નકલી દસ્તાવેજો બનાવી કાશ્મીરી વેપારીને 300 કરોડમાં વેચ્યો હૈદરાબાદનો આ મહેલ!

News18 Gujarati
Updated: October 5, 2019, 3:45 PM IST
નકલી દસ્તાવેજો બનાવી કાશ્મીરી વેપારીને 300 કરોડમાં વેચ્યો હૈદરાબાદનો આ મહેલ!
નકલી દસ્તાવેજ બનાવીને કાશ્મીરના વેપારીને 300 કરોડમાં વેચી દીધો હૈદરાબાદનો મહેલ (ફાઇલ તસવીર)

ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના કર્મચારીઓએ નકલી દસ્તાવેજોના આધારે બારોબાર સોદો કરી દીધો, આવી રીતે ભાંડો ફુટ્યો

  • Share this:
મુંબઈ : 'બંટી ઔર બબલી' (Bunty Aur Babli) ફિલ્મમાં આપે અભિષેક બચ્ચન અને રાની મુખર્જીને તાજમહેલ અને અનેક ઐતિહાસિક ઈમારતોને વેચતાં જોયાં હશે. ફિલ્મી પડદાની આ કહાણી જો સાચી સાબિત થઈ જાય તો તમે તેને શું કહેશો. મુંબઈ (Mumbai)ની એક કન્સ્ટ્રક્શન કંપનીએ પોતાના બે પૂર્વ કર્મચારીઓ પર આરોપ લગાવ્યો છે કે તેઓએ 300 કરોડ રૂપિયાની કિંમતવાળો હૈદરાબાદ (Hyderabad)નો એક મહેલ (Palace)ને કોઈની જાણકારી વગર કાશ્મીર (Kashmir)ના એક હોટલ વેપારીને વેચી દીધો. નિહારિકા ઇન્ફ્રાસ્ટ્રક્ચર (Niharika Infrastructure)એ તેની ફરિયાદ મુંબઈ પોલીસ (Mumbai Police)ની આર્થિક શાખામાં કરી છે.

મુંબઈ મિરરના અહેવાલ મુજબ, કંપનીએ આરોપ લગાવ્યો કે તેમના પૂર્વ કર્મચારી સુરેશ કુમાર અને સી. રવિન્દ્રએ હૈદરાબાદની પ્રોપર્ટને તેમને પૂછ્યા વગર કાશ્મીર સ્થિત આઈરિસ હૉસ્પિટાલિટીના અમિત અમલા અને અર્જુન અમલાને વેચી દીધી. નિહારિકા ઇન્સ્ફ્રાસ્ટ્રક્ચરે 100 વર્ષ જૂનો નજરી બાગ પેલેસ ત્રણ વર્ષ પહેલા નજરી બાગ પેલેસ ટ્રસ્ટ પાસેથી ખરીદ્યો હતો. હૈદરાબાદની પાસે હૈદરગુડામાં બનેલા આ મહેલ કિંગ કોઠીના નામથી જાણીતો છે. આ વર્ષે જૂનમાં જ્યારે કંપનીના કર્મચારી હૈદરાબાદ પ્રોપર્ટી રજિસ્ટ્રારની ઓફિસ પહોંચ્યા તો જાણવા મળ્યું કે મહેલનો માલિકી હક આઇરિસ હૉસ્પિટાલિટીને ટ્રાન્સફરી કરી દેવામાં આવ્યો છે.

કિંગ કોઠી નામથી જાણીતો નજરી બાગ પેલેસ 2.5 લાખ વર્ગ ફુટ સુધી ફેલાયેલો છે. (ફાઇલ તસવીર)


મામલાની તપાસમાં જાણવા મળ્યું કે, આઇરિસ હૉસ્પિટાલિટીએ આ મહેલની ડીલ સુરેશ કુમાર અને સી. રવિન્દ્રની સાથે કરી હતી. આ ફ્રોડને અંજામ આપ્યા બાદ બંનેએ આ વર્ષે ફેબ્રુઆરીમાં નિહારિકા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની નોકરી છોડી દીધી હતી. કંપનીની ફરિયાદ પર પોલીસે મામલો નોંધી તપાસ શરૂ કરી દીધી છે. તપાસમાં જાણવા મળ્યું કે, સુરેશ કુમાર અને સી. રવિન્દ્રએ હૈદરાબાદ રજિસ્ટ્રારની ઓફિસમાં નકલી દસ્તાવેજ જમા કરીને આ ફ્રોડને અંજામ આપ્યો. આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી, બનાવટ અને વિશ્વાસના અપરાધિક ઉલ્લંઘનના આરોપ હેઠળ એફઆઈઆર નોંધી છે.

હૈદરાબાદના અંતિમ નિજામ અહીં રહેતા હતા. નિજામનું 1967માં મૃત્યુ થયું હતું. (ફાઇલ તસવીર)


કોનો છે આ મહેલ?કિંગ કોઠીના નામથી જાણીતો નજરી બાગ પેલેસ 2.5 લાખ વર્ગ ફુટ સુધી ફલાયેલો છે. હૈદરાબાદના અંતિમ નિજામ અહીં રહેતા હતા. કહેવાય છે કે નિજામનું 1967માં મોત થયું હતું. નિજામે આ મહેલ જાણીતા આર્કિટેક્ટ કમાલ ખાન પાસેથી ખરીદ્યો હતો. બાદમાં આ મહેલનું નામ કિંગ કોઠી રાખવામાં આવ્યું.

આ પણ વાંચો,

ભાજપના 'સ્ટાર પ્રચારક, બંગાળના 'ભગવાન હનુમાને' આત્મહત્યા કરી
TikTok સ્ટારને ભાજપે ટિકિટ આપી, હવે Viral થઈ રહ્યા છે Video
First published: October 5, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading