Home /News /national-international /હસતા મોઢે વરરાજાને હલ્દી લગાવી રહ્યો હતો વ્યક્તિ, થોડી જ સેકન્ડમાં મોત, વીડિયો થયો વાયરલ
હસતા મોઢે વરરાજાને હલ્દી લગાવી રહ્યો હતો વ્યક્તિ, થોડી જ સેકન્ડમાં મોત, વીડિયો થયો વાયરલ
મોતનો લાઈવ વીડિયો થયો વાયરલ
Viral Video: લગ્ન સમારોહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે, ઘરમાં લગ્નનો માહોલ હતો, વરરાજાને હલ્દી લગાવવામાં આવી રહી હતી અને આ દરમિયાન એક વ્યક્તિ વરરાજાને હલ્દી લગાવવા આવે છે. તે ચહેરા પર સ્મિત સાથે વરરાજાને હલ્દી લગાવી રહ્યો હતો, ત્યારે અચાનક તે પડી ગયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, વ્યક્તિને અચાનક હાર્ટ એટેક આવ્યો અને તેનું મૃત્યુ થઈ ગયું હતું.
હૈદરાબાદ: તમે સોશિયલ મીડિયા પર લગ્ન સમારોહના ઘણા વીડિયો (Viral Video) જોયા હશે. કેટલાક વીડિયો તમને હસાવશે અને કેટલાક તમને આશ્ચર્યચકિત કરી દેશે. ઘણી વખત ખુશીની વચ્ચે કેટલીક એવી ઘટનાઓ (Sudden Death) બને છે, જે લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે. આવું જ કંઈક હૈદરાબાદમાં એક લગ્ન સમારંભમાં થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હૈદરાબાદના કાલા પથ્થર વિસ્તારમાં લગ્ન સમારોહ ચાલી રહ્યો હતો. આ દરમિયાન, અચાનક એક વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો અને સ્થળ પર જ તેનું મૃત્યુ થઈ ગયું હતું. જણાવી દઈએ કે, લગ્નની વિધિઓ ચાલી રહી હતી એક વ્યક્તિ વરરાજાને હલ્દી લગાવવા આવે છે અને થોડી જ સેકન્ડમાં તેનું મૃત્યુ થઈ જાય છે.
સમારોહમાં હાજર કોઈ વ્યક્તિએ આ હૃદયદ્રાવક ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી. હવે આ આઘાતજનક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે, આ વીડિયો ટ્વિટર પર @MaxMalone1111 નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે.
ઈન્ડિયા ટીવીના રિપોર્ટ અનુસાર, હૃદયને હચમચાવી દેનારા વીડિયોમાં રબ્બાની નામનો વ્યક્તિ વરરાજાની સામે બેઠો જોઈ શકાય છે. તે હસતા મોઢે વરને હલ્દી લગાવી રહ્યો છે. આ પછી અચાનક તે પડી જાય છે. આ ઘટના બનતા જ લોકો ડરી જાય છે. વરરાજા પણ આ વ્યક્તિને લેવા દોડે છે. અન્ય લોકો પણ મદદ માટે સામે આવે છે. એટલું જ નહીં, વીડિયોના બેકગ્રાઉન્ડમાં બાળકના રડવાનો અવાજ પણ સંભળાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પરિવારના સભ્યો તરત જ રબ્બાનીને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ તેમનો જીવ બચી શક્યો નહીં. આ બાદ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
જો કે આ પહેલા પણ આવા ઘણા આશ્ચર્યજનક વીડિયો કેમેરામાં કેદ થયા છે.shocking મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ પહેલા અલ્મોડા જિલ્લાના રાનીખેતમાં એક 30 વર્ષીય ડેન્ટિસ્ટ તેના લગ્ન સમારોહના રાઉન્ડ દરમિયાન પડી ગયો હતો. આ દરમિયાન, હોસ્પિટલ પહોંચતા ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આવી જ એક ઘટના મધ્યપ્રદેશના ઈન્દોરમાંથી પણ સામે આવી છે. અહીં એક જિમમાં કસરત કરતી વખતે એક વ્યક્તિને હાર્ટ એટેક આવે છે અને તેનું મૃત્યુ થાય છે. આ ભયાનક ઘટના જીમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર