Home /News /national-international /

હૈદરાબાદ ગેંગરેપ-હત્યા કેસ : બે આરોપી ઘટનાસ્થળે પરત આવ્યા હતા, શું હતું કારણ?

હૈદરાબાદ ગેંગરેપ-હત્યા કેસ : બે આરોપી ઘટનાસ્થળે પરત આવ્યા હતા, શું હતું કારણ?

આરોપીઓએ મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ કરી હત્યા કરી નાખી અને બાદમાં તેની લાશને સળગાવી દીધી હતી. (ફાઇલ તસવીર)

સમગ્ર દેશને ઘેરા આઘાતમાં મૂકી દેનારી હૈદરાબાદની ઘૃણાસ્પદ ઘટનામાં વધુ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે

    હૈદરાબાદ : તેલંગાના (Telangana)ના પાટનગર હૈદરાબાદ (Hyderabad)માં મહિલા વેટનરી ડૉક્ટર (Female Veterinary Doctor)ની સાથે ગેંગરેપ બાદ હત્યા અને પછી લાશને સળગાવી નાખવાની ઘટનાએ ફરી એકવાર મહિલા સુરક્ષા પર સવાલ ઊભા કરી દીધા છે. આ ઘૃણાસ્પદ અપરાધને અંજામ આપનારા ચારેય આરોપી હૈદરાબાદ પોલીસની કસ્ટડીમાં છે. પોલીસના જણાવ્યા મુજબ, ચારેય આરોપીઓએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. આરોપીઓએ કબૂલ્યું કે તેઓએ ગેંગરેપ બાદ મહિલા ડૉક્ટર પર કેરોસીન છાંટીને સળગાવી દીધી હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ ચારેય આરોપી ત્યાંથી જતા રહ્યા હતા. બીજી તરફ, મીડિયા રિપોર્ટ્સ મુજબ, ચાર આરોપી પૈકી બે આરોપી ઘટનાસ્થળે પરત આવ્યા હતા.

    બે આરોપી ઘટનાસ્થળે કેમ પરત આવ્યા હતા?

    મીડિયા રિપોર્ટ્સમાં પોલીસના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, આ ચારેય આરોપીઓએ દુષ્કર્મ બાદ મહિલા ડૉક્ટરની હત્યા કરી અને પછી લાશને આગને હવાલે કરી ત્યાંથી જતા રહ્યા હતા. તેલંગાના ટુડેના રિપોર્ટ મુજબ, આ ઘટનાને 2થી 2:30 વાગ્યાની વચ્ચે અંજામ આપ્યો હતો. ત્યારબાદ આરોપી ત્યાંથી ચાલ્યા ગયા, પરંતુ તે ચારેયમાંથી બે આરોપી ઘટનાસ્થળે એ જોવા પાછા આવ્યા કે મહિલા ડૉક્ટરની લાશ પૂરી રીતે સળગી ગઈ છે કે નહીં.

    આ પણ વાંચો, હૈદરાબાદ : આરોપીઓએ જ મહિલા ડૉક્ટરનું સ્કૂટી પંક્ચર કર્યું હતું, બળજબરીથી દારૂ પીવડાવ્યો, મોં દબાવી ગેંગરેપ કર્યો

    સમગ્ર દેશ આઘાતમાં સરી ગયો

    આ ઘટનાએ સમગ્ર દેશને ઘેરા આઘાતમાં નાખી દીધો છે. લોકો ન્યાય માટે રસ્તાઓ પર આવી ગયા છે. રાષ્ટ્રીય મહિલા આયોગની સભ્ય પણ ડૉક્ટરના ઘરવાળાઓને મળવા ગઈ. મહિલાની માતાએ કહ્યું કે, આરોપીઓને પણ જીવતા સળગાવી દો, જેથી કોઈ ફરી આવું કરવાની હિંમત ન કરે. બીજી તરફ એક આરોપીની માતાએ પણ કહ્યું કે, જો તેમનો દીકરો પણ આ ઘટનામાં સામેલ છે તો તેને પણ જીવતો સળગાવવામાં આવે.

    ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડ

    બીજી તરફ, આ મામલામાં બેદરકારી રાખવાના આરોપમાં ત્રણ પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પીડિતાના પરિજનોએ ફરિયાદ કરી હતી કે ઘટનાની રાત્રે એફઆઈઆર નોંધવાને બદલે તેમને ઘણી વાર સુધી એકથી બીજા પોલીસ સ્ટેશન ભટકાવવામાં આવ્યા. ત્યારબાદ વિભાગી તપાસમાં પણ એફઆઈઆર નોંધતી વખતે બેદરકારી રાખી હોવાનો મામલો સામે આવ્યો.

    આ પણ વાંચો, હૈદરાબાદ ગેંગરેપ-હત્યા કેસ : આરોપીની માતાએ કહ્યું- મારા દીકરાને પણ જીવતો સળગાવી દો
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Crime news, Gang rape, Hyderabad, Rape-case, Telangana, પોલીસ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन