હૈદરાબાદ : આ વ્યક્તિએ અઠવાડિયા પહેલા ટ્વિટ કરીને પોલીસને એન્કાઉન્ટરનો પ્લાન જણાવ્યો હતો!

News18 Gujarati
Updated: December 7, 2019, 10:49 AM IST
હૈદરાબાદ : આ વ્યક્તિએ અઠવાડિયા પહેલા ટ્વિટ કરીને પોલીસને એન્કાઉન્ટરનો પ્લાન જણાવ્યો હતો!
એન્કાઉન્ટર સ્થળની તસવીર

આ ટ્વિટ @konafanclub નામના ટ્વિટર હેન્ડલ પરથી પ્રથમ ડિસેમ્બરના રોજ સવારે પાંચ વાગ્યાની આસપાસ કરવામાં આવ્યું હતું.

  • Share this:
હૈદરાબાદ : મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ અને હત્યાના કેસ (Hyderabad Gang Rape Murder case)માં આરોપીઓનાં એન્કાઉન્ટરની પ્રશંસાની સાથે સાથે ટીકા પણ થઈ રહી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક ટ્વિટ ફરતું થયું છે. આ ટ્વિટમાં એક વ્યક્તિએ રેપ અને હત્યા કેસના આરોપીઓના એન્કાઉન્ટર (Hyderabad Encounter)નો આખો પ્લાન જણાવ્યો છે. આ ટ્વિટ જોઈને લોકો કહી રહ્યા છે કે આ ટ્વિટ સાથે પોલીસની કાર્યવાહી મેળ ખાઈ રહી છે.

આ ટ્વિટ @konafanclub નામના ટ્વિટર હેન્ડલ પરથી પહેલી ડિસેમ્બરના રોજ સવારે પાંચ વાગ્યાની આસપાસ કરવામાં આવ્યું હતું. જોકે, આ ટ્વિટર હેન્ડલ વેરિફાય નથી. આ એકાઉન્ટ હવે ડિલિટ પણ કરી નાખવામાં આવ્યું છે. તપાસ બાદ માલુમ પડ્યું છે કે કોઈ સોફ્ટવેર એન્જીનિયરે આ વર્ષે ફેબ્રુઆરીમાં આ ટ્વિટર એકાઉન્ટ બનાવ્યું હતું.

આ પણ વાંચો : હૈદરાબાદ એન્કાઉન્ટર: ખુલ્લા મેદાનમાં 30 ફુટના અંતરમાં 4 લાશ, મૃતક આરોપીના હાથમાં બંદૂક

સોશિયલ મીડિયા પર લોકો કહી રહ્યા છે કે કદાચ હૈદારાબાદ પોલીસે આ ટ્વિટને ગંભીરતાથી લીધું છે. મૂળ ટ્વિટનો સ્ક્રિનશૉટને શેર કરતા લોકો હૈદરાબાદ પોલીસની પ્રશંસા પણ કરી રહ્યા છે.

આ ટ્વિટમાં લખવામાં આવ્યું હતું કે, "સર, જો તમે આ લોકોને સજા આપવા માંગો છો તો તેમને ઘટનાસ્થળ પર લઈ જાઓ, જ્યાં મહિલા ડૉક્ટરને સળગાવી દેવામાં આવી હતી. ત્યાં ક્રાઇમ સીન રિક્રિએટ કરો. (ફરીથી સીન ભજવો) મને વિશ્વાસ છે કે આ લોકો ભાગવાનો પ્રયાસ કરશે. મને એવો પણ વિશ્વાસ છે કે તેના પછી પોલીસ પાસે ગોળી ચલાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં હોય. મહેરબાની કરીને આ અંગે એક વખત વિચાર કરો."

આ પણ વાંચો : હૈદરાબાદ : ગેંગરેપ આરોપીઓનું કેમ થયું એન્કાઉન્ટર? પોલીસે કારણ જણાવ્યું

આવી રીતે થયું એન્કાઉન્ટર

હૈદરાબાદ ગેંગરેપ અને હત્યા કેસમાં રિમાન્ડ દરમિયાન પોલીસ ચારેય આરોપીઓને ઘટનાસ્થળ પર લઈ ગઈ હતી. પોલીસ આ આખી ઘટનાને આરોપીઓની નજરથી સમજવા માંગતી હતી. આ દરમિયાન આ ચારેય આરોપીઓએ પોલીસની કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. એવામાં પોલીસ પાસે ગોળી ચલાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. આરોપીઓને પકડવા માટે પોલીસે ગોળી ચલાવી હતી. આ દરમિયાન ચારેય ઢળી પડ્યા હતા.

આ પણ વાંચો : હૈદરાબાદ ગેંગરેપ : જાણો કેવી રીતે પોલીસે ચારેય આરોપીને એન્કાઉન્ટરમાં ઠાર કર્યાં
First published: December 7, 2019, 10:49 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading