હૈદરાબાદ એન્કાઉન્ટર : ઠાર મરાયેલા ચાર આરોપીઓની લાશો 10 દિવસથી હૉસ્પિટલમાં કેમ રાખવામાં આવી છે?

News18 Gujarati
Updated: December 15, 2019, 10:06 AM IST
હૈદરાબાદ એન્કાઉન્ટર : ઠાર મરાયેલા ચાર આરોપીઓની  લાશો 10 દિવસથી હૉસ્પિટલમાં કેમ રાખવામાં આવી છે?
ચાર આરોપીઓનું આ જ સ્થળે એન્કાઉન્ટર થયું હતું. (ફાઇલ તસવીર)

હૈદરાબાદ ગેંગરેપ-હત્યા કેસના ચાર આરોપીઓ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાતા અનેક સવાલો ઊભા થયા હતા

  • Share this:
હૈદરાબાદ : તેલંગાના (Telangana)ના પાટનગર હૈદરાબાદ (Hyderabad)માં મહિલા વેટનરી ડૉક્ટર (Veterinary Doctor) સાથે ગેંગરેપ બાદ હત્યા (Hyderabad Gangrape Murder Case)ના ચાર આરોપીઓ એન્કાઉન્ટરમાં મોત થયા બાદ તેની તપાસ ચાલી રહી છે. એન્કાઉન્ટરમાં ચારેય આરોપીઓના મોત થયા બાદ સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ તપાસ પંચની રચના કરી છે. પરંતુ આ દરમિયાન એન્કાઉન્ટરના 10 દિવસ બાદ પણ ચારેય આરોપીઓની લાશ હૉસ્પિટલમાં રાખવામાં આવી છે. તેમના પરિવારના સભ્યો હજુ સુધી તેમના અગ્નિસંસ્કાર નથી કરી શક્યા. તેમની લાશોને પરિજનોને ક્યારે સોંપવામાં આવશે તેને લઈને હાલ સસ્પેન્સ કાયમ છે.

લાશોને કેમ સોંપવામાં નથી આવી રહી?

ચારેય આરોપીઓના મોત 6 ડિસેમ્બરે પોલીસ એન્કાઉન્ટરમાં થયા હતા. હૈદરાબાદમાં ચારેય આરોપીઓને નેશનલ હાઈવે 44ની પાસે એન્કાઉન્ટર દરમિયાન ગોળી મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. આ એ જ હાઈવે હતો જ્યાંથી 27 વર્ષીય ડૉક્ટરની સળગેલી લાશ મળી હતી. આ એન્કાઉન્ટર પર અનેક પ્રકારના સવાલ ઉઠાવવામાં આવ્યા છે. અનેક સંગઠનોએ તેને નકલી કરાર કર્યું. જેથી આંધ્ર પ્રદેશ હાઈકોર્ટે ઘટનાના દિવસે જ ચારેય શબોને 13 ડિસેમ્બર સુધી સંરક્ષિત રાખવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે કહ્યું કે હાલ તેમના અંતિમ આદેશ સુધી લાશોને સુરક્ષિત રાખવામાં આવે. છ મહિનાની અંદર સુપ્રીમ કોર્ટમાં તપાસનો રિપોર્ટ સોંપવામાં આવશે.

આ પણ વાંચો, હૈદરાબાદ ગેંગરેપ : ડૉક્ટરની બળેલી લાશના DNA રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

લાશોની થઈ રહી છે તપાસ

મૂળે, સુપ્રીમ કોર્ટની બેન્ચને જણાવવામાં આવ્યું કે એક વિશેષ તપાસ ટીમ ચાર લોકોના ઠાર મારવાના મામલાની તપાસ કરી રહી છે. તપાસ ટીમ લાશોને જોઈને એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું પોલીસે પોતાના બચાવમાં તેમની પર ગોળીઓ ચલાવી કે પછી જાણી જોઈને તેમને મારવામાં આવ્યા. તેલંગાના પોલીસે કહ્યું હતું કે 6 ડિસેમ્બરે પોલીસની સાથે એન્કાઉન્ટરમાં ચારેયના મોત થયા હતા. આ ચારેયના મોત બાદ એફઆઈઆર પણ નોંધવામાં આવી છે.આવી રીતે થયું હતું એન્કાઉન્ટર

આ ઘટના સવારે સાડા ત્રણ વાગ્યાની છે. રિમાન્ડ દરમિયાન પોલીસ ચારેય આરોપીઓને ઘટનાસ્થળે લઈ ગઈ. પોલીસ સમગ્ર ઘટનાને આરોપીઓની નજરથી સમવા માંગી રહી હતી. પોલીસે જણાવ્યું કે આ દરમિયાન આ ચારેયે પોલીસના હથિયાર છીનવીને તેમની પર ફાયરિંગ શરૂ કરી દીધું. એવામાં પોલીસની વળતી કાર્યવાહી કરતાં ચારેય આરોપી ઠાર મરાયા. બાદમાં આ ચારેયની લાશોને સરકારી હૉસ્પિટલમાં મોકલી દેવામાં આવી.

આ પણ વાંચો, હૈદરાબાદ એન્કાઉન્ટર : સુપ્રીમ કોર્ટે 3 સભ્યોના તપાસ પંચની રચના કરી
First published: December 15, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading