હૈદરાબાદ ગેંગરેપ હત્યા : પરિવારે કહ્યું- 100 નંબર ડાયલ કર્યો ત્યારે પોલીસે Aadhaar નંબર માંગ્યો હતો

News18 Gujarati
Updated: December 4, 2019, 7:25 AM IST
હૈદરાબાદ ગેંગરેપ હત્યા : પરિવારે કહ્યું- 100 નંબર ડાયલ કર્યો ત્યારે પોલીસે Aadhaar નંબર માંગ્યો હતો
પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

હૈદરાબાદ ગેંગરેપ અને હત્યા કેસમાં (Hyderabad Gangrape Murder Case)માં પીડિતાના પરિવારે જ્યારે પોલીસને 100 નંબર પર ફરિયાદ કરવા ફોન કર્યો તો પોલીસે આધાર નંબર માંગ્યો હતો.

  • Share this:
નવી દિલ્હી : હૈદરાબાદમા મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ અને હત્યાના કેસના કારણે (Hyderabad Gangrape Murder Case) આખો દેશ ગુસ્સામાં છે. આરોપીઓને ફાંસીના માચડે લટકાવી દેવાની માંગ સાથે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. સંસદમાં પણ તત્કાલ સજા આપવાની માંગ ઉઠી છે. આ સ્થિતીમાં પોલીસની ગંભીર બેદરકારીના નવા નવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે.

પીડિતા પરિવારજનોને જ્યારે તેની બહેન પોલીસ પાસે ગઈ ત્યારે પોલીસે કહ્યું હતું કે જો તમારી બહેને 100 નંબર ડાયલ કર્યો હોત તો તે બચી ગઈ હોત. પીડિતાની બહેને જણાવ્યું કે અમને જ્યારે શોધખોળ કરવા છતાં પણ બહેનની ભાળ ન મળી ત્યારે અમે 100 નંબર પર પોલીસનો સંપર્ક કર્યો હતો. થોડા સમય બાદ એક પોલીસકર્મી સાથે વાત થઈ તો તેમણે ફરિયાદ સાંભળવાના બદલે પહેલાં આધાર નંબર માંગ્યો હતો અને બાદમાં ફરિયાદ લખી હતી.

આ પણ વાંચો :  લગ્નના 20 દિવસમાં જ યુવકે કરી આત્મહત્યા, હાથ ઉપર લખ્યો હતો પ્રેમિકાનો મોબાઈલ નંબર

આરોપીઓને જેલમાં મટન કરી અને ફ્રાઇડ રાઇસનું જમણ

એક તરફ મહિલા ડૉક્ટરને ન્યાય અપાવવા માટે સોશિયલ મીડિયા પર કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે. લોકો ચારેય આરોપીઓને ફાંસીને બદલે ભીડને હવાલે કરવા અને જાહેરમાં જીવતા સળગાવવાની માંગ કરી રહ્યા છે. બીજી તરફ, હૈદરાબાદ પોલીસ આ તમામ આરોપીઓની સરભરા કરી રહી છે. સૂત્રો મુજબ, ચારેય આરોપીઓને જેલમાં પહેલા દિવસે ખાવામાં મટન કરી અને ફ્રાઇડ રાઇસ પીરસવામાં આવ્યા.

આ પણ વાંચો : SPG બિલ રાજ્યસભામાં પાસ, અમિત શાહે કહ્યું - ગાંધી પરિવાર માટે બિલ લાવ્યા નથીપીડિતાની બહેનનો આરોપ

આ મામલામાં પોલીસના વલણ પર સવાલ ઊભા થઈ રહ્યા છે. મહિલા ડૉક્ટરના પરિવાર મુજબ, શરૂઆતમાં પોલીસે રિપોર્ટ લખવામાં ઘણો વિલંબ કર્યો. ન્યૂઝ18 સાથેની વાતચીતમાં પીડિતાની નાની બહેને કહ્યું કે, માતાએ કહ્યું એટલે તેને શોધવા માટે હું ટૉલ પ્લાઝા પર થઈ. પરંતુ તે ત્યાં ન મળી. મેં પોલીસને ફોન કર્યો. ત્યારબાદ પોલીસે સીસીટીવી ફુટેજ જોયા. ટૉલ પ્લાઝા પર પહોંચતા તે જોવા મળી હતી પરંતુ ત્યારબાદના ફુટેજ તેમાં નહોતા. આ દરમિયાન પોલીસે કહ્યું કે, આ તેમના પોલીસ સ્ટેશનનો મામલો નથી, તે વિસ્તાર બીજા પોલીસ સ્ટેશનની હદનો છે. ત્યાં પહોંચતા-પહોંચતા રાતના 3:30 વાગી ગયા હતા. હું ઘરે પાછી આવી અને મારા પપ્પા બે સિપાહીઓ સાથે મારી બહેનને શોધતા રહ્યા. તે પણ નિરાશ થઈને સવારે 5:30 વાગ્યે ઘરે આવી ગયા હતા.
First published: December 3, 2019, 8:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading