હૈદરાબાદ ગેંગેરપ-હત્યામાં સામે આવ્યા નવા CCTV ફુટેજ, તેના આધારે પોલીસે ઉકેલ્યો હતો કેસ

News18 Gujarati
Updated: December 10, 2019, 12:51 PM IST
હૈદરાબાદ ગેંગેરપ-હત્યામાં સામે આવ્યા નવા CCTV ફુટેજ, તેના આધારે પોલીસે ઉકેલ્યો હતો કેસ
દાવો કરવામાં આવી રહ્યો છે કે આરોપી ગેંગરેપ અને હત્યા બાદ મહિલા ડૉક્ટરના શબને આ ટ્રકમાં નાખીને ટૉલ પ્લાઝાથી લઈ ગયા હતા.

દાવો કરવામાં આવે છે કે હૈદરાબાદ પોલીસે આ સીસીટીવીના આધારે જ દુષ્કર્મ અને હત્યાના આરોપીઓને પકડ્યા હતા

  • Share this:
હૈદરાબાદ : તેલંગાના (Telangana)ના પાટનગર હૈદરાબાદમાં વેટનરી ડૉક્ટર દિશા (બદલેલું નામ) સાથે ગેંગરેપ અને પછી સળગાવીને મારી નાખવાના મામલા (Hyderabad Gang Rape Case)માં એક નવા સીસીટીવી ફુટેજ (CCTV Footage) સામે આવ્યા છે. મૂળે, શમશાબાદ ટૉલ પ્લાઝાથી 27 નવેમ્બરની રાત્રે ચાર ટ્રક ડ્રાઇવર અને ક્લીનરે વેટનરી ડૉક્ટરનું અપહરણ કરી લીધું હતું. તેની સાથે દુષ્કર્મ અને હત્યા કર્યા બાદ તેને ટૉલ પ્લાઝાથી ઘણી દૂર લઈ ગયા હતા અને પેટ્રોલ-ડીઝલ છાંટીને આગના હવાલે કરી દીધી હતી. પોલીસે 48 કલાકની અંદર જ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસને આરોપીઓ સુધી પહોંચવામાં ટેકનિકલ પુરાવાઓની ઘણી મદદ મળી હતી.

ફુટેજમાં ટૉલ પ્લાઝાથી જતો જોવા મળી રહ્યો છે ટ્રક

દાવો કરવામાં આવી રહ્યો છે કે આ સીસીટીવી ફુટેજના સહારે પોલીસ આરોપીઓ સુધી પહોંચી હતી. શમશાબાદ ટૉલ પ્લાઝાના આ સીસીટીવી ફુટેજમાં એક ટ્રક ઝડપથી બે લેન ક્રોસ કરી જતો જોવા મળી રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આરોપી ગેંગરેપ અને હત્યા બાદ મહિલા ડૉક્ટરના શબને આ ટ્રકમાં નાખીને ટૉલ પ્લાઝાથી લઈ ગયો હતો. ત્યારબાદ તેઓએ પહેલા મહિલા ડૉક્ટરની સ્કૂટીને ઠેકાણે પાડી. પછી તેના શબને સૂમસામ વિસ્તારમાં લઈ જઈને એક અન્ડરપાસની નીચે પેટ્રોલ અને ડીઝલ છાંટીને આગને હવાલે કરી દીધું હતું.

પોલીસે કહ્યું હતું, ફુટેજના આધારે આરોપી પકડાયા

ગેંગરેપ બાદ હત્યા અને પછી શબને સળગાવવાના આ મામલામાં હૈદરાબાદની સાઇબરાબાદ પોલીસે ચાર લોકોની ધરપકડ કરી હતી. તેમાં બે ટ્રકના ડ્રાઇવર અને બે ક્લિનર હતા. આરોપીની ઓળખ મોહમ્મદ પાશા, નવીન, કેશાવુલુ અને શિવા તરીકે થઈ હતી. પોલીસનું કહેવું હતું કે આરોપીઓએ પહેલા પીડિતાનું અપહરણ કર્યું અને પછી ગેંગરેપ કર્યું. બાદમાં તેને મોતને ઘાટ ઉતારી દીધી. પોલીસે જણાવ્યું હતું કે તમામ આરોપીઓની સીસીટીવી ફુટેજના આધારે ધરપકડ કરવામાં આવી હતી. હવે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ એ જ સીસીટીવી ફુટેજ છે તેના આધારે આરોપીઓની ધરપકડ થઈ હતી.

આ પણ વાંચો, હૈદરાબાદ એન્કાઉન્ટર: ખુલ્લા મેદાનમાં 30 ફુટના અંતરમાં ચાર લાશ, મૃતક આરોપીના હાથમાં બંદૂક6 ડિસેમ્બરે પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા ચારેય આરોપી

મામલામાં ચારેય આરોપી 6 ડિસેમ્બરની સવારે પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયા. પોલીસ કમિશ્નર સજ્જનારે શુક્રવારે જણાવ્યું કે રિમાન્ડના ચોથા દિવસે તેમને બહાર લઈ જવામાં આવ્યા. તેઓએ કેટલાક પુરાવા આપ્યા. વધુ પુરાવા એકત્ર કરવા માટે તેમને ફરી બહાર લઈ જવામાં આવ્યા. આ દરમિયાન તેઓએ પોલીસ પર હુમલો કરી દીધો. આ દરમિયાન આરોપી મોહમ્મદ આરિફ અને કેશાવુલુએ હથિયાર છીનવી લીધા. તેઓ ફાયરિંગ કરતાં ભાગવાના પ્રયાસમાં હતા. ચારેય આરોપીઓના મોત ગોળી વાગવાના કારણે થયા. આ દરમિયાન એક સબ-ઇન્સ્પેક્ટર અને કૉન્સ્ટેબલ ઘાયલ થયા હતા.

આ પણ વાંચો, હૈદરાબાદ ગેંગરેપ : આરોપીઓની ધરપકડ દર્શાવતાં પહેલા જ થવા લાગી હતી બીજા વિકલ્પોની ચર્ચા!
First published: December 10, 2019, 12:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading