Home /News /national-international /

હૈદરાબાદ ગેંગરેપ કેસ : પોલીસે 5 આરોપીઓની ઓળખ કરી, 3 સગીર પણ સામેલ

હૈદરાબાદ ગેંગરેપ કેસ : પોલીસે 5 આરોપીઓની ઓળખ કરી, 3 સગીર પણ સામેલ

હૈદરાબાદના (Hyderabad)જુબલી હિલ્સમાં એક સગીરા યુવતી પર ગેંગરેપના (Hyderabad Gang-rape) મામલે તેલંગાણા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી (તસવીર - ANI)

Hyderabad Gang rape - મર્સિડીઝ કારની અંદર પીડિતા સાથે મારપીટ કરવામાં આવી હતી. ત્યારબાદ વારાફરતી બધાએ તેમની સાથે બળાત્કાર કર્યો હતો. આ દરમિયાન બીજા આરોપી કારની બહાર ચોકી કરતા હતા

    હૈદરાબાદ : હૈદરાબાદના (Hyderabad)જુબલી હિલ્સમાં એક સગીરા યુવતી પર ગેંગરેપના (Hyderabad Gang-rape) મામલે તેલંગાણા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. સાહુદ્દીન મલિક નામના આરોપીની ધરપકડ શુક્રવારે થઇ હતી. જ્યાર બીજા આરોપી ઓમર ખાનની આજે ધરપકડ કરવામાં આવી છે. પશ્ચિમ ક્ષેત્રના પોલીસ ઉપાયુક્ત (ડીસીપી) જોએલ ડેવિસે એક પ્રેસ કોન્ફરન્સમાં જાણકારી આપતા કહ્યું કે આ મામલે 5 લોકોની ઓળખ કરવામાં આવી છે. જેમાં 3 સગીર છે. ડીસીપીએ જણાવ્યું કે સીસીટીવી ફૂટેજ અને પીડિતાના નિવેદનના આધારે 5 આરોપીઓની ઓળખ કરવામાં આવી છે. ડીસીપી જોએલ ડેવિસે કહ્યું કે આરોપીઓ વિશે પીડિતાને વધારે જાણકારી નથી. તે ફક્ત એક આરોપીનું નામ બતાવી શકે છે. આ પછી બધાને પકડવા માટે પોલીસની વિશેષ ટીમો બનાવવામાં આવી છે. સીસીટીવી ફૂટેજ પણ જપ્ત કર્યા છે.

    આ ઘટનામાં ઘણા હાઇપ્રોફાઇલ નામ પણ સામેલ છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. સૂત્રોના મતે આરોપી રાજનીતિક પરિવાર સાથે સંબંધ ધરાવે છે. એક ધારાસભ્યનો પુત્ર પણ આ દરમિયાન ત્યાં હાજર હતો.

    આ પણ વાંચો - મુસેવાલાની હત્યા કેસના શકમંદ બોલેરો કારમાં દેખાયા, નવા CCTV ફૂટેજ આવ્યા સામે

    17 વર્ષની પીડિતા 28 મે ના રોજ એક પાર્ટી પછી પોતાના ઘરે પરત ફરી રહી હતી. તે સમયે હૈદરાબાદ જુબલી હિલ્સ વિસ્તારમાં તેની સાથે સામુહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે પીડિતાના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા એક વીડિયોમાં પીડિતા એક પબની બહાર સંદિગ્ધ આરોપીઓ સાથે ઉભેલી જોવા મળે છે.

    આરોપીઓએ પહેલા પીડિતાને તેમના ઘરે છોડવાની વાત કરી હતી. પછી પાર્કમાં ઉભેલી મર્સિડીઝ કારની અંદર તેની સાથે મારપીટ કરવામાં આવી હતી. ત્યારબાદ વારાફરતી બધાએ તેમની સાથે બળાત્કાર કર્યો હતો. આ દરમિયાન બીજા આરોપી કારની બહાર ચોકી કરતા હતા.

    આ પણ વાંચો - સિદ્ધુ મુસેવાલા વર્લ્ડ ક્લાસ હથિયારનો હતો શોખીન, પોતાની પાસે રાખતો હતો અમેરિકન પિસ્તોલ

    ગેંગરેપના સમાચાર સામે આવ્યા પછી તેલંગાણામાં ખળભળાચ મચી ગયો છે. રાજ્ય સરકારમાં મંત્રી કે.ટી.રામારાવે ગૃહમંત્રી, ડીજીપી અને હૈદરાબાદ શહેરના પોલીસ કમિશ્નરને તાત્કાલિક કાર્યવાહી કરવાની અપીલ કરી છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Hyderabad, Hyderabad Gangrape

    આગામી સમાચાર