હૈદરાબાદ ગેંગરેપ : ડૉક્ટરની બળેલી લાશના DNA રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

News18 Gujarati
Updated: December 13, 2019, 11:45 AM IST
હૈદરાબાદ ગેંગરેપ : ડૉક્ટરની બળેલી લાશના DNA રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
મહિલા ડૉક્ટરની લાશ ફ્લાઇઓવરની નીચેની સળગેલી હાલતમાં મળી હતી. (ફાઇલ તસવીર)

મહિલા વેટનરી ડૉકટરના કપડા પર જોવા મળેલા સેમિનલના ડાઘથી થયો મોટો ખુલાસો

  • Share this:
હૈદરાબાદ : તેલંગાના (Telangana)ના પાટનગર હૈદરાબાદ (Hyderabad)માં મહિલા વેટનરી ડૉક્ટર (Veterinary Doctor) સાથે ગેંગરેપ બાદ હત્યા અને પછી લાશને સળગાવી દેવાની ઘટનાએ દેશને હલાવીને રાખી દીધું છે. ઘટનાએ 9 દિવસની અંદર જ ચારેય આરોપીઓનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું છે. અનેક લોકો આ એન્કાઉન્ટર પર સવાલ ઉઠાવી રહ્યા છે. હવે આ મામલામાં મહિલા ડૉક્ટરની સળગેલી લાશનો DNA રિપોર્ટ આવ્યો છે. રિપોર્ટ મુજબ આ DNA ડૉક્ટરના પરિજનો સાથે મૅચ કરી રહ્યો છે.

DNA રિપોર્ટમાં શું ખુલાસા થયા છે?

અંગ્રેજી અખબાર 'ધ ટાઇમ્સ ઑફ ઈન્ડિયા'ના અહેવાલ મુજબ, ગુરુવારે મહિલા વેટનરી ડૉક્ટરનો DNA રિપોર્ટ આવી ગયો. રિપોર્ટ આવ્યા બાદ એ પુરવાર થઈ ગયું છે કે સળગેલી લાશ મહિલા ડૉક્ટરની જ હતી અને તેના પરિજનો સાથે DNA મૅચ થાય છે. DNA તપાસથી એ વાતની પણ પુષ્ટિ થઈ ગઈ છે કે ઘટનાસ્થળે મળી આવેલી સેમિનલના ડાઘ (Seminal Stains) ચાર આરોપીઓના જ હતા. મહિલા ડૉક્ટરની લાશના હાડકાઓને DNA તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. આ ઉપરાંત પીડિતાના કપડા પરથી સેમિનલ સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તપાસ અધિકારીઓ વધુ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે.

તે રાત્રે શું થયું હતું?

હૈદરાબાદના સાઇબરાબાદ ટૉલ પ્લાઝાની પાસે એક મહિલાની અડધી સળગેલી લાશ મળી હતી. મહિલાની ઓળખ એક વેટનરી ડૉક્ટર તરીકે થઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ, મહિલાની ગેંગરેપ બાદ હત્યા કરવામાં આવી હતી, બાદમાં લાશને પેટ્રોલ છાંટીને સળગાવીને ફ્લાઇઓવરની નીચે ફેંદી દીધી હતી. ઘટનામાં સામેલ ચારેય આરોપીઓની ઓળખ મોહમ્મદ પાશા, નવીન, ચિંતાકુંતા કેશાવુલુ અને શિવા તરીકે થઈ હતી.

આવી રીતે એન્કાઉન્ટર થયુંતેલંગાના પોલીસે કહ્યું કે બે આરોપીઓએ હથિયાર છીનવી લીધા બાદ પોલીસ પર ફાયરિંગ કર્યું, ત્યારબાદ પોલીસે જવાબી કાર્યવાહી કરતાં ફાયરિંગ કર્યું. સાઇબરાબાદ પોલીસ કમિશ્નર સજ્જનારે જણાવ્યું કે આરોપીઓ પૈકી એક મોહમ્મદ આરિફે સૌથી પહેલા ગોળી ચલાવી. ત્યારબાદ પોલીસને ફાયરિંગ કરવું પડ્યું અને ચારેય આરોપી એન્કાઉન્ટરમાં ઠાર મરાયા.

આ પણ વાંચો, હૈદરાબાદ ગેંગેરપ-હત્યામાં સામે આવ્યા નવા CCTV ફુટેજ, તેના આધારે પોલીસે ઉકેલ્યો હતો કેસ

સુપ્રીમે આપ્યા તપાસના આદેશ

સુપ્રીમ કોર્ટે હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ-હત્યા બાદ થયેલા ચાર આરોપીઓના પોલીસ એન્કાઉન્ટર મામલે ત્રણ સભ્યના ન્યાયિક તપાસ પંચની રચના કરી છે. સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ વી.એસ. સિરપુરકર તેના પ્રમુખ હશે. બૉમ્બે હાઇકોર્ટના પૂર્વ જજ રેખા બાલદોતા અને પૂર્વ સીબીઆઈ ડાયરેક્ટર કાર્તિકેન પણ આ પંચના સભ્ય બનાવવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે પંચને પોતાનો રિપોર્ટ 6 મહિનાામાં આપવા માટે કહ્યું છે.

આ પણ વાંચો, હૈદરાબાદ એન્કાઉન્ટર : સુપ્રીમ કોર્ટે 3 સભ્યોના તપાસ પંચની રચના કરી
First published: December 13, 2019, 11:39 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading