પત્નીને ફોન આવ્યો કે 'તારા પતિની હત્યા કરી લાશ ફેંકી દીધી છે', બે દિવસ બાદ રસ્તા પાસે મળી પતિની લાશ

પ્રતિકાત્મક તસવીર

આરોપીઓએ કહ્યું હતું કે તેના પતિની હત્યા કરીને લાશને ફેંકી દીધી છે. ફોન ઉપર આ પ્રકારની ધમકી મળ્યા બાદ પરિવાજનો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

 • Share this:
  બેગુસરાયઃ બિહારના (Bihar) બેગૂસરાયમાં (Begusarai) મહિલાના મોબાઈલ (Mobile phone)ઉપર એક ફોન આવ્યો હતો. ફોન કરનારે જણાવ્યું કે તેના પતિની હત્યા (husband murder) કરી રહ્યા છીએ. ચાર દિવસથી ગાયબ પતિ અંગે આ પ્રકારની ધમકી મળવાથી મહિલા પરેશાન થવા લાગી હતી. ત્યારબાદ પોલીસને (police) જાણ કરી હતી. પોલીસે તેની વાતને ગંભીરતાથી લીધી નહીં. પરંતુ બે દિવસ બાદ પતિની લાશ જંદાહમાં રસ્તાની બાજુમાં પડેલી મળી હતી. પતિની મોતની ખબર મળ્યા બાદ મહિલાના હોશ ઉડી ગયા હતા. ઘટનાથી આક્રોશિત પરિજનોએ રસ્તો જામ કરીને હંગામો કરવાનું શરું કર્યું હતું. પોલીસે ભારે મુશ્કેલીબાદ લોકોને શાંત કરી શક્યા હતા.

  ચાર નવેમ્બરથી ગાયબ હતા શેઠ ચૌરસિયા
  તેઘડા પોલીસ સ્ટેશનના નગર પંચાયતના વોર્ડ નંબર 16 નિવાસી સેઠ ચૌરસિયા ચાર નવેમ્બરથી ગાયબ હતા. પરિવારજનોએ રજિસ્ટ્રી ઓફિસ નજીકથી કાર સવાર પાંચ બદમાશોએ તેમનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ પાંચ નવેમ્બરે સેઠ ચૌરસિયાની પત્નીના મોબાઈલ ઉપર આરોપીઓએ ફોન કર્યો હતો.

  આરોપીઓએ પત્નીને ફોન કરીને ઘટનાની જાણ કરી
  આરોપીઓએ કહ્યું હતું કે તેના પતિની હત્યા કરીને લાશને ફેંકી દીધી છે. ફોન ઉપર આ પ્રકારની ધમકી મળ્યા બાદ પરિવાજનો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમણે પોલીસને ફોન આવ્યાની જાણકારી આપી હતી. ત્યારબાદ પોલીસે એફઆઈઆર નોંધી હતી. પરંતુ આરોપીઓની ધરપકડ અને સેઠ ચૌરસિયાની શોધખોળ માટે કોઈ પ્રયત્ન કર્યા નહીં.

  આ પણ વાંચોઃ-સપ્તાહમાં Silverમાં રૂ.1500 અને Goldમાં રૂ.1200નો ઉછાળો, Diwali સુધી કેવી રહેશે ચાલ? સોનામાં રોકાણ કરવાની સોનેરી તક

  પરિવારજનોએ એક આરોપીઓને દબોચી લીધો
  પરિવારજનોનો આરોપ છે કે પોલીસ તેમને કહ્યું કે આરોપીઓના જણાવ્યા પ્રમાણેના સ્થળ ઉપર તપાસ કરો. પરિવાજન પટણા પહોંચી ગયા અને કિડનેપ પુત્રની તપાશ શરુ કરી દીધી. જોકે, તેમના કોઈ પુરાવા મળ્યા નહીં. પરંતુ એક આરોપીને તેમણે દબોચી લીધો હતો.

  આ પણ વાંચોઃ-રાજકોટઃ માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! 6 વર્ષના બાળકે રમતા રમતા બેટરીનો સેલ નાકમાં નાંખ્યો, પાંચ મહિને બહાર કઢાયો

  આ પણ વાંચોઃ-Diwali 2020: ચપટી વગાડતા જ ઘરમાંથી ભાગી જશે બધી જ ગરોળીઓ, આ વસ્તુઓ ગરોળીને નથી ગમતી

  સ્થાનિક લોકોના દબાણના કારણે આરોપીઓને છોડવો પડ્યો
  પરિવારજનોએ જણાવ્યું કે આરોપીને પોલીસ સુધી પહોંચાડીએ એ પહેલા સ્થાનિક લોકોના વિરોધના કારણે તેને છોડવો પડ્યો. ત્યારબાદ સાત નવેમ્બરની સાંજે શેઠ ચોરસિયાની લાશ જંદાહામાં રસ્તાની બાજુમાં પડેલી મળી હતી.  પોલીસે વળતર અપાવવાનું આશ્વાસન આપીને મામલો શાંત પાડ્યો
  પોલીસની સુચનાના આધારે પરિવાર ઘટના સ્થળે પહોંચી ગયા. ઘટનાથી આક્રોશિત પરિવરાજનોએ ટ્રાફિક જામ કરીને હંગામો કરવાનું શરું કર્યું હતું. ટ્રાફિક જામ અને હંગામાની સુચના મળ્યા બાદ તેઘરા બીડીઓ સંદીપ પાડ્યેય અને અનેક સ્થાનોની પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. નારાજ લોકોને સમજાવીને શાંત કરી વળતર અપાવવાનું આશ્વાસન આપ્યું હતું અને ટ્રાફિક જામ ખોલ્યો હતો.
  Published by:ankit patel
  First published: