હૈદરાબાદ ગેંગરેપ-હત્યા કેસ : આરોપીઓની જેલમાં થઈ રહી છે સરભરા! મટન કરી અને ફ્રાઇડ રાઇસનું જમણ

News18 Gujarati
Updated: December 3, 2019, 3:04 PM IST
હૈદરાબાદ ગેંગરેપ-હત્યા કેસ : આરોપીઓની જેલમાં થઈ રહી છે સરભરા! મટન કરી અને ફ્રાઇડ રાઇસનું જમણ
ચારેય આરોપીઓની ધરપકડ બાદ પોલીસ આ કેસને ફાસ્ટ ટ્રેકમાં ચલાવવાની પ્રક્રિયા હાથ ધરી હતી.

ચારેય આરોપીઓને જેલમાં પહેલા દિવસે ખાવામાં મટન કરી અને ફ્રાઇડ રાઇસ પીરસવામાં આવ્યા

  • Share this:
હૈદરાબાદ : તેલંગાનાની રાજધાની હૈદરાબાદમાં વેટનરી ડૉક્ટર (Veterniary Doctor Gang Rape Murder) સાથે ગેંગરેપ બાદ હત્યા કરી લાશને સળગાવી દેવાના મામલાથી સમગ્ર દેશ આક્રોશિત છે. એક તરફ મહિલા ડૉક્ટરને ન્યાય અપાવવા માટે સોશિયલ મીડિયા પર કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે. લોકો ચારેય આરોપીઓને ફાંસીને બદલે ભીડને હવાલે કરવા અને જાહેરમાં જીવતા સળગાવવાની માંગ કરી રહ્યા છે. બીજી તરફ, હૈદરાબાદ પોલીસ આ તમામ આરોપીઓની સરભરા કરી રહી છે. સૂત્રો મુજબ, ચારેય આરોપીઓને જેલમાં પહેલા દિવસે ખાવામાં મટન કરી અને ફ્રાઇડ રાઇસ પીરસવામાં આવ્યા.

સૂત્રો મુજબ, ઘટનામાં સામેલ ચારેય આરોપી મોહમ્મદ આરિફ, નવીન, ચિંતાકુંતા કેશાવુલુ અને શિવાને સમયસર નાસ્તો, બપોરનું અને રાતનું ભોજન પીરસવામાં આવી રહ્યું છે. જોકે, તેલંગાનાની ચિત્રિરાપલ્લી જેલના સુપ્રિટેન્ડન્ટ મુજબ, ચારેય આરોપીઓને જેલ મેન્યૂઅલ મુજબ જ ખાવાનું આપવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો, હૈદરાબાદ ગેંગરેપ : જયા બચ્ચને કહ્યું, અપરાધીઓને જનતાને હવાલે કરી દો, એ જ કરશે ફેંસલોએક તરફ જેલ અધિકારી આવો દાવો કરી રહ્યા છે કે ગેંગરેપ અને હત્યાના આરોપીઓને જેલ મેન્યૂઅલ મુજબ જ ખાવાનું આપવામાં આવી રહ્યું છે, પરંતુ તેઓ એ નથી જણાવી રહ્યા કે ઘટનામાં ઉપયોગમાં લેવાયેલા ટ્રકનો ડ્રાઇવર કોઈ દસ્તાવેજ વગર બે વર્ષ સુધી ડ્રાઇવિંગ કેવી રીતે કરી રહ્યો હતો? સૂત્રોનું એમ પણ કહેવું છે કે, ગેંગરેપ અને હત્યાના 48 કલાક બાદ પોલીસે ટ્રકના ડ્રાઇવરને પકડયો હતો, પરંતુ તે પોલીસને છેતરની ફરાર થઈ ગયો. એવામાં મોટો સવાલ એ છે કે પોલીસે તેને ફરીથી પકડવો જરૂરી કેમ ન સમજ્યો?

પીડિતાની બહેનનો આરોપ

આ મામલામાં પોલીસના વલણ પર સવાલ ઊભા થઈ રહ્યા છે. મહિલા ડૉક્ટરના પરિવાર મુજબ, શરૂઆતમાં પોલીસે રિપોર્ટ લખવામાં ઘણો વિલંબ કર્યો. ન્યૂઝ18 સાથેની વાતચીતમાં પીડિતાની નાની બહેને કહ્યું કે, માતાએ કહ્યું એટલે તેને શોધવા માટે હું ટૉલ પ્લાઝા પર થઈ. પરંતુ તે ત્યાં ન મળી. મેં પોલીસને ફોન કર્યો. ત્યારબાદ પોલીસે સીસીટીવી ફુટેજ જોયા. ટૉલ પ્લાઝા પર પહોંચતા તે જોવા મળી હતી પરંતુ ત્યારબાદના ફુટેજ તેમાં નહોતા. આ દરમિયાન પોલીસે કહ્યું કે, આ તેમના પોલીસ સ્ટેશનનો મામલો નથી, તે વિસ્તાર બીજા પોલીસ સ્ટેશનની હદનો છે. ત્યાં પહોંચતા-પહોંચતા રાતના 3:30 વાગી ગયા હતા. હું ઘરે પાછી આવી અને મારા પપ્પા બે સિપાહીઓ સાથે મારી બહેનને શોધતા રહ્યા. તે પણ નિરાશ થઈને સવારે 5:30 વાગ્યે ઘરે આવી ગયા હતા.

આ પણ વાંચો,

બિહારના બક્સરમાં હૈદરાબાદ જેવી ઘટના, દુષ્કર્મ બાદ યુવતીની ગોળી મારી હત્યા
રાજસ્થાન : 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ સ્કૂલ બેલ્ટથી ગળું ટૂંપી હત્યા
Published by: Mrunal Bhojak
First published: December 3, 2019, 2:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading