Home /News /national-international /ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની બેઠકમાં બદલાઈ શકે છે નિકાહનામું

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની બેઠકમાં બદલાઈ શકે છે નિકાહનામું

    ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની ત્રણ દિવસીય બેઠક આજથી હૈદરાબાદમાં શરૂ થશે. આ બેઠકમાં કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે. સૂત્રો પ્રમાણે બેઠકમાં પર્સનલ લો બોર્ડના મોડલ નિકાહનામામાં સંશોધન કરવાની વાત જાણવા મળી છે.

    બેઠકમાં દરેક કાજીઓને જણાવવામાં આવશે કે નિકાહ વાંચતી વખતે નિકાહનામામાં એ પોઈન્ટ પણ સામેલ કરે કે પતિ અને પત્ની બંન્ને ત્રિપલ તલાક ઈન વન સિટીંગનો ઉપયોગ નહીં કરે.

    સુપ્રીમ કોર્ટના નિર્ણય પર અમલ થશે
    મૌલાના ખાલિદ રાશીદ ફિરંગી મહલીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટ દ્વારા કરાયેલ આ નિર્ણય પર અમલ કરવામાં આવશે.

    નિકાહનામામાં સંશોધન થવાની શક્યતા
    હૈદરાબાદમાં 9થી 11 ફેબ્રુઆરી સુધી થનારી ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની બેઠકમાં કેટલાક અહમ મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. આ મુદ્દામાં સૌથી મહત્વનો મુદ્દો ત્રિપલ તલાક છે. જણાવવામાં આવે છે કે પર્સનલ લો બોર્ડના મોડલ નિકાનામામાં સંશોધન કરવામાં આવી શકે છે. મૌલાના ખાલિદ રશીદ ફિરંગી લખનવથી હૈદરાબાદમાટે નીકળી ગયા છે. આ દરમિયાન તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટ દ્વારા લેવાયેલ નિર્ણયને અમલમાં મુકવામાં આવશે.

    સરકાર આ બિલને યોગ્ય કરે પછી અપનાવીશું
    ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે ગુરૂવારે કહ્યું કે જો સરકાર બધી જ ખામીઓ દૂર કરી દેશે પછી જ ત્રણ તલાકને પ્રતિબંધિત કરનારા બિલનું સ્વાગત કરીશું. અમે આ બિલના વિરુદ્ધમાં નથી પરંતુ અમે હાલ જેવું છે તેવા જ બિલનો સ્વિકાર નહીં કરીએ.

    કાલે કરાઈ હતી પ્રેસ કોન્ફરન્સ

    પ્રેસ કોન્ફરન્સમાં બોર્ડ તરફથી કહેવામાં આવ્યું હતું  કે જલ્દી જ મહત્વની બેઠક કરવા જઈ રહ્યાં છે. જેમા ત્રણ તલાક બિલ પર ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં આ બિલની સ્થિતિ,યોજના અને આગળની સંભાવનાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ દરમિયાન મુસ્લિમ પર્સનલ લોના જેટલા પણ મામલા ન્યાયાલયોમાં હશે તે પણ શામેલ થઈ જશે. બેઠક દરમિયાન બોર્ડના પ્રવક્તા નૌમાનીએ કહ્યું કે ભારતની નાગરિકતા પર મને શરમ આવી રહી છે. ટ્રિપલ તલાક કાનૂનની આત્મા જ યોગ્ય નથી. જો અત્યારની ખામીઓને દૂર કરવામાં આવે તો આ કાનૂન અમને સ્વીકાર છે. આ વિષય પર તેમનો દાવો છે કે ઘણાં સમય પહેલા તેમણે પીએમ મોદીને પત્ર લખ્યો હતો પરંતુ અત્યાર સુધી તેમની તરફથી કોઈ જવાબ આવ્યો નથી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Amendment, Triple talaq bill

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन