હૈદરાબાદ ગેંગરેપ-હત્યા કેસ : આરોપીઓએ હેવાનિયતની તમામ હદો પાર કરી હોવાનો ફૉરેન્સિક રિપોર્ટમાં ખુલાસો

હૈદરાબાદ ગેંગરેપ-હત્યા કેસ : આરોપીઓએ હેવાનિયતની તમામ હદો પાર કરી હોવાનો ફૉરેન્સિક રિપોર્ટમાં ખુલાસો
આરોપીઓએ આ જગ્યાએ પીડિતાને સળગાવી હતી.

હૈદરાબાદ ગેંગરેપ અને હત્યા કેસમાં દરરોજ નવાં નવાં ખુલાસા થઈ રહ્યા છે. મહિલા વેટનરી ડૉક્ટરના DNA રિપોર્ટ બાદ હવે ફૉરેન્સિક રિપોર્ટમાં નવો ખુલાસો થયો છે.

 • Share this:
  હૈદરાબાદ : તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં મહિલા વેટનરી ડૉક્ટર (Veterinary Doctor) સાથે ગેંગરેપ અને હત્યાના કેસમાં દરરોજ નવાં નવાં ખુલાસો થઈ રહ્યા છે. મહિલા ડૉક્ટરના DNA ટેસ્ટ બાદ હવે ફૉરેન્સિક તપાસમાં નવો ખુલાસો થયો છે. હવે એ વાતની પુષ્ટિ થઈ છે કે ડૉક્ટરને મારતા પહેલા આરોપીઓએ તેને બળજબરીથી દારૂ પીવડાવ્યો હતો.

  ફૉરેન્સિક રિપોર્ટમાં ખુલાસો  અંગ્રેજી વર્તમાનપત્ર ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના જણાવ્યા પ્રમાણે પોસ્ટમૉર્ટમ ફૉરેન્સિક ટૅક્સિકોલૉજીમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે મહિલા ડૉક્ટરના લિવર ટિશ્યૂમાં આલ્કોહોલના અંશ મળ્યાં છે. નોંધનીય છે કે ઘટના બાદ પોલીસ કહ્યું હતું કે આરોપીઓએ ડૉક્ટર સાથે રેપ અને તેની હત્યા કરતા પહેલા તેને બળજબરીથી દારૂ પીવડાવ્યો હતો. ફૉરેન્સિક રિપોર્ટના આધારે હવે આ દાવાની પુષ્ટિ થઈ ગઈ છે.

  આ પણ વાંચો : હૈદરાબાદમાં બળાત્કારની વધુ એક ઘટના, ઑટો ડ્રાઇવરે ભૂલી પડેલી યુવતી પર દુષ્કર્મ આચર્યું

  DNA રિપોર્ટમાં શું ખુલાસા થયા છે?

  અંગ્રેજી અખબાર 'ધ ટાઇમ્સ ઑફ ઈન્ડિયા'ના અહેવાલ મુજબ, ગુરુવારે મહિલા વેટનરી ડૉક્ટરનો DNA રિપોર્ટ આવી ગયો. રિપોર્ટ આવ્યા બાદ એ પુરવાર થઈ ગયું છે કે સળગેલી લાશ મહિલા ડૉક્ટરની જ હતી અને તેના પરિજનો સાથે DNA મૅચ થાય છે. DNA તપાસથી એ વાતની પણ પુષ્ટિ થઈ ગઈ છે કે ઘટનાસ્થળે મળી આવેલી સેમિનલના ડાઘ (Seminal Stains) ચાર આરોપીઓના જ હતા. મહિલા ડૉક્ટરની લાશના હાડકાઓને DNA તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. આ ઉપરાંત પીડિતાના કપડા પરથી સેમિનલ સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તપાસ અધિકારીઓ વધુ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે.

  આ પણ વાંચો : રાહુલે 'રૅપ' વિશે એવું તો શું કહ્યુ કે લોકસભામાં મહિલા સાંસદોએ કર્યો હોબાળો

  સુપ્રીમે આપ્યા તપાસના આદેશ

  સુપ્રીમ કોર્ટે હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ-હત્યા બાદ થયેલા ચાર આરોપીઓના પોલીસ એન્કાઉન્ટર મામલે ત્રણ સભ્યના ન્યાયિક તપાસ પંચની રચના કરી છે. સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ વી.એસ. સિરપુરકર તેના પ્રમુખ હશે. બૉમ્બે હાઇકોર્ટના પૂર્વ જજ રેખા બાલદોતા અને પૂર્વ સીબીઆઈ ડાયરેક્ટર કાર્તિકેન પણ આ પંચના સભ્ય બનાવવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે પંચને પોતાનો રિપોર્ટ 6 મહિનાામાં આપવા માટે કહ્યું છે.
  Published by:News18 Gujarati
  First published:December 14, 2019, 11:42 am

  ટૉપ ન્યૂઝ