મહિલા ડૉક્ટરે કહ્યું- સ્કૂટી ખરાબ થઈ ગયું, ડર લાગે છે...પછી મળી સળગેલી લાશ

મહિલા ડૉક્ટરે કહ્યું- સ્કૂટી ખરાબ થઈ ગયું, ડર લાગે છે...પછી મળી સળગેલી લાશ
આરોપીઓએ મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ કરી હત્યા કરી નાખી અને બાદમાં તેની લાશને સળગાવી દીધી હતી. (ફાઇલ તસવીર)

મોડે સુધી મહિલા ડૉક્ટર ઘરે ન પહોંચતા પરિવારે જાતે શોધખોળ શરૂ કરી, બીજા દિવસે સળગેલી લાશ મળતાં સોશિયલ મીડિયા પર ન્યાય અપાવવા કેમ્પેન

 • Share this:
  હૈદરાબાદ : હૈદરાબાદમાં એક એવી ઘટના સામે આવી છે જેણે ફરી એકવાર સ્ત્રીઓની સુરક્ષા પર સવાલો ઊભા કરી દીધા છે. એક મહિલા ડૉક્ટરની સળગેલી લાશ હૈદરાબાદના બહારના વિસ્તાર શાદનગરના અન્ડરપાસની પાસે મળી. લાશ મળ્યા બાદથી જ સોશિયલ મીડિયા પર તેને ન્યાય અપાવવા માટે લાકો આગળ આવી રહ્યા છે. લોકોએ કડક કાર્યવાહી કરવા માટે અનેક ટ્વિટ કર્યા છે. પોલીસે મામલાની તપાસ માટે 10 ટીમો બનાવી છે.

  છેલ્લીવાર બહેન સાથે થઈ હતી વાત  22 વર્ષીય ડૉ. પ્રિતી રેડ્ડી (બદલેલું નામ) વૅટનરી ડૉક્ટર હતી, તે બુધવારે કોલ્લુર સ્થિત પશુ ચિકિત્સાલય પોતાની ડ્યૂટી પર ગઈ હતી. તેણે પોતાની સ્કૂટી ટૉલ પ્લાઝાની પાસે પાર્ક કરી હતી. જ્યારે તે રાત્રે ઘરે પરત આવી રહી હતી તો તેણે જોયું કે તેની સ્કૂટીમાં પંક્ચર છે, સ્કૂટીમાં પંક્ચર થયેલું જોઈને તેણે પોતાની બહેનને ફોન કર્યો હતો. રાતનો સમય હોવાના કારણે પ્રિતીએ બહેનને જણાવ્યું કે, સ્કૂટી ખરાબ થઈ ગયું છે, મને અહીં ડર લાગી રહ્યો છે. આસ-પાસ માત્ર ટ્રક જ દેખાઈ રહ્યાં છે. આ વાત સાંભળી પ્રિતીની બહેને તેને સ્કૂટી ત્યાં જ મૂકીને કૅબ કરીને ઘરે આવવા કહ્યું હતું.

  પ્રિતી ઘરે ન પહોંચતા પરિવારે જાતે શોધખોળ શરૂ કરી

  પ્રિતીએ કૉલ બૅક કરવાનું કહીને ફોન કટ કરી દીધો હતો. જ્યારે તે મોડે સુધી ઘરે ન પહોંચી તો પરિવારે તેને ફોન કર્યો તો ફોન બંધ આવી રહ્યો હતો. તેથી તે લોકો જાતે ટૉલ પ્લાઝા ખાતે શોધખોળ કરવા માટે ગયા. ટૉલ પ્લાઝા પહોંચતા તેમને કોઈ મળ્યું નહીં. ત્યારબાદ પરિવારે રાત્રે 11 વાગ્યે પોલીસને ફરિયાદ કરી. પરંતુ ગુરુવારે પોલીસને પ્રિતીની લાશ મળી.

  આ પણ વાંચો, ખિચોખિચ ભરેલી બસમાં કપલ શારીરિક સંબંધ બાંધી રહ્યું હતું, અરેસ્ટ વૉરન્ટ જાહેર

  પોલીસને સળગેલી હાલતમાં મળી પ્રિતીની લાશ

  પોલીસને પ્રિતીની લાશ શાદનગર શહેરની પાસે ચટનપલ્લી પુલની પાસે સળગેલી હાલતમાં મળી. પોલીસને આશંકા છે કે દુષ્કર્મ બાદ પ્રિતીની હત્યા કરવામાં આવી છે. ટૉલ પ્લાઝાની પાસે પોલીસને દારૂની બોટલ, કપડા અને તેના જૂના મળી આવ્યા છે. મહિલા ડૉક્ટરની હત્યાના સંદર્ભમાં પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે જેમાં બે ટ્રક ડ્રાઇવર અને બે ક્લિનરોનો સમાવેશ થાય છે. પોલીસે મુખ્ય આરોપી તરીકે બે ટ્રક ડ્રાઇવરો મોહમ્મદ પાશા, નવીન તથા ટ્રક ક્લિનરો કેશવુલુ અને શિવાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ચારેય આરીપો સામે અપહરણ, સામૂહિક દુષ્કર્મ અને હત્યાનો મામલો નોંધવામાં આવ્યો છે. નજીકમાં એક રિપેરિંગની દુકાનવાળાએ પોલીસને જણાવ્યું કે, રાત્રે 9:30થી 10 વાગ્યાની વચ્ચે એક વ્યક્તિ સ્કૂટી ઠીક કરાવવા માટે આવ્યો હતો.

  સાઇબરાબાદના પોલીસ કમિશ્નર વીસી સજ્જનરે કહ્યું કે, પોલીસની એક ટીમ ટૉલ પ્લાઝા પર લાગેલા સીસીટીવી ફુટેજને સ્કેન કરી રહી છે. પોલીસને આશંકા છે કે, પીડિતાને ફસાવવા માટે અપરાધીઓએ વાહનને જાણી જોઈને પંક્ચર કરી દીધું હતું.

  આ પણ જુઓ, Shocking Video: મૉબાઇલ પર ગૅમ રમતાં-રમતાં મુસાફર રેલવે ટ્રેક પર પટકાયો
  First published:November 29, 2019, 11:29 am

  टॉप स्टोरीज