હૈદરાબાદ ગેંગરેપ : મુખ્ય આરોપીનો ખુલાસો, જ્યારે ડૉક્ટરને સળગાવી ત્યારે તે જીવતી હતી

News18 Gujarati
Updated: December 5, 2019, 3:01 PM IST
હૈદરાબાદ ગેંગરેપ : મુખ્ય આરોપીનો ખુલાસો, જ્યારે ડૉક્ટરને સળગાવી ત્યારે તે જીવતી હતી
મહિલા ડૉક્ટરની લાશ ફ્લાઇઓવરની નીચેની સળગેલી હાલતમાં મળી હતી.

આરોપીએ જણાવ્યું કે, તેમને લાગ્યું હતું કે મહિલા મરી ચૂકી છે પરંતુ જ્યારે તેને આગ ચાંપી તો તે બૂમો પાડવા લાગી

  • Share this:
હૈદરાબાદ : તેલંગાનાના પાટનગર હૈદરાબાદ (Hyderabad)માં મહિલા વેટનરી ડૉક્ટરથી ગેંગરેપ (Gangrape) બાદ હત્યા અને શબને સળગાવી દેવાના મામલામાં કોર્ટ તમામ આરોપીઓને સાત દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. પોલીસ કસ્ટડીમાં આરોપીઓએ આ મામલા સાથે જોડાયેલા અનેક મહત્વપૂર્ણ ખુલાસા કર્યા છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ, ગેંગરેપ અને હત્યાના આ જધન્ય અપરાધના મુખ્ય આરોપીએ જણાવ્યું છે કે જે સમયે ચારેય આરોપી ડૉક્ટરને મરી સમજીને તેને સળગાવી રહ્યા હતા, તે સમયે તે જીવતી હતી.

ટોલી વેલેગૂના અહેવાલ મુજબ, મુખ્ય આરોપી મોહમ્મદ પાશાએ જણાવ્યું કે, ગેંગરેપ બાદ મહિલા ભાગી ન જાય તે માટે તે લોકોએ તેના હાથ-પગ બાંધી દીધા હતા. મુખ્ય આરોપી પાશા મુજબ, તે ચારયે દુષ્કર્મ બાદ પણ પીડિતાને બળજબરીથી દારૂ પીવડાવ્યો. જ્યારે તે બેભાન થઈ ગઈ, ત્યારે તેને ટ્રેકમાં નાખીને પુલની નીચે લઈ ગયા. ત્યારબાદ પુલની નીચે જ પેટ્રોલથી પીડિતાને સળગાવી દીધી.

આરોપીએ જણાવ્યું કે, તેમને લાગ્યું હતું કે મહિલા મરી ચૂકી છે. પરંતુ જ્યારે તેને આગ ચાંપો તો તે બૂમો પાડવા લાગી. આરોપી પાશાએ જણાવ્યું કે, તે લોકો ઘણી વાર સુધી મહિલાને સળગતી જોતા રહ્યા. તેમને લાગ્યું કે પોલીસની પકડમાં આવી જશે, તેથી પીડિતાને મારી નાખી.

આ પણ વાંચો, હૈદરાબાદ ગેંગરેપ-હત્યા કેસ : આ 7 કડીઓને જોડીને પોલીસ આરોપીઓ સુધી પહોંચી

શું છે સમગ્ર મામલો?

ઉલ્લેખનીય છે કે, 29 નવેમ્બરે હૈદરાબાદના સાઇબરાબાદ ટૉલ પ્લાઝાની પાસે એક મહિલાની અડધી સળગેલી લાશ મળી હતી. મહિલાની ઓળખ એક વેટનરી ડૉક્ટર તરીકે થઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ, મહિલાના ગેંગરેપ બાદ હત્યા કરવામાં આવી, પછી લાશે પેટ્રોલથી સળગાવીને ફ્લાઇઑવરની નીચે ફેંકી દેવામાં આવી. આ ક્રૂર કૃત્યમાં સામેલ ચારેય આરોપીઓની ઓળખ મોહમ્મદ પાશા, નવીન, ચિંતાકુંતા કેશાવુલુ અને શિવા તરીકે થઈ છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, આરોપીઓએ ઘટનાને અંજામ આપવા માટે કાવતરા હેઠળ મહિલા ડૉક્ટરની સ્કૂટીનું પંક્ચર કર્યું હતું, જેથી તે મહિલા ડૉક્ટરને પોતાની જાળમાં ફસાવીને ઘટનાને અંજામ આપી શકે.આ પણ વાંચો, દેશમાં મહિલાઓ માટે ચિંતાજનક સ્થિતિ, દર 6 મિનિટમાં છેડતી અને 16 મિનિટમાં દુષ્કર્મની ઘટના

સ્કૂટી રિપેર કરાવવાના બહાને યુવતીને ફસાવી

પોલીસનું કહેવું છે કે, ચારેય આરોપીઓએ મહિલા ડૉક્ટરને ટોલ પ્લાઝા પર સ્કૂટી પાર્ક કરતાં જોઇ હતી. ત્યારે એક આરોપી શિવાએ તેની સ્કૂટીની હવા કાઢી દીધી હતી. જ્યારે મહિલા ડૉક્ટર ફોન પર પોતાની બહેનને ડર લાગી રહ્યો છે તેવું જણાવી રહી હતી ત્યારે આરોપી ચિંતાકુંતા કેશાવુલુ અને શિવા ત્યાં મદદ માટે પહોંચ્યા હતા. શિવા સ્કૂટી રિપેર કરાવવાના બહાને મહિલા ડૉક્ટરને થોડી દૂર લઈ ગયો, જ્યાં બાીક આરોપી તક જોઈને બેઠા હતા. જેવી મહિલા ડૉક્ટર ત્યાં પહોંચી, આરોપીઓએ તેને બંધક બનાવી દીધી હતી.

આ પણ વાંચો, રાજસ્થાન : 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ સ્કૂલ બેલ્ટથી ગળું ટૂંપી હત્યા
First published: December 5, 2019
વધુ વાંચો
अगली ख़बर