળ આવે છે. ત્યાં પહોંચતાં પહોંચતાં રાતના સાડા ત્રણ વાગી ગયા હતા. હું ઘરે પરત આવી ગઈ હતી અને મારા પિતા બે સિપાહી સાથે બહેનની શોધખોળ કરતા રહ્યા હતા. સાડા પાંચ વાગ્યે તેઓ પરત આવ્યા હતા."

આ પણ વાંચો : તેલંગાણા : મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ-હત્યાના બનાવ બાદ વધુ એક મહિલાનો મૃતદેહ મળ્યો

ચાર લોકોની ધરપકડ

પોલીસે આ મામલે ચાર લોકોની ધરપકડ કરી છે. હૈદારાબાદના બહારના વિસ્તાર શાદનગર વિસ્તારના અંડરપાસ પાસે મહિલા ડોક્ટરની બળી ગયેલી હાલતમાં લાશ મળી હતી. ડૉક્ટર સાથે બળાત્કાર બાદ તેની હત્યા કરી નાખવામાં આવી હતી. જે બાદ ઓળખ છૂપાવવા માટે તેની લાશને સળગાવી દીધી હતી. મહિલા ડૉક્ટરને ન્યાય અપાવવા માટે સોશિયલ મીડિયા પર અનેક ચળવળ ચલાવવામાં આવી રહી છે.મંત્રીના નિવેદનથી વિવાદ

આ દરમિયાન તેલંગાણાના એક મંત્રીના નિવેદનથી વિવાદ ઉભો થયો છે. મંત્રીના કહેવા પ્રમાણે પીડિતાએ તેની બહેનને ફોન કરવાને બદલે પોલીસને ફોન કરવાની જરૂર હતી. જોકે, સૂત્રોએ જણાવ્યું કે, મંત્રી ફક્ત એવું કહેવા માંગતા હતા કે પોલીસને જાણ કરી હોત તો તેને મદદ મળી શકી હોત.

દેશભરમાં હંગામો

કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. રાહુલે કહ્યુ કે, "મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને તેની હત્યાના જઘન્ય ઘટનાથી હું સ્તબ્ધ છું. કોઈ વ્યક્તિ કોઈ અન્ય વ્યક્તિ સાથે આ પ્રકારની હિંસા કેવી રીતે કરી શકે, આ અકલ્પનીય છે. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના પીડિતાના પરિવાર સાથે છે." બીજી તરફ આ બનાવ બાદ આખા દેશમાં હંગામો મચ્યો છે. લોકો સોશિયલ મીડિયા પર પીડિત ડોક્ટરના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરવાની સાથે સાથે આ ઘટનાની ઘોર નિંદા કરી રહ્યા છે. સાથે જ આવા બનાવો અટકે તે માટે સરકાર કઠોર પગલા ભરે તેવી પણ માંગણી કરી રહ્યા છે.
First published: November 30, 2019, 12:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading