હૈદરાબાદઃ એરપોર્ટ ઉપર મહિલા ઝડપાઈ, અડરવેરમાં સંતાડ્યું હતું 548 ગ્રામ સોનું

હૈદરાબાદઃ એરપોર્ટ ઉપર મહિલા ઝડપાઈ, અડરવેરમાં સંતાડ્યું હતું 548 ગ્રામ સોનું
પ્રતિકાત્મક તસવીર

શમસાબાદ એરપોર્ટ ઉપર શારજાહની એક મહિલા એર અરબી ફ્લાઈલ જી. 9458માં શુક્રવારે શમસાબાદ એરપોર્ટ ઉપર આવી હતી. કસ્ટમના અધિકારીઓને મહિલા શંકાસ્પદ જણાતા તેની તપાસ કરવામાં આવી હતી.

 • Share this:
  હૈદરાબાદઃ દેશમાં સોનાનો ઉપયોગ અને લોકો સોનું (Gold) ખરીદવું વધારે પસંદ કરે છે ત્યારે સોનાની માંગમાં પણ વધારો થયો જાય છે. ત્યારે સોનાની દાણચોરીના (Gold Smuggling) અનેક કિસ્સો એરપોર્ટ ઉપરથી પકડાતા હોય છે. લોકો અવનવી રીતે સોનાની દાણચોરી કરતા ઝડપાતા હોય છે ત્યારે શમસાબાદ એરપોર્ટ (Shamsabad Airport) ઉપર એક મહિલા ઝડપાઈ (woman caught) હતી. જેણે અડરવેરમાં (Underwear) સોનું સંતાડ્યું હતું.

  મળતી માહિતી પ્રમાણે તાજેતરમાં શમસાબાદ એરપોર્ટ ઉપર શારજાહની એક મહિલા એર અરબી ફ્લાઈટ જી. 9458માં શુક્રવારે શમસાબાદ એરપોર્ટ ઉપર આવી હતી. કસ્ટમના અધિકારીઓને મહિલા શંકાસ્પદ જણાતા તેની તપાસ કરવામાં આવી હતી.  અધિકારીઓને મહિલાની અંગ જડતી લેતા તેના અંડરવેરમાં સંતાડેલું 548 ગ્રામ પેસ્ટના રૂપમાં સોનું ઝડપાયું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે મહિલા પાસેથી આશરે 25 લાખ રૂપિયાની કિંમતનું સોનું કબજે લીધું છે. અધિકારીઓએ આ સોનુ ક્યાં સપ્લાય કરવાનું હતું એ અંગે વધુ જાણકારી એકઠી કરે છે.

  આ પણ વાંચોઃ-કચ્છઃ ગુજસીટોકના આરોપી નિખિલ દોંગાને પોલીસે ફરી દબોચી લીધો, 4 અધિકારી અને કર્મચારી સસ્પેન્ડ

  આ પણ વાંચોઃ-કચ્છઃ ગુજસીટોકના આરોપી નિખિલ દોંગાને પોલીસે ફરી દબોચી લીધો, 4 અધિકારી અને કર્મચારી સસ્પેન્ડ

  આ પણ વાંચોઃ-સુરેન્દ્રનગરઃ માતાએ પ્રેમી સાથે મળીને સગીર પુત્રીની કરી હતી હત્યા, કોર્ટે બંનેને ફટકારી ફાંસીની સજા, શું હતી આખી ઘટના?

  આ પણ વાંચોઃ-રાજકોટઃ વ્યાજના વિષ ચક્રમાં યુવક જબરો ફસાયો, મમ્મીના 20 તોલા દાગીના સામે 10 ટકા વ્યાજે લીધા પૈસા

  મહિલાને કસ્ટડીમાં લઈને વધુ તપાસ હાથધરી છે. અન્ય એક ઘટનામાં અધિકારીઓએ મુસાફરોને મુસાફરી કરતા મુસાફરોને પકડ્યો હતો. સીઆઈએસએફના અધિકારીઓ શામજાબાદ એરપોર્ટથી શારજાહ જતાં એક મુસાફરની તલાશ કરી હતી. તેની પાસેથી રૂ. 8.4 લાખની કિંમતનું વિદેશી ચલણ જપ્ત કર્યું છે. આ બનાવ સંદર્ભે કેસ નોંધવામાં આવ્યો છે.  આ ઉપરાંત ત્રણ દિવસ પહેલા શમસાબાદ એરપોર્ટ પર રૂ 15 લાખ કરોડનું સોનું ઝડપાયું હતું. દુબઇથી શમસાબાદ એરપોર્ટ પર આવતા એક મુસાફરને કસ્ટમ અધિકારીઓએ કોઈને શંકા કર્યા વગર મિક્સર ગ્રાઇન્ડરમાં કટીંગ મશીનમાં સોનાની દાણચોરી કરતા પકડ્યો હતો. કસ્ટમના અધિકારીઓએ લગભગ 2.5 કિલો સોનું જપ્ત કર્યું છે.
  Published by:ankit patel
  First published:April 03, 2021, 17:19 pm

  ટૉપ ન્યૂઝ