હૈદરાબાદ ગેંગરેપ : પોલીસનો દાવો- આરોપીઓએ બંદૂક છીનવીને ફાયરિંગ કર્યું હતું, સેલ્ફ ડિફેન્સમાં એન્કાઉન્ટર કરવું પડ્યું

News18 Gujarati
Updated: December 6, 2019, 1:04 PM IST
હૈદરાબાદ ગેંગરેપ : પોલીસનો દાવો- આરોપીઓએ બંદૂક છીનવીને ફાયરિંગ કર્યું હતું, સેલ્ફ ડિફેન્સમાં એન્કાઉન્ટર કરવું પડ્યું
મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા કરનારા ચારેય આરોપીઓ એન્કાઉન્ટરમાં ઠાર મરાયા.

મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા કરનારા ચારેય આરોપીઓનું એન્કાઉન્ટર થતાં તેની સામે સવાલો પણ ઊભા થઈ રહ્યા છે

  • Share this:
નવી દિલ્હી : તેલંગાના (Telangana)ના પાટનગર હૈદરાબાદ (Hyderabad)માં મહિલા વેટનરી ડૉક્ટર સાથે ગેંગરેપ (Gangrape) બાદ હત્યા અને શબ સળગાવી દેવાના મામલાના ચારેય આરોપીઓ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયા છે. હવે સવાલ એ ઊભો થાય છે કે એવું તો શું થયું કે પોલીસને તમામ આરોપીઓ ઉપર ગોળી ચલાવવી પડી. આ સવાલનો જવાબ શમશાબાદના ડીસીપી પ્રકાશ રેડ્ડીએ આપ્યો છે.

શમશાબાદના ડીસીપી પ્રકાશ રેડ્ડીએ જણાવ્યું કે, સાઇબરાબાદ પોલીસ આરોપીઓને ક્રાઇમ સીન રિ-ક્રિએટ કરવા માટે લાવી હતી, જેથી ઘટના સાથે જોડાયલી કડીઓને જોડી શકાય. આ દરમિયાન આરોપીઓએ પોલીસથી હથિયાર છીનવી લીધું અને પોલીસ ટીમ પર ફાયરિંગ કરી દીધું. પોલીસે આત્મરક્ષામાં ગોળી ચલાવી જેમાં આરોપીઓના મોત થઈ ગયા.

આ પણ વાંચો, હૈદરાબાદ ગેંગરેપ : આ પોલીસ ઑફિસરે એન્કાઉન્ટરને આપ્યો અંજામઆ પહેલા સાઇબરાબાદ પોલીસ કમિશ્નર વીસી સજ્જનારે જણાવ્યું કે, આરોપી મોહમ્મદ આરિફ, નવીન, શિવા અને ચેન્નાકેશાવુલૂ શાદનગરથી ચટનપલ્લીમાં પોલીસ એન્કાઉન્ટરમાં શુક્રવાર સવારે માર્યા ગયા. તેઓએ જણાવ્યું કે આ સમગ્ર ઘટના ત્રણ વાગ્યાથી છ વાગ્યાની વચ્ચે થઈ. મળતી માહિતી મુજબ ચારેય આરોપીઓને સાત દિવસના પોલીસ રિમાન્ડ પર લેવામાં આવ્યા હતા. પોલીસ શુક્રવારની સવારે આરોપીઓને તે જ ફ્લાઇઓવરની નીચે લઈ ગઈ જ્યાં આ લોકોએ પીડિતાની ગેંગરેપ બાદ હત્યા કરી દીધી હતી. હત્યા બાદ આ તમામે ડૉક્ટરને સળગાવી દીધી હતી.

આ પણ વાંચો, હૈદરાબાદ એન્કાઉન્ટર : પોલીસ કાર્યવાહી પર સવાલ ઉઠ્યા, FIR નોંધવા માંગ

પોલીસે જણાવ્યું કે, તેઓ ક્રાઇમ સીન રિ-ક્રિએટ કરવા માંગતા હતા, જેનાથી આ ઘટના સાથે જોડાયેલી દરેક જાણકારી મળી શકે. આરોપીઓને જ્યારે ઘટનાસ્થળે લઈ જવાયા તો તેઓએ પોલીસની બંદૂક છીનવી લીધી અને ધુમ્મસનો ફાયદો ઉઠાવીને ભાગવાનો પ્રયાસ કર્યો. મળતી માહિતી મુજબ, આ દરમિયાન આરોપીઓએ પોલીસ પર ફાયરિંગ પણ કર્યું. ત્યારબાદ પોલીસને પણ ફાયરિંગ કરવું પડ્યું. બંને તરફથી થયેલા ફાયરિંગમાં ચારેય આરોપીઓના મોત થયા.

આ પણ વાંચો, હૈદરાબાદ એન્કાઉન્ટર સ્થળે પોલીસનું ફુલોથી સ્વાગત, ડીસીપી ઝિંદાબાદના લાગ્યા નારા
First published: December 6, 2019, 1:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading