હૈદરાબાદ ગેંગરેપ-હત્યા કેસ : આ 7 કડીઓને જોડીને પોલીસ આરોપીઓ સુધી પહોંચી

News18 Gujarati
Updated: December 1, 2019, 12:18 PM IST
હૈદરાબાદ ગેંગરેપ-હત્યા કેસ : આ 7 કડીઓને જોડીને પોલીસ આરોપીઓ સુધી પહોંચી
મહિલા ડૉક્ટરનું સ્કૂટી લઈને પેટ્રોલ પંપ જતો આરોપી સીસીટીવીમાં કેદ થયો હતો.

સ્કૂટીનું રિપેરિંગ કરનારા મિકેનિકે પોલીસને જે માહિતી આપી તેનાથી મહિલા ડૉક્ટર સાથેના ગેંગરેપ અને હત્યાની તપાસમાં એક નવો જ વળાંક આવ્યો

  • Share this:
હૈદરાબાદ : મહિલા વેટનરી ડૉક્ટર (Veterinary Doctor) સાથે ગેંગરેપ બાદ હત્યા અને પછી લાશને સળગાવી દેવાના મામલામાં પોલીસ માટે આરોપીને પકડવા સરળ નહોતા. જોકે, 48 કલાકથી પણ ઓછા સમયમાં પોલીસે ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા. તો એ જાણવું જરૂરી છે કે પોલીસની ટીમ અપરાધીઓ સુધી પહોંચી શકી.

1. મહિલા ડૉક્ટરની બહેને પોલીસને જણાવ્યું કે, તેની બહેનની સ્કૂટીનું ટાયર પંક્ચર થઈ ગયું હતું તેથી તે ટોલ પ્લાઝાની પાસે ફસાઈ ગઈ હતી. પોલીસે આ નિવેદનના આધારે સૌથી પહેલા ટોલ પ્લાઝાની પાસે ટાયર મિકેનિકની શોધખોળ શરૂ કરી. જ્યારે પોલીસ મિકેનિક પાસે પહોંચી તો તેણે જણાવ્યું કે, તેની પાસે લાલ રંગની એક સ્કૂટી ટાયર ઠીક કરાવવા માટે લાવવામાં આવી હતી. તેણે એમ પણ જણાવ્યું કે, સ્કૂટીને રૉંગ સાઇટ (ઉલટી બાજુ)થી લાવવામાં આવ્યું હતું.

2. પોલીસે રસ્તાની બીજી બાજુ એક ફેક્ટરી જોઈ, જ્યાં બહારની તરફ સીસીટીવી લાગેલા હતા. તરત જ આ ફુટેજને જોવામાં આવ્યા. આ ફુટેજમાં જોવા મળ્યું કે આરોપી સ્કૂટીની સાથે આગળ વધી રહ્યા હતા. એક બીજા ફુટેજમાં ઘણાં લાંબા સમય સુધી ઊભેલો એક ટ્રેક દેખાયો, પરંતુ અંધારું હોવાના કારણે ટ્રકનો નંબર જાણી ન શકાયો.

3. પોલીસે સીસીટીવી ફુટેજને 6થી 7 કલાક પાછળ જઈને જોયા તો જાણવા મળ્યું કે, ટ્રક દિવસના સમયે જ ત્યાં પાર્ક કરવામાં આવ્યો હતો. ટ્રકનો નંબર મળતાં જ પોલીસે તેના માલિકની શોધખોળ શરૂ કરી. તેમાં જાણવા મળ્યું કે, તેનો માલિક શ્રીનિવાસ રેડ્ડી છે જેની પાસે 15 ટ્રક હતા.

4. ટ્રકના માલિકને સીસીટીવી ફુટેજ દર્શાવવામાં આવ્યા. તેણે એ સંદિગ્ધને ન ઓળખ્યો જે સ્કૂટી લઈને આગળ જઈ રહ્યો હતો. પરંતુ માલિકે એ ચોક્કસ જણાવ્યું કે તે ટ્રકને મોહમ્મદ આરિફ નામનો ડ્રાઇવર ચલાવે છે.

5. આ દરમિયાન પોલીસની એક બીજી ટીમે પાસેના એક પેટ્રોલ પંપના સીસીટીવી ફુટેજને જોવાનું શરુ કરી દીધું. અહીં ફરી એ જ સંદિગ્ધ દેખાયો જે સ્કૂટીને મિકેનિકની પાસે લઈને જઈ રહ્યો હતો. આ શખ્સ ત્યાં એક બોટલમાં પેટ્રોલ કે ડીઝલ ખરીદી રહ્યો હતો.6. પોલીસની ટીમે મોબાઇલના ટાવર લોકેશનની મદદથી આરોપીઓની તલાશ શરૂ કરી દીધી. પોલીસે ટ્રક ડ્રાઇવર આરિફને પણ ફોના કર્યો, જેનો નંબર તેના માલિકે આપ્યો હતો. આ બંનેની જાણકારીના આધારે પોલીસની ટીમ આરોપીઓ સુધી પહોંચી ગઈ.

7. આ દરમિયાન ટોલ પ્લાઝાથી લગભગ 30 કિમી દૂર એક ખેડૂતે પોલીસને જાણ કરી કે તેણે એક સળગેલી લાશ જોઈ છે. પોલીસે ગુમ થયાના રિપોર્ટના આધારે ડૉક્ટરના પરિવારના લોકોને ઘટનાસ્થળે બોલાવ્યા. અડધા સળગેલા સ્કાર્ફ અને ગોલ્ડ પેન્ડન્ટના આધારે ડૉક્ટરની લાશની ઓળખ થઈ શકી.

આ પણ વાંચો,

હૈદરાબાદ : આરોપીઓએ જ મહિલા ડૉક્ટરનું સ્કૂટી પંક્ચર કર્યું હતું, બળજબરીથી દારૂ પીવડાવ્યો, મોં દબાવી ગેંગરેપ કર્યો 
હૈદરાબાદ ગેંગરેપ-હત્યા કેસ : આરોપીની માતાએ કહ્યું- મારા દીકરાને પણ જીવતો સળગાવી દો
હૈદરાબાદ ગેંગરેપ-હત્યા કેસ : બે આરોપી ઘટનાસ્થળે પરત આવ્યા હતા, શું હતું કારણ?
First published: December 1, 2019, 12:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading