Home /News /national-international /

હૈદરાબાદ ગેંગરેપ હત્યા : શમશાબાદ થાણાના ASI સહિત 3 પોલીસકર્મી સસ્પેન્ડ

હૈદરાબાદ ગેંગરેપ હત્યા : શમશાબાદ થાણાના ASI સહિત 3 પોલીસકર્મી સસ્પેન્ડ

હૈદરાબાદમાં શનિવારે લોકજુવાળ ચરમસીમાએ હતો. જે થાણામાં રેપકેસના આરોપીઓને લવાયા હતા તે થાણાને લોકોએ ઘેરી લીધું હતું

હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર સાથે થયેલા ગેંગરેપ અને હત્યા બાદ લોકજુવાળ ચરમસીમાંએ છે. આ ઘટનાથી દેશ હચમચી ઉઠ્યો છે.

    હૈદરાબાદ : શમશાબાદમાં મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ અને હત્યાના મામલે (Hyderabad Doctor Gang Rape Murder Case) લાપરવાહી દાખવવા બદલ ત્રણ પોલસીકર્મીને સસ્પેન્ડ (Policemen Suspended) કરી દેવાયા છે. પીડિતાના પરિવારજનોની ફરિયાદ હતી હતી ઘટનાની રાત્રે તેમને એફઆઈઆર દાખલ કરાવવા માટે મોડી રાત સુધી ભટકાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તપાસમાં પણ એફઆઈઆર દાખલ કરવામાં લાપરવાહી દાખવવાની બાબત સામે આવી છે.

    આ મામલામાં શમશાબાદ પોલીસ મથકના (Shamshabad Police Station) એએસઆઈ રવિ કુમાર, રાજીવ ગાંધી ઍરપૉર્ટ પોલીસ મથકમાં તહેનાત હેડ કૉન્સ્ટેબલ વેણુ ગોપાલ રેડ્ડી અને રાજીવ ગાંધી ઍરપૉર્ટના પોલીસ સ્ટેશન પર તહેનાત હેડ કૉન્સ્ટેબલ સત્યનારાયણ ગૌડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

    આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાાં મોકલાયા

    તેલંગાણાના રંગા રેડ્ડી જિલ્લામાં 26 વર્ષીય વેટરનરી ડૉક્ટરની દુષ્કર્મ બાદ હત્યાથી દેશભરમાં આક્રોશ છે. શનિવારે હૈદરાબાદના શાદનગર થાણા બહાર લોકોએ પ્રદર્શન કર્યું હતું. સ્થાનિક બાર એસોસિએશને આરોપીઓ તરફથી વકાલત કરવાનો ઇનકાર કરી દીધો છે. પોલીસે કોર્ટમાં આરોપીઓની રજૂઆત દરમિયાન સુરક્ષા વધારી હતી. કોર્ટે ચારેયને 14 દિવસની જ્યૂડીશ્યલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો.

    આરોપીઓને લવાયા એ થાણાને ભીડે ઘેર્યુ પોલીસનો લાઠી ચાર્જ

    હૈદરાબાદમાં શનિવારે લોકજુવાળ ચરમસીમાએ હતો. જે થાણામાં રેપકેસના આરોપીઓને લવાયા હતા તે થાણાને લોકોએ ઘેરી લીધું હતું. પોલીસ બેકાબૂ ભીડને કાબૂમાં કરવા માટે લાઠી ચાર્જ કર્યો હતો. તેલંગાણાના ગૃહમંત્રી મો.મહમૂદ અલીએ કહ્યું- અમે આ ઘટનાથી સ્તબ્ધ છે. પોલીસ અલર્ટ છે અને અપરાધને રોકી રહી છે. એ સમજાતું નથી કે પીડિતાએ કેમ પોતાની બહેનને ફોન લાગાવ્યો અને શાં માટે 100 નંબર ન લગાવ્યો. જો તેણે 100 નંબર પર ફોન કર્યો હોત તો તેને બચાવી શકાય હોત.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Gang rape, Hydrabad, પોલીસ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन