તેલંગાના (Telangana)ની રાજધાની હૈદરાબાદ (Hyderabad Rains)માં ત્રણ દિવસથી સતત વરસાદ થઇ રહ્યો છે. અને આ વરસાદે સામાન્ય જનજીવનને અસ્ત વ્યસ્ત કરી લીધું છે. અનેક જગ્યાએ પાણી ભરાયું છે અને પંપથી પાણીને નીકાળવામાં આવી રહ્યું છે. ભીષણ વરસાદના કારણે હૈદરાબાદમાં રાહત અને બચાવ કાર્ય ચલવામાં આવી રહ્યું છે અને NDRF અને સેનાની પણ મદદ અહીં લેવામાં આવી રહી છે. બુધવારે અનેક લોકોને રાહત બચાવ કાર્ય હેઠળ બચાવવામાં આવ્યા હતા. રાજ્ય સરકારે સેનાથી અનુરોધ કર્યો હતો. અને તે પછી સેનાના કર્મીઓએ બંદગગુડા વિસ્તારમાં રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું છે.
આ વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જે હૈદરાબાદની પરિસ્થિતિને સારી રીતે વર્ણાવી રહ્યો છે. અહીં આ પહેલા અનેક તેવા વીડિયો પણ વાયરસ થઇ ચૂક્યા છે જેમાં મોટી મોટી ગાડીઓ પાણીમાં તરતી હોય.
બીજી તરફ એક તેવો વીડિયો સામે આવ્યો છે જેમાં મહિલા રસ્તા પર ચાલી રહી છે. અને અચાનક જ તેની બાજુમાં રહેલું બે માળનું મકાન ધરાશાઇ થઇ જાય છે. આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે જ્યારે આ ઘટના થઇ છે ત્યારે મહિલા એકદમ તે મકાનની બાજુમાં છે અને દોડીને પોતાનો જીવ બચાવે છે. વળી રસ્તા પર કેટલાક વહાનો પણ પસાર થઇ રહ્યા છે. તે પણ અચાનક રોકાઇ જાય છે.
જો કે મોતને એક ક્ષણમાં માત આપીને આ મહિલા દોડીને પોતાનો જીવ બચાવી લે છે. અનેક લોકો આ વીડિયો જોઇને કહી રહ્યા છે કે મારવા કરતા બચાવનાર મોટો છે. અને ખરેખરમાં આ મહિલાના જીવનમાં જીવવાનું લખ્યું હશે કે તે એક ક્ષણમાં તે જગ્યાએથી ભાગીને પોતાનો જીવ બચાવી લીધો. " isDesktop="true" id="1035682" >
ઉલ્લેખીય છે કે હૈદરાબાદમાં ભારે વરસાદ પછી અનેક મકાન ધરાશાઇ થયા છે. અને વરસાદમાં લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. બુધવારથી જ અહીં રાજ્ય સરકારે શાળા, કોલેજ અને ઓફિસમાં રજા જાહેર કરી લીધી હતી. અને લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી હતી. શમશાબાદમાં ગગનપહાડ વિસ્તારમાં એક મકાન પડવાથી એક પરિવારના ત્રણ લોકોની મોત થઇ છે.
" isDesktop="true" id="1035682" >
જેમાં એક બાળક પણ છે. આ સિવાય ચંદ્રાયનગુટ્ટામાં દિવાલ પડવાની બે અલગ અલગ ઘટનામાં 10 લોકોની મોત થઇ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર