Home /News /national-international /

હૈદરાબાદ ગેંગરેપ-મર્ડર કેસ : પિતાનો આરોપ- પોલીસે કહ્યુ હતું તારી દીકરી કોઈની સાથે ભાગી ગઈ હશે

હૈદરાબાદ ગેંગરેપ-મર્ડર કેસ : પિતાનો આરોપ- પોલીસે કહ્યુ હતું તારી દીકરી કોઈની સાથે ભાગી ગઈ હશે

હૈદરાબાદ મહિલા ડૉક્ટર ગેંગરેપ અને હત્યા મામલામાં પોલીસે પરિવારની મદદ નહોતી કરી.

મૃતક મહિલા ડૉક્ટરના પિતા પોલીસને આજીજી કરતાં રહ્યા કે દીકરીને શોધવા માટે કોઈ યોગ્ય કાર્યવાહી કરે પરંતુ પોલીસ તેને ટાળતી રહી

    હૈદરાબાદ : તેલંગાના (Telangana)ની રાજધાની હૈદરાબાદમાં મહિલા વેટનરી ડૉક્ટર સાથે ગેંગેરપ (Gangrape) બાદ હત્યા (Hyderabad Veterniary Doctor Murder) અને પછી લાશને સળગાવી દેવાની ઘટનામાં ફરી એકવાર પોલીસનો શરમજનક ચહેરો સામે આવ્યો છે. આ સમગ્ર ઘટના પહેલા મૃતકના પરિવારને એક પોલીસ સ્ટેશનથી બીજા સ્ટેશનના ધક્કા ખાવા મજબૂર થવું પડ્યું હતું ઉપરાંત મહિલા ડૉક્ટરનું ચરિત્ર હનન કરી તેના પિતાની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું. પરિવારનો આરોપ છે કે પોલીસે તેમને કહ્યું કે તેમની દીકરી કોઈની સાથે ભાગી ગઈ હશે.

    મૃતકના પરિજનોએ જણાવ્યું કે, તેઓએ પોલીસની સામે આજીજી કરી કે તેઓ દીકરીને શોધવા માટે ટોલ પ્લાઝા સુધી તો ચાલો પરંતુ પોલીસે પરિજનોની વાતને હળવાશથી લીધી અને તેમને ત્યાંથી જવા માટે કહ્યું. મૃતકની બહેને જણાવ્યું કે બુધવાર રાત્રે મહિલા ડૉક્ટરને એ વાતનો અંદાજો આવી ગયો હતો કે તે ખતરામાં છે. તેણે બહેનને ફોન પણ કર્યો પરંતુ થોડીવાર બાદ જ તેનો ફોન સ્વિચ ઑફ થઈ ગયો. ડૉક્ટર જ્યારે 10:30 વાગ્યા સુધી ઘરે ન પહોંચી તો બહેને પિતાને ફોન કર્યો. બહેને અને તેના પિતા ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા. મૃતકની બહેને આરોપ લગાવ્યો કે જ્યારે તે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પહોંચ્યા તો તેમને ત્યાંથી શનશાબાદ પોલીસ સ્ટેશન જવા માટે કહેવામાં આવ્યું. પોલીસે કહ્યું કે આ મામલો તેમની હદમાં નથી આવતો.

    આ પણ વાંચો, હૈદરાબાદ ગેંગરેપ-હત્યા કેસ : બે આરોપી ઘટનાસ્થળે પરત આવ્યા હતા, શું હતું કારણ?

    પરિજનોએ આરોપ લગાવ્યો કે કોઈએ પણ તેમને યોગ્ય રીતે જવાબ ન આપ્યો. પરિજનોએ જણાવ્યું કે, મૃતકના પિતા પોલીસકર્મીઓની સાથે આજીજી કરતાં રહ્યા કે દીકરીને શોધવા માટે કોઈ યોગ્ય કાર્યવાહી કરે પરંતુ પોલીસ તેને ટાળતી રહી. સવારે 3 વાગ્યા સુધી આવું ચાલતું રહ્યું. ત્યારબાદ મહિલા ડૉક્ટરને શોધવા માટે પિતાની સાથે બે કોન્સ્ટેબલ મોકલવામાં આવ્યા, પરંતુ તેમને શોધવામાં કોઈ સફળતા ન મળી. પરિજનોનો આરોપ છે કે સમયસર પોલીસે કાર્યવાહી કરી હતો તો દીકરીને બચાવી શકાઈ હોત. ગુરુવાર સવારે પોલીસે ડૉક્ટરના પરિવારને ફોન કરી ચેતનપલ્લી અન્ડરપાસ ખાતે બોલાવ્યા જ્યાં તેમને પોતાની દીકરીની સળગેલી લાશ મળી.

    આ પણ વાંચો,

    હૈદરાબાદ ગેંગરેપ-હત્યા કેસ : આ 7 કડીઓને જોડીને પોલીસ આરોપીઓ સુધી પહોંચી
    હૈદરાબાદ ગેંગરેપ-હત્યા કેસ : આરોપીની માતાએ કહ્યું- મારા દીકરાને પણ જીવતો સળગાવી દો
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Gangrape, Gangrape and murder, Hyderabad, Telangana, પોલીસ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन