હૈદરાબાદ: તેલંગાણા પોલીસે આંધ્રપ્રદેશના દરગાહના પ્રભારીની ધરપકડ કરી છે. તેણે હૈદરાબાદની એક મહિલા સાથે ભૂત કાઢવાના બહાને છેતરપિંડી આચરી હતી. મળતી માહિતી પ્રમાણે, શાહ ગુલામ નક્ષબંદી હાફીઝ પાશા(55) આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લાના એએસ પેટમાં રહેમતુલ્લા દરગાના ઈન્ચાર્જ છે. તેને બે પત્નીઓ અને ત્રણ બાળકો છે. તે લોકોને ભૂત-પ્રેત અને અનિષ્ટોથી મુક્તિ અપાવવાની આડમાં વિશેષ પૂજાઓ કરે છે. આ દરમિયાન તાજેતરમાં તેણે હૈદરાબાદ કેન્દ્ર ખસેડ્યું હતું અને તે દર મહિને ચારથી પાંચ દિવસ માટે એએસ પેટ ખાતે દરગાની મુલાકાત લેતો હતો.
લગ્નને નામે ધમકી આપી
ટોલીચોકીની એક યુવતી (19) ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાઈ રહી છે. મહિલાના પરિવારના સભ્યો તેને રહેમતુલ્લા દરગાહમાં લઈ ગયા હતા. પાશાએ કહ્યુ હતુ કે, તેને ભૂત વળગ્યું છે. ત્યારે તેણે કહ્યુ હતુ કે, જો તેઓ તેની સાથે લગ્ન કરવામાં નિષ્ફળ જશે તો ભૂત મહિલાને મારી નાંખશે. તેમની સામે કોઈ વિકલ્પ ન હોવાથી મહિલાના પરિવારના સભ્યો તેની સાથે તેના લગ્ન કરવા સંમત થયા હતા. તેમની સૂચના મુજબ, તેમણે ટોલીચોકીમાં એક ફંક્શન હોલમાં લગ્નની ગોઠવણી કરી હતી. પાશા જ્યારે યુવતી સાથે લગ્ન કરવા માટે ફંક્શન હોલમાં આવી રહ્યો હતો, ત્યારે તેને હૃદયમાં તકલીફ થતા તેને હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યારે તેના પરિવારજનોએ પૂછપરછ કરી તો તેમણે જાણીને આઘાત લાગ્યો કે પાશા પહેલેથી જ પરિણીત છે અને તેને બાળકો પણ છે. તેમણે મહિલા સાથે મળીને લંગરહાઉસ પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે કાર્યવાહી હાથ ધરી
આ મામલે ઇન્સ્પેક્ટર શ્રીનિવાસે જણાવ્યુ હતુ કે, મહિલાની ફરિયાદને આધારે તેમણે પાશા વિરુદ્ધ કેસ નોંધ્યો છે. એવું જાણવા મળ્યું છે કે, પોલીસે પાશાને કસ્ટડીમાં લીધો હતો અને તેલંગાણામાં એક જનપ્રતિનિધિના પરિવારના સભ્યોમાંથી એક આરોપીને કેસની આગળની કાર્યવાહીથી બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર