હૈદરાબાદ ગેંગરેપ : આરોપીઓની ધરપકડ દર્શાવતાં પહેલા જ થવા લાગી હતી બીજા વિકલ્પોની ચર્ચા!

પોલીસ ક્રાઇમ સીનનું રિ-ક્રિએશન કરવા આરોપીઓને લઈ ગઈ હતી ત્યારે એન્કાઉન્ટરમાં તેમનાં મોત થયા.

લોકોનો ગુસ્સો શાંત કરવા માટે પોલીસે ત્યારથી જ બીજા વિકલ્પો પર વિચાર કરવાનું શરૂ કરી દીધું હતું. હવે એન્કાઉન્ટરની ઘટના સૌની સામે છે

 • Share this:
  હૈદરાબાદ : તેલંગાના (Telangana)ના પાટનગર હૈદરાબાદ (Hyderabad)માં મહિલા વેટનરી ડૉક્ટર (Veterinary Doctor) સાથે ગેંગરેપ બાદ હત્યા અને પછી લાશને સળગાવી દેવાની ઘટના (Hyderabad Gangrap Murder Case) બાદ લોકો ગુસ્સામાં હતા. લોકો પોલીસની શરૂઆતની કાર્યવાહી પર સવાલ ઊભા કરી રહ્યા હતા. આ ઉપરાંત પીડિતાના પરિવારે પણ આરોપ લગાવ્યો હતો કે પોલીસે એફઆઈઆર નોંધવામાં પણ વિલંબ કર્યો. જેથી પોલીસ વિભાગ પર ખૂબ દબાણ હતું. એવામાં કહેવામાં આવી રહ્યું છે કે લોકોનો ગુસ્સો શાંત કરવા માટે પોલીસે ત્યારથી જ બીજા વિકલ્પો પર વિચાર કરવાનું શરૂ કરી દીધું હતું. હવે એન્કાઉન્ટરની ઘટના બધાની સામે છે.

  એન્કાઉન્ટરનું પ્લાન!

  અંગ્રેજી અખબાર 'ડેક્કન ક્રૉનિકલે' પોતાના એક રિપોર્ટમાં દાવો કર્યો હતો કે ઘટનાના 24 કલાક બાદ પોલીસે બીજા વિકલ્પો વિશે વિચારવાનું શરૂ કરી દીધું હતું. અખબારે આ રિપોર્ટ 30 નવેમ્બરે પ્રકાશિત કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ ઉપરાંત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને લઈ મુખ્યમંત્રી કેસીઆર ઉપર પણ સવાલ ઊભા થઈ રહ્યા હતા. અખબાર મુજબ આરોપીઓની ધરપકડ પહેલા જ પોલીસ કમિશ્નર વી.સી. સજ્જનાર (V. C. Sajjanar)એ આરોપીઓને પાઠ ભણાવવા અંગે ચર્ચા કરી હતી. અખબારે સૂત્રોના હવાલાથી દાવો કર્યો હતો કે સામાન્ય લોકોનો ગુસ્સો શાંત કરવા માટે પોલીસે એન્કાઉન્ટર જેવા મુદ્દે પણ વિચાર કરી રહી છે. મૂળે, 11 વર્ષ પહેલા આંધ્રપ્રદેશના વારંગલમાં પોલીસે એસિડ અટેકના એક કેસમાં આરોપીઓને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા. તે સમયે વી.સી. સજ્જનાર વારંગલમાં એસ.પી. હતા.

  આ પણ વાંચો, હૈદરાબાદ ગેંગરેપ : પોલીસનો દાવો- આરોપીઓએ બંદૂક છીનવીને ફાયરિંગ કર્યું હતું, સેલ્ફ ડિફેન્સમાં એન્કાઉન્ટર કરવું પડ્યું

  2008નું એન્કાઉન્ટર ક્યારે થયું હતું?

  આ ઘટના વર્ષ 2008ની છે. આંધ્ર પ્રદેશના વારંગલમાં ત્રણ આરોપી પોલીસ કસ્ટડીમાં હતા. આ ત્રણેય પર એન્જિનિયરિંગ કૉલેજની બે વિદ્યાર્થિનીઓ પર એસિડ ફેંકવાનો આરોપ હતો. પોલીસ અહીં પણ ઘટનાનો સીન રિ-ક્રિએટ કરવા માંગતી હતી. અહીં આ ત્રણ આરોપી પોલીસવાળા એસિડ ફેંકીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે પોલીસે તેમની પર ફાયરિંગ કરી દીધું. તે સમય ત્યાંના એસપી વી.સી. સજ્જનાર જ હતા.

  આ પણ વાંચો,

  હૈદરાબાદ એન્કાઉન્ટર : પોલીસ કાર્યવાહી પર સવાલ ઉઠ્યા, FIR નોંધવા માંગ
  હૈદરાબાદ એન્કાઉન્ટર સ્થળે પોલીસનું ફુલોથી સ્વાગત, ડીસીપી ઝિંદાબાદના લાગ્યા નારા
  Published by:Mrunal Bhojak
  First published: