ભોપાલ : મધ્ય પ્રદેશના (madhya pradesh)ભોપાલમાં (bhopal)લવ ટ્રાઇંગલમાં (Love Triangle)એક દંપતિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પહેલા પતિએ પત્નીના લફરાથી પરેશાન બનીને ગળે ફાંસો ખાઇ આત્મહત્યા (Suicide)કરી હતી. પતિના મોતના સમાચાર સાંભળી પત્નીએ પણ આગ લગાવી પોતાનો જીવ આપી દીધો છે. આ ઘટના ભોપાલના ટીટી નગર વિસ્તારની છે. અહીંની પીએચઇ કોલોનીમાં રહેતા અક્ષય સોમકુંવર વલ્લભ ભવનમાં લિફ્ટ ઓપરેટર હતા. ગુરુવારે રાત્રે અક્ષયે પોતાના રૂમમાં પત્નીની સાડીથી ફાંસો ખાધો હતો. તેને માતા કુસુમ બાઇએ જ્યારે પુત્રને લટકતો જોયો તો પાડોશીઓની મદદથી જેપી હોસ્પિટલમાં લઇને પહોંચ્યા હતા. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
પતિ પછી પત્નીએ આપ્યો જીવ
શુક્રવારે સવારે અક્ષયના મોતના સમાચાર સાંભળી તેની પત્ની સુધા ઘરે પહોંચી હતી અને પેટ્રોલ છાંટીને પોતે સળગી ગઈ હતી. કોઇ રીતે આગ ઓલવીને પરિવારજનો તેને હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. સુધાએ ચાર વર્ષના પુત્રને પણ આગના હવાલે કર્યો હતો જોકે પરિવારજનોએ બાળકને કોઇ રીતે છોડાવી લીધો હતો.
પતિ અને પત્નીના દર્દનાક અંતની કહાની ઘણી ઉલઝાયેલી છે. અક્ષયના મોટા ભાઈ નીલેશનું કહેવું છે કે એક મિત્ર સાગરે અક્ષય સાથે દગો કર્યો હતો. તેણે અક્ષયની પત્ની સુધાને પ્રેમ જાળમાં ફસાવી હતી. પછી સુધા અક્ષયને છોડીને તેના મિત્ર સાથે તેના ઘરે રહેવા ચાલી ગઈ હતી. સાથે પુત્રને પણ લઇ ગઈ હતી. આ વાતથી અક્ષય ઘણો દુખી હતો.
પોલીસને અક્ષય પાસેથી સુસાઇડ મોટ મળી છે. આ સુસાઇડ નોટમાં તેણે લખ્યું છે કે પત્ની બાળક સાથે મળવા માટે તેણે તેના (સાગર) પગ પણ પકડ્યા હતા. જોકે તેણે પત્ની અને બાળક સાથે મળવા દીધા ન હતા. સાગર બાબાએ મારું જીવન બર્બાદ કરી દીધું છે. હું પત્ની અને સાગર બાબાના કારણે જીવ આપી રહ્યો છું. આ મામલામાં પોલીસે સાગરને લઇને તપાસ શરૂ કરી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર