અહીંયા પોલીસ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારને દંડ નથી કરતી પણ...

News18 Gujarati
Updated: September 16, 2019, 11:11 AM IST
અહીંયા પોલીસ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારને દંડ નથી કરતી પણ...
પ્રતિકાત્મક તસવીર

કેન્દ્ર સરકારે ઘડેલા આ કાયદાને દેશના ઘણા રાજ્યોએ અમલ કરવાનો ઇન્કાર કરી દીધો છે. ભાજપ શાસિત ગુજરાત અને ઉત્તરાખંડ જેવા રાજ્યોએ આ કાયદામાં કરેલી દંડની જોગવાઇમાં ઘટાડો કર્યો છે.

  • Share this:
હૈદરાબાદ: સમગ્ર દેશમાં નવા મોટર વ્હિકલ ઍક્ટનો અમલ થતા સમગ્ર દેશમાં દેકારો મચી ગયો છે. કારણે કે, આ કાયદામાં દંડની રકમ ખૂબ વધારે પડતી છે.

જો કે, હૈદરાબાદમાં (Hyderabad)  પોલીસ લોકોને દંડ કરવાને બદલે ટ્રાફિકના નિયમોનું (Traffic Rules) પાલન કરે અને લોકોને જરૂરી દસ્તાવેજો મળી રહે તે માટે મદદરૂપ થાય છે.

હૈદરાબાદ પોલીસે (Hyderabad Police) એક નવતર પહેલ શરૂ કર્યો છે. તેમાં વાહનચાલક પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ન હોય કે, હેલમેટ પહેરેલું ન હોય, તો તેવા વાહનચાલકોને ડ્રાઇવિંગ લાયસન્સ કે હેલમેટ મેળવી આપવામાં મદદ કરે છે.

આ પહેલ (Initiative)અતંર્ગત, જો વાહનચાલકો ચાર પ્રકારનાં નિયમોનો ભંગ કરશે તો પોલીસ દંડ કરશે નહીં. જેમાં હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવવું, લાયસન્સ, (Driving License), વીમો (Insurance) અને પી.યુ.સીનો (PUC)સમાવેશ થાય છે. આ ચાર નિયમોનો ભંગ કરશે તો વાહનચાલકો દંડાશે નહીં પણ પોલીસ તેમને મદદ કરશે.

વાહનચાલકને હેલ્મેટ (Helmet) ખરીદવા માટે પોલીસ મદદ કરશે. વીમો કઢાવવા અને પી.યુ.સી કઢાવવા માટે પોલીસ લોકોને મદદ કરશે.

શિખાઉ ડ્રાઇવિંગ લાયસન્સ માટે ઑનલાઇન બુકિંગ કરાવવા માટે પોલીસ લોકોને મદદ કરશે.આ પહેલ હૈદરાબાદનાં રાચકોંડા પોલીસ દ્વારા કરવામાં આવી છે અને લોકો તેને આવકારી રહ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે ઘડેલા આ કાયદાને દેશના ઘણા રાજ્યોએ અમલ કરવાનો ઇન્કાર કરી દીધો છે. ભાજપ શાસિત ગુજરાત અને ઉત્તરાખંડ જેવા રાજ્યોએ આ કાયદામાં કરેલી દંડની જોગવાઇમાં ઘટાડો કર્યો છે.
First published: September 16, 2019
વધુ વાંચો
अगली ख़बर