દીકરીઓ સાથે દુર્વ્યવહાર કરનારા પતિની હત્યા કરીને પત્નીએ ઘરમાં જ દફનાવી દીધો

તસવીર: Shutterstock

8 અને 9 ફેબ્રુઆરીની રાત્રે જ્યારે પતિ (ગગનદીપ અગ્રવાલ) દારૂ પી રહ્યો હતો ત્યારે તેની પત્ની નૌશીન બેગમ ઉર્ફ મર્યાદા અગ્રવાલે તેના પતિ પર છરી વડે હુમલો કર્યો હતો.

 • Share this:

   હૈદરદાબાદ: 32 વર્ષીય મહિલાએ તેના પતિને ઘરની કમ્પાઉન્ડ વોલના અંદરના વિસ્તારમાં મારીને દફનાવી દેતાં હૈદરાબાદ પોલીસે પોલીસે તેની ધરપકડ કરી છે. આ અંગે પોલીસે માહિતી આપતા જણાવ્યું કે, વનસ્થલીપુરમના મન્સૂરાબાદમાં 8 અને 9 ફેબ્રુઆરીની રાત્રે જ્યારે પતિ (ગગનદીપ અગ્રવાલ) દારૂ પી રહ્યો હતો. આ દરમિયાન તેની પત્ની નૌશીન બેગમ ઉર્ફ મર્યાદા અગ્રવાલે તેના પતિ પર છરી વડે હુમલો કર્યો હતો. હત્યા કરવાના કારણ અંગે પોલીસે જણાવ્યું કે, પતિ તેના પ્રથમ લગ્નથી લઈને અત્યાર સુધી તેની પુત્રીઓ સાથે દુર્વ્યવહાર કરતો હતો. પતિની હત્યા બાદ પત્નીએ તેનો પતિ ગુમ થઈ ગયો હોવાની ફરિયાદ આપી હતી.

  સૂત્રોના જણાવ્યા અનુસાર, હત્યા થયા બાદ મૃતકના ભાઈ આકાશ અગ્રવાલ અને મૃતકની પત્ની નૌશીન બેગમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. અગાઉ તેમણે LB નગર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, પરંતુ અધિકાર ક્ષેત્રને લઈને આ કેસ વનસ્થલીપુરમ પોલીસ સ્ટેશને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. જે બાદ પોલીસે તપાસ દરમિયાન મહિલા અટકાયત કરી હતી. ત્યારે મહિલાએ પોલીસ પૂછતાછ દરમિયાન પતિની હત્યા કર્યાનું કબૂલ્યું હતું.

  આ પણ વાંચો: પિતાએ કોલ્ડ્રિંક્સના પૈસા ન આપતા 11 વર્ષના બાળકનો આપઘાત; માવો લેવા પૈસા ન આપતા યુવકે ઝેરી દવા પીધી

  પોલીસ પૂછતાછ દરમિયાન મહિલાએ જણાવ્યું કે, તે પહેલા પરિણીત હતી અને તેને 5 બાળકો હતા. પરંતુ પ્રથમ પતિ સાથે તેના છૂટાછેડા થઇ ગયા હતા. જે બાદ તેણે જૂન 2020માં બીજા લગ્ન કરી લીધા. મહિલાએ પૂછતાછ દરમિયાન પોતાના પતિની હત્યા કરવા પાછળનું કારણ પણ જણાવ્યું હતું. મહિલાએ જણાવ્યું કે, તેનો પતિ તેની બે પુત્રીઓ સાથે છેલ્લા કેટલાક સમયથી દુર્વ્યવહાર કરતો હતો. જેના કારણે તે આ પગલું ભરવા મજબૂર બની હતી.

  આ પણ વાંચો: સુરત: સગાઈના પાંચ દિવસ પહેલા જ યુવતીએ કરી લીધો આપઘાત, પરિવાર સ્તબ્ધ

  ઉલ્લેખનીય છે કે, પોલીસે અગાઉ આ મામલે વ્યક્તિ ગુમ થયાનો કેસ દાખલ કર્યો હતો. જે બાદ આ કેસ IPCની કલમ 302 (હત્યા) અને 201 (પુરાવા નષ્ટ કરવા)માં ફેરવી દેવાયો છે. સાથે જ પોલીસે મૃતકની બોડીને પોસ્ટમોર્ટમ માટે પણ મોકલી છે.
  First published: