હૈદરાબાદના ગોકુલ ચાટ અને લુંબિની પાર્કમાં 2007માં થયેલા બોમ્બ બ્લાસ્ટ મામલામાં કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવતા બે આરોપીઓને દોષી જાહેર કર્યા છે, જ્યારે બે આરોપીઓને રિહા કર્યા છે. સોમવારે સજા પર નિર્ણય સંભળાવવામાં આવશે. આ બોમ્બ ધમાકામાં 44 લોકોના મોત થયા હતા, અને 68 લોકો ઘાયલ થયા હતા.
તેલંઘણા પોલીસની કાઉન્ટર ઈન્ટેલિજન્સ શાખાએ મામલાની તપાસ કરી અને પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. આ તમામ ઈન્ડિયન મુઝાહિદ્દીનના કથિત આતંકવાદી હતી. એજન્સીએ પાંચે આરોપીઓ વિરુદ્ધ ચાર આરોપ-પત્ર દાખલ કર્યા હતા, અને બે ફરાર આરોપીઓ રિયાઝ ભટકલ અને ઈકબાલ ભટકલના પમ નામ ઉમેર્યા હતા.
ધરપકડ કરાયેલા આરોપીઓમાં અનીફ સઈદ અને મોહમ્મદ અકબર ઈસ્માઈલ ચૌધરીને કોર્ટે દોષી માન્યા છે, જ્યારે ફારૂક શાર્ફૂદિન તરકશ, મોહમ્મદ સાદિક ઈસરાર અહમદ શેખ અને તારિક અંજૂમને રિહા કરી દેવામાં આવ્યા છે.
બપોરે વિસ્ફોટ અને દિલસુખનગર વિસ્તારમાં ફૂટ ઓવરબ્રિજ વચ્ચે એક બોમ્બ મળવાના સંભધમાં આરોપીઓ પર આઈપીસીની કલમ 302(હત્યા) અને અન્ય સંબંધિત કલમ તથા વિસ્ફોટક સામગ્રી અધિનિયમની કલમ હેઠળ આરોપ લગાવવામાં આવ્યા હતા.
અભિયોજન પક્ષપ્રમાણે, અનીફ શફીક સઈદે લુંબિની પાર્કમાં બોમ્બ રાખ્યો હતો, જ્યારે ગોકુલ ચાટ પર રિયાઝ ભટકલે બોમ્બ રાખ્યો હતો. જ્યારે એક અન્ય બોમ્બ ઈસ્માઈલ ચૌધરીએ રાખ્યો હતો. તારિક અંજૂમ પર વિસ્ફોટ બાદ અન્ય આરોપીઓને શરણ આપવાનો આરોપ હતો. પ્રસુદ્ધ ભોજનાલય ગોકુલ ચાટ પાસે થયેલા વિસ્ફોટમાં 32 લોકોના મોત નિપજ્યા હતા, અને 47 લોકો ઘાયલ થયા હતા. જ્યારે રાજ્ય સચિવાલયની નજીક લૂંબિની પાર્કના ઓપન થિયેટરમાં તયેલા વિસ્ફોટમાં 12 લોકો મર્યા હતા અને 21 અન્ય ઘાયલ થયા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર