હૈદરાબાદ ગેંગરેપ-હત્યા : પોલીસનો દાવો, બે આરોપીએ પહેલા પણ 9 મહિલાઓની દુષ્કર્મ બાદ હત્યા કરી હતી

સાઇબરાબાદ ટૉલ પ્લાઝાની પાસે મહિલા ડૉક્ટરની સળગી ગયેલી લાશ મળી હતી. (ફાઇલ તસવીર)

હૈદરાબાદ એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલા ચાર આરોપી પૈકી બે આરોપી પહેલા પણ 9 મહિલાઓ સાથે દુષ્કર્મ બાદ હત્યા કરી ચૂક્યા હતા

 • Share this:
  હૈદરાબાદ : તેલંગાના (Telangana)ના પાટનગર હૈદરાબાદ (Hyderabad)માં મહિલા વૅટનરી ડૉક્ટર (Veterinary Doctor) સાથે ગેંગરેપ (Gang rape)બાદ હત્યાના મામલામાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. નવા ખુલાસા મુજબ હૈદરાબાદ ગેંગરેપના ચાર આરોપીમાંથી બે પહેલા પણ વધુ 9 મહિલાઓ સાથે દુષ્કર્મ કરી તેમને સળગાવીને મારી ચૂક્યા હતા. હૈદરાબાદ દુષ્કર્મ અને હત્યાની તપાસ કરી રહેલા અધિકારીઓએ દાવો કર્યો છે કે બે આરોપીઓએ કબૂલ્યું હતું કે તેઓએ મહિલા ડૉક્ટરની હત્યા પહેલા પણ 9 મહિલાઓ સાથે દુષ્કર્મ કર્યું હતું અને તેમને સળગાવીને મારી નાખી હતી.

  સાઇબરાબાદ પોલીસ આરોપીઓ પાસેથી મળેલી જાણકારીના આધારે કર્ણાટકમાં તે મહિલાઓની જાણકારી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. નોંધનીય છે કે તેમાંથી કેટલીક ઘટનાઓ તેલંગાના-કર્ણાટકના સરહદી વિસ્તારોમાં થઈ હતી. તપાસ સાથે જોડાયેલા પોલીસ અધિકારીએ જણાવ્યું કે કસ્ટડીમાં લીધા બાદ અમારી ટીમ તેલંગાના અને કર્ણાટક હાઈવે પર મહિલાઓ સાથે દુષ્કર્મ અને સળગાવીને મારવાની ઘટનાઓમાં તેમની ભૂમિકાની તપાસ કરી રહી હતી. તપાસ દરમિયાન બે આરોપીઓએ જણાવ્યું કે તેઓએ પહેલા પણ 9 મહિલાઓ સાથે દુષ્કર્મ કર્યું હતું અને તેમને આગને હવાલે કરી હત્યા કરી હતી. અધિકારીએ જણાવ્યું કે અમારી ટીમ દરેક કેસની તપાસ કરી રહી છે. તેથી અલગ-અલગ સ્થળો પર અમે અનેક તપાસ ટીમો મોકલી છે.

  તેલંગાના પોલીસે દાવો કર્યો કે આરોપી આરિફે 6 મહિલાઓ સાથે દુષ્કર્મ અને તેમની હત્યા કરી હતી. જ્યારે ચેન્નાકેશવવુલૂ ત્રણ મહિલાઓ સાથે દુષ્કર્મ કરીને તેમની હત્યા કરી હતી. તપાસ અધિકારીઓ મુજબ આરોપીઓએ આ તમામ ઘટનાઓને તેલંગાનાના સંગા રેડ્ડી, રંગા રેડ્ડી અને મહબૂબનગર હાઈવે અને કર્ણાટકના સરહદી શહેરોમાં અંજામ આપ્યો હતો.

  આ પણ વાંચો, નિર્ભયા ગેંગરેપનો 'મહત્વનો પુરાવો', જેણે પીડિતાને અપાવ્યો ન્યાય, જાણો તેની સમગ્ર કહાણી

  ફૉરેન્સિક રિપોર્ટમાં પણ થયા હતા મહત્વપૂર્ણ ખુલાસા

  નોંધનીય છે કે પોસ્ટમોર્ટમ ફૉરેન્સિ ટૉક્સિકાલૉજીમાં આ વાતનો ખુલાસો થયો છે કે મહિલા ડૉક્ટરના લિવર ટિશ્યૂઝમાં દારૂના અંશ મળ્યા છે. નોંધનીય છે કે ઘટનાના તરત બાદ પોલીસે કહ્યું હતું કે આરોપીઓએ ડૉક્ટર સાથે દુષ્કર્મ અને બાદમાં હત્યા કરતાં પહેલા બળજબરીથી દારૂ પણ પીવડાવ્યો હતો. હવે પોલીસના આ દાવાઓની પુષ્ટિ થઈ ગઈ છે.  DNA રિપોર્ટથી મહિલા વૅટનરી ડૉક્ટરની થઈ હતી ઓળખ


  ઉલ્લેખનીય છે કે, મહિલા ડૉક્ટરની લાશના હાડકાઓને DNA તપાસમાં મોકલવામાં આવ્યા હતા. રિપોર્ટ મુજબ આ DNA ડૉક્ટરના પરિજનો સાથે મેચ કરી ગયો છે. આ ઉપરાંત પીડિતાના કપડાઓ પરથી સેમિનલ સેમ્પલ લેવામાં આવ્યા હતા. DNA તપાસથી એ વાતની પણ પુષ્ટિ થઈ ગઈ છે કે ઘટનાસ્થળે મળેલા સેમિનલના ડાઘ ચાર આરોપીઓના જ હતા.

  આ પણ વાંચો, હૈદરાબાદ ગેંગરેપ : ડૉક્ટરની બળેલી લાશના DNA રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
  Published by:Mrunal Bhojak
  First published: