Home /News /national-international /200 કરોડની લોટરી જીતી પણ પત્નીથી છુપાવી રાખી વાત, કહ્યું- ધમંડી ન બને એટલા માટે ન કરી વાત
200 કરોડની લોટરી જીતી પણ પત્નીથી છુપાવી રાખી વાત, કહ્યું- ધમંડી ન બને એટલા માટે ન કરી વાત
પ્રતિકાત્મક ફોટો
એક શખ્સ રાતોરાત અબજોપતિ બની ગયો, તેના ખાતામાં 200 કરોડ રૂપિયાથી વધારેની રકમ જમા થઈ ગઈ. પણ આટલી મોટી રકમ મળ્યા બાદ તેણે પરિવારના કોઈ સભ્યોને આ વાત કહી નહીં.
એક શખ્સ રાતોરાત અબજોપતિ બની ગયો, તેના ખાતામાં 200 કરોડ રૂપિયાથી વધારેની રકમ જમા થઈ ગઈ. પણ આટલી મોટી રકમ મળ્યા બાદ તેણે પરિવારના કોઈ સભ્યોને આ વાત કહી નહીં. શખ્સે પોતાની પત્ની અને બાળકોને પણ આ વાત ન કહી. અબજો રૂપિયાના માલિક બનેલા આ શખ્સે આ વાત છુપાવવા પાછળનું રસપ્રદ કારણ પણ જણાવ્યું છે.
હકીકતમાં જોઈએ તો, શખ્સને લાગ્યું કે, જ્યારે તેના ઘરવાળાઓને આ વાતની ખબર પડશે કે તેણે 2 અબજ રૂપિયાની લોટરી લાગી છે, તો તે ઘમંડી થઈ જશે અને આળસું બની જશે, એટલા માટે અબજોપતિ બનવાની આ વાત પત્ની અને બાળકોને ન બતાવી.
સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ અનુસાર, દક્ષિણી ચીનના ગુઆંગ્શી જુઆંગ પ્રાંતમાં રહેતા આ શખ્સને લોટરીમાં 220 મિલિયન યુઆન એટલે કે, લગભગ 2 અબજ 50 કરોડ રૂપિયા જીત્યા. તેણે 40 લોટરી ખરીદી હતી. જેમાંથી 7 ટિકિટમાં તેને ઈનામ લાગ્યું. દરેક વિજેતા ટિકિટને 5.45 મિલિયન યુઆનની ઈનામ સ્વરુપે આપવામાં આવતું હતું.
કહેવાય છે કે આ શખ્સે 24 ઓક્ટોબરે પોતાની ઈનામી રાશિ ગુઆંગ્શી વેલફેર લોટરી ડિસ્ટ્રીબ્યૂશન સેન્ટરથી લીધી હતી. ઈનામની રકમ મળ્યા બાદ તેેમ ચેરિટી માટે 15 કરોડ રૂપિયા દાન કરી દીધા.
પત્ની અને બાળકોથી શા માટે છુપાવી વાત
ઈનામની રકમ લેવા દરમિયાન શખ્સે એક કાર્ટૂનવાળો પોશાક પહેરી રાખ્યો હતો, જેથી પરિવારના લોકો તેને ઓળખી શકે નહીં. ઈનામ જીત્યા બાદ શખ્સ અત્યંત ખુશ હતો. તેણે કહ્યું હું આ ઉત્સાહને કંટ્રોલ કરવાની કોશિશ કરી રહ્યો હતો. મેં પોતાના પરિવાર અને મિત્રોને આના વિશે બતાવ્યું નહોતું. ત્યાં સુધી કે પત્ની અને બાળકોને પણ નહીં, કારણ કે મને ચિંતા હતી કે ખબર પડશે તો, તે અન્ય લોકો કરતા પોતાની જાતને મહાન સમજવા લાગશે અને ભવિષ્યમાં મહેનત અને અભ્યાસમાં પણ ધ્યાન નહીં આપે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર