હૈદરાબાદ ગેંગરેપ-હત્યા : એન્કાઉન્ટર બાદ પીડિતાના પિતાએ કહ્યુ, 'દીકરીના આત્માને હવે શાંતિ મળશે'

હૈદરાબાદ ગેંગરેપ-હત્યા કેસમાં પીડિતાના પરિવારે સહકાર બદલ તેલંગાણા પોલીસ અને મીડિયાનો આભાર માન્યો.

હૈદરાબાદ ગેંગરેપ-હત્યા કેસમાં પીડિતાના પરિવારે સહકાર બદલ તેલંગાણા પોલીસ અને મીડિયાનો આભાર માન્યો.

 • Share this:
  હૈદરાબાદ : વેટનરી મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ અને હત્યાના બનાવમાં પોલીસે વહેલી સવારે ચારેય આરોપીઓને એન્કાઉન્ટરમાં ઠાર કરી દીધા છે. આના પર પીડિત ડૉક્ટરના પરિવારે તેલંગાણા પોલીસને અભિનંદન પાઠવ્યા છે.
  મીડિયા સાથે વાતચીતમાં પીડિત ડૉક્ટરની બહેને જણાવ્યું હતું કે, "ચારેય આરોપીઓ ઠાર મરાયાના સમાચાર જાણીને હું ખૂબ ખુશ છું. આ એક સારો દાખલો છે. આ પ્રસંગે હું સહકાર બદલ મીડિયા અને પોલીસનો આભાર માનું
  છું." પીડિતાના પિતાએ પણ તેલંગાણા પોલીસનો આભાર માનતા જણાવ્યું હતું કે, "મારી દીકરીના આત્માને હવે શાંતિ મળશે."

  નોંધનીય છે કે હૈદરાબાદની વેટનરી ડૉક્ટર પર 28મી નવેમ્બરના રોજ ચાર લોકોએ ગેંગરેપ કર્યો હતો. જે બાદમાં ચારેય લોકો પીડિતાને ટ્રકમાં લઈને 27 કિલોમીટર દૂર લઈ ગયા હતા, જ્યાં તેણીને એક પૂલ નીચે ફેંકી દેવામાં આવી
  હતી અને પેટ્રોલ-ડીઝલ છાંટીને સળગાવી દેવામાં આવી હતી.

  હૈદરાબાદ પોલીસને અભિનંદન : આશા દેવી

  દિલ્હીમાં 2012ના વર્ષમાં ચાલુ બસમાં યુવતી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. દિલ્હીના બનાવ બાદ ગેંગરેપ પીડિતાને નિર્ભયા નામ આપવામાં આવ્યું હતું. નિર્ભયાની માતા આશા દેવીએ ચાર આરોપીઓના એન્કાઉન્ટર પર
  જણાવ્યું હતું કે, "હું ખૂબ ખુશ છું. હું હૈદરાબાદ પોલીસને અભિનંદન પાઠવું છું. આ કેસમાં ન્યાય થયો છે. આજના દિવસ પછી પરિસ્થિતિ બદલાઈ જશે." આશા દેવીએ વધુમાં જણાવ્યું કે, "હું મારી દીકરી પર ગેંગરેપના આરોપીઓને
  ફાંસીની સજા મળે તે માટે સાત વર્ષથી લડી રહી છું. મેં ભારતની ન્યાય પ્રણાલી અને સરકારને અનેક વખત વિનંતી કરી છે કે દોષિતોને વહેલામાં વહેલી તકે લટકાવી દેવામાં આવે."

  વહેલી સવારે એન્કાઉન્ટર થયું : પોલીસ કમિશનર

  સાઇબરાબાદ પોલીસ કમિશનર વી.સી. સજ્જનારે આ અંગે જણાવ્યું કે, "હૈદરાબાદની વેટનરી ડૉક્ટર પર બળાત્કાર ગુજારીને તેને સળગાવી દેવાના ગુનામાં દોષિત ચારેય આરોપીઓ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે.
  આરોપીની ઓળખ મોહમ્મદ આરિફ, નવીન, શિવા અને ચેન્નાકેશવાલુ તરીકે કરવામાં આવી છે. આ એન્કાઉન્ટર વહેલી સવારે ત્રણથી છ વાગ્યા દરમિયાન ચટનપલ્લી ખાતે થયું હતું. હું ઘટનાસ્થળે પહોંચી ગયો છું અને વધારાની
  વિગતો મેળવવામાં આવી રહી છે."

  એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલા ચારેય આરોપી.


  આ પણ વાંચો : 
  Published by:Vinod Zankhaliya
  First published: