હૈદરાબાદ ગેંગરેપ : પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા એક આરોપીના પિતાને કારે ટક્કર મારી

News18 Gujarati
Updated: December 28, 2019, 2:52 PM IST
હૈદરાબાદ ગેંગરેપ : પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા એક આરોપીના પિતાને કારે ટક્કર મારી
એન્કાઉન્ટર ઘટનાસ્થળની ફાઇલ તસવીર.

હૈદરાબાદમાં વેટનરી ડૉક્ટર સાથે ગેંગરેપ બાદ હત્યાના ચારેય આરોપીઓ છઠ્ઠી ડિસેમ્બરના રોજ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા.

  • Share this:
હૈદરાબાદ : તેલંગાણા (Telangana)ની રાજધાની હૈદરાબાદ (Hyderabad)માં વેટનરી મહિલા ડૉક્ટસ સાથે ગેંગરેપ (Hyderabad Gang Rape) બાદ તેને સળગાવી દઈને હત્યા કરનાર ચાર આરોપીઓમાંથી એક આરોપીના પિતાને ગુરુવારે નારાયણપેટ જિલ્લામાં પૂરપાટ જતી કારે ટક્કર મારી દીધી છે. કોમારૈયા (48) ચેન્નાકેશાવુલૂના પિતા છે, જે છઠ્ઠી ડિસેમ્બરના રોજ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે કોમારૈયા પોતાની બાઇક પર રાત્રે 8:10 વાગ્યે ઘરે પરત ફરી રહ્યા હતા. આ સમયે એટ પૂરપાટ કારે તેને ટક્કર મારી દીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક રસ્તા પર દૂર સુધી ઢસડાયું હતું. આ અકસ્માતમાં કોમારૈયાને માથા અને જમણા પગમાં ગંભીર ઈજા પહોંચી છે. દુર્ઘટના ગુડીગંદલા નજીક થઈ હોવાથી રસ્તે જતા લોકોએ કોમારૈયાને તત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હાલત ગંભીર હોવાને કારણે કોમારૈયાને હૈદરાબાદની નિઝામ ઇસ્ટીટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

આ મામલે તપાસમાં જોડાયેલી પોલીસે જણાવ્યું કે જે કારે અકસ્માત સર્જ્યો હતો તેમાં સાત મહિલાઓ સવાર હતી. આ તમામ મહેબૂબનગરથી કર્ણાટકના દેવસુગુરમાં એક મંદિરેથી દર્શન કરીને પરત ફરી રહી હતી. કારને અચન્ના નામનો વ્યક્તિ ચલાવી રહ્યો હતો, જે મહેબૂબનગરના ટંકરા ગામનો સરપંચ છે. આરોપી ડ્રાઇવર વિરુદ્ધ કલમ 337 (બીજાનો જીવ જોખમમાં મૂકવો) અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે.

નોંધનીય છે કે હૈદરાબાદમાં 27મી નવેમ્બરના રોજ એક વેટનરી ડૉક્ટર સાથે ગેંગરેપ કરીને તેની હત્યા કરી નાખવામાં આવી હતી. જે બાદમાં લાશને પેટ્રોલ છાંટીને સળગાવી દેવામાં આવી હતી. પોલીસે આ મામલે ચાર આરોપી મોહમ્મદ આરિફ, નવીન, શિવ અને ચેન્નાકેશાવુલૂની ધરપકડ કરી હતી. કોર્ટે ચારેયને 14 દિવસની જ્યુડિશયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. જે બાદમાં છઠ્ઠી ડિસેમ્બરના રોજ વહેલી સવારે ઘટનાસ્થળ ખાતે ચારેય આરોપીઓ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયા હતા.
First published: December 28, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading