ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ મુજબ, ગુંટુરની રહેવાસી હૈદરાબાદની એક નર્સિંગની વિદ્યાર્થિનીએ સોમવારે સ્પંદના કાર્યક્રમ દરમિયાન ગુંટુર પોલીસનો સંપર્ક સાધ્યો હતો. તેણે ફરિયાદમાં કહ્યું હતું કે, તેણે તેના પિતાના બેંક ખાતામાંથી ઉપાડેલા 2 લાખ રૂપિયા ચૂકવવા માટે કિડની વેચવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેની સાથે સાયબર છેતરપિંડી થઈ હતી અને તેને 16 લાખ રૂપિયા ગુમાવ્યા હતા.
કઈ રીતે છેતરપિંડીનો ભોગ બની?
છાત્રાએ તેની કિડની વેચવાનો પ્રયાસ કર્યો, ત્યારે કેટલાક લોકોએ તેને 3 કરોડ રૂપિયાની ઓફર કરી હતી. જો કે તેઓએ તેને પોલીસ વેરિફિકેશન ખર્ચ અને ટેકસ તરીકે 16 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવા કહ્યું હતું.
પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે, તે સોશિયલ મીડિયા પર પ્રવીણ રાજ નામના શખ્સને મળી હતી, જેણે તેને કહ્યું હતું કે તેને ઓપરેશન પહેલા 50 ટકા પેમેન્ટ આપવામાં આવશે અને બાકી રકમ પ્રક્રિયા પછી આપવામાં આવશે.
તેઓએ ચેન્નાઈની સિટીબેંકમાં ખાતું બનાવ્યું હતું અને તેમાં ત્રણ કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. વેરિફિકેશન ચાર્જ પેટે 16 લાખ રૂપિયા ચૂકવ્યા બાદ પીડિતાએ પૈસા માંગ્યા હતા. તેઓએ તેણીને તેના પૈસા એકત્રિત કરવા માટે દિલ્હી જવાનું કહ્યું હતું પણ તેમણે આપેલું સરનામું બનાવટી નીકળ્યું હતું.
" isDesktop="true" id="1300424" >
પિતાના ATMમાંથી પૈસા ઉપાડ્યા
આ કેસમાં પીડિતાના પિતાએ જણાવ્યું કે, તેમણે પોતાનું એટીએમ કાર્ડ તેમની પુત્રીને આપ્યું હતું. તેને નવેમ્બરમાં રોકડ ઉપાડ વિશે ખબર પડી હતી. જ્યારે તેમણે તેની પુત્રીને ઘરે પાછા આવવાનું કહ્યું, ત્યારે તે હૈદરાબાદમાં તેની હોસ્ટેલ છોડીને ભાગી ગઈ હતી. જેથી પોલીસે તેણીને એનટીઆર જિલ્લાના જગગૈયાપેટાથી તેના મિત્રના ઘરે શોધી કાઢી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર