હૈદરાબાદ ગેંગરેપ-હત્યા કેસ : ચારેય આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયા

News18 Gujarati
Updated: December 6, 2019, 9:21 AM IST

મહિલા વેટનરી ડૉક્ટર સાથે દુષ્કર્મ કર્યા બાદ જીવતી સળગાવી દેનારા ચારેય આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયા

  • Share this:
હૈદરાબાદ : તેલંગાના (Telangana)ના પાટનગર હૈદરાબાદ (Hyderabad)માં મહિલા વેટનરી ડૉક્ટર સાથે દુષ્કર્મ અને બાદમાં જીવતી સળગાવીને હત્યા (Hyderabad Gangrape Murder Case) કરવાના મામલામાં ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, દુષ્કર્મ અને હત્યાના ચારેય આરોપી પોલીસ એન્કાઉન્ટર (Telangana Police Encounter)માં ઠાર મરાયા છે. નોંધનીય છે કે, પોલીસે જધન્ય ઘટનાના 48 કલાકની અંદર જ ચારેય આરોપીઓની ધરપકડ કરી હતી અને તેમની પર ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો.

મળતી માહિતી મુજબ, તમામ આરોપી ભાગવાના પ્રયાસમાં હતા ત્યારે પોલીસ તેમની પર ગોળી ચલાવી દીધી. મળતી માહિતી મુજબ આ ઘટના NH 44 પર થઈ છે.

મળતા અહેવાલો મુજબ, હૈદરાબાદ ગેંગરેપના ચારેય આરોપી માર્યા ગયા છે. તેલંગાના પોલીસે ચારેય આરોપીઓનું એન્કાઉન્ટર કરી દીધું છે. મળતી માહિતી મુજબ, પોલીસ આ ચારેય આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ રહી હતી, જ્યાંથી આ ચારેય આરોપીઓને ભાગવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ પોલીસે ચારેય આરોપીઓનું એન્કાઉન્ટર કરી દીધું.
આ પણ વાંચો, હૈદરાબાદ ગેંગરેપ-હત્યા કેસ : આરોપીની માતાએ કહ્યું- મારા દીકરાને પણ જીવતો સળગાવી દો

શું છે સમગ્ર મામલો?

ઉલ્લેખનીય છે કે, 29 નવેમ્બરે હૈદરાબાદના સાઇબરાબાદ ટૉલ પ્લાઝાની પાસે એક મહિલાની અડધી સળગેલી લાશ મળી હતી. મહિલાની ઓળખ એક વેટનરી ડૉક્ટર તરીકે થઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ, મહિલાના ગેંગરેપ બાદ હત્યા કરવામાં આવી, પછી લાશે પેટ્રોલથી સળગાવીને ફ્લાઇઑવરની નીચે ફેંકી દેવામાં આવી. આ ક્રૂર કૃત્યમાં સામેલ ચારેય આરોપીઓની ઓળખ મોહમ્મદ પાશા, નવીન, ચિંતાકુંતા કેશાવુલુ અને શિવા તરીકે થઈ છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, આરોપીઓએ ઘટનાને અંજામ આપવા માટે કાવતરા હેઠળ મહિલા ડૉક્ટરની સ્કૂટીનું પંક્ચર કર્યું હતું, જેથી તે મહિલા ડૉક્ટરને પોતાની જાળમાં ફસાવીને ઘટનાને અંજામ આપી શકે.

આ પણ વાંચો, હૈદરાબાદ ગેંગરેપ-હત્યા કેસ : આ 7 કડીઓને જોડીને પોલીસ આરોપીઓ સુધી પહોંચી હતી

સ્કૂટી રિપેર કરાવવાના બહાને યુવતીને ફસાવી

પોલીસનું કહેવું છે કે, ચારેય આરોપીઓએ મહિલા ડૉક્ટરને ટોલ પ્લાઝા પર સ્કૂટી પાર્ક કરતાં જોઇ હતી. ત્યારે એક આરોપી શિવાએ તેની સ્કૂટીની હવા કાઢી દીધી હતી. જ્યારે મહિલા ડૉક્ટર ફોન પર પોતાની બહેનને ડર લાગી રહ્યો છે તેવું જણાવી રહી હતી ત્યારે આરોપી ચિંતાકુંતા કેશાવુલુ અને શિવા ત્યાં મદદ માટે પહોંચ્યા હતા. શિવા સ્કૂટી રિપેર કરાવવાના બહાને મહિલા ડૉક્ટરને થોડી દૂર લઈ ગયો, જ્યાં બાીક આરોપી તક જોઈને બેઠા હતા. જેવી મહિલા ડૉક્ટર ત્યાં પહોંચી, આરોપીઓએ તેને બંધક બનાવી દીધી હતી.

આ પણ વાંચો, હૈદરાબાદ ગેંગરેપ : મુખ્ય આરોપીનો ખુલાસો, જ્યારે ડૉક્ટરને સળગાવી ત્યારે તે જીવતી હતી
First published: December 6, 2019, 7:46 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading