વિચિત્ર કિસ્સો! પોર્ન ફિલ્મ જોવા માટે મજબૂર કરતો હતો પતિ, પછી પત્નીએ મૂકી એવી શરત કે પતિના ઉડી ગયા હોશ

પ્રતિકાત્મક તસવીરઃ shutterstock

Uttar Pradesh news: પતિ અશ્લિલ ફિલ્મો જોઈને માનસિક અને શારીરિક રૂપથી ત્રાસ આપતો હતો. વિરોધ હોવા છતાં તે ત્રાસ ગુજરાતો હતો. પીડિતાએ કહ્યું કે જો પતિ પોર્ન ફિલ્મો જોવાની આદત છોડશે તો જ પોતાના પતિ સાથે સાસરી જશે.

  • Share this:
    મેરઠઃ સામાન્ય રીતે  પતિ-પત્નીવચ્ચે છાસવારે ઝઘડા (husband wife fight) થવા સામાન્ય બાબત છે. પરંતુ ઉત્તર પ્રદેશના (Uttar pradesh) મેરઠમાં (Meerut) પતિ પત્ની વચ્ચેનો વિવાદ એક વિચિત્ર શરત ઉપર પુરો થયો હતો. વાત જાણે એમ છે કે પહેલા તો પીડિતાએ દહેજ (dowry) માટે ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, પોલીસે કાઉન્સિલિંગ શરુ કરી તો જાણવા મળ્યું કે વિવાદ પોર્ન ફિલ્મ જોવાને લઈને હતો. અને ત્યારબાદ બેડરૂમમાં મોબાઈલ બેન (mobile ban in bedroom) લાગવાના નિયમ બાદ બંને વચ્ચે ઝઘડાનો અંત આવ્યો હતો.

    ઉત્તર પ્રદેશના દૌરાલા વિસ્તારમાં રહેતી 25 વર્ષીય  યુવતીના લગ્ન જુલાઈ 2020માં મેરઠના ઇંચોલી વિસ્તારમાં એક યુવક સાથે થયા હતા. નવવિવાહિતાએ સાસરિયાઓ ઉપર દહેજની માંગણીનો આરોપ લગાવ્યો હતો. યુવતીએ અધિકારીઓને ફરિયાદ કરી હતી કે પતિ તેની સાથે મારપીટ કરે છે અને શારીરિક શોષણ પણ કરે છે.

    ત્યારબાદ આ મામલાને પરિવાર પરામર્શ કેન્દ્ર મોકલવામાં આવ્યો હતો. જ્યાં કાઉન્સિલિંગ સેન્ટરમાં અધિકારીએ અલગ અલગ આરોપો ઉપર દંપતીનું કાઉન્સિલિંગ કર્યું હતું. જેમાં જાણવા મળ્યું હતું કે મામલો દહેજના ત્રાસનો નથી.

    આ પણ વાંચોઃ-પતિએ ક્રૂરતાની હદ વટાવી! અમદાવાદઃ વિદેશમાં બેશીને વીડિયો કોલ ઉપર પત્ની પાસે 'ગંદુ કામ' કરાવી પતિ લેતો વિકૃત આનંદ

    આ પણ વાંચોઃ-સાવધાન! સુરતના પોશ વિસ્તારમાં કામ પહેલા જ દિવસે બે નોકરાણીઓ 20 લાખનો કર્યો હાથફેરો, સીતા-તારા ઝડપાઈ

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ મહિલા આજીજી કરતી રહી અને પૂર્વ પતિએ પત્ની ઉપર ચપ્પાના અસંખ્ય વાર કરી પતાવી દીધી

    મહિલાએ કાઉન્સિંલિંગમાં જણાવ્યું કે લગ્ન બાદથી જ પતિ બેડરૂમમાં મોબાઈલમાં પોર્ન ફિલ્મો જોતો હતો. પીડિતાએ કહ્યું કે પતિ અશ્લિલ ફિલ્મો જોઈને માનસિક અને શારીરિક રૂપથી ત્રાસ આપતો હતો. વિરોધ હોવા છતાં તે ત્રાસ ગુજરાતો હતો. પીડિતાએ કહ્યું કે જો પતિ પોર્ન ફિલ્મો જોવાની આદત છોડશે તો જ પોતાના પતિ સાથે સાસરી જશે.

    આ મામલે પરિણીતાએ પતિની સાથે એક શરત ઉપર સમજૂતી કરી હતી કે પતિ બેડરૂમમાં મોબાઈલ ફોન નહીં જોવે. સાથે જ ઘરમાં મોબાઈલ ઉપર જે પણ વાત કરે તે પત્નીની સામે જ કરે. યુવકે પત્ની તરફથી રાખેલી શરત માની લીધી હતી. પોલીસે યુવક પાસેથી લેખીતમાં નિવેદન લખાવડાવ્યું હતું કે પત્નીએ જે શરત રાખી છે તે મને મંજૂર છે. યુવકે કહ્યું કે હું મોબાઈલમાં પોર્ન ફિલ્મો નહીં જોવું. અને આ અંગે પોતાની પત્ની ઉપર દબાણ નહીં કરું.
    Published by:ankit patel
    First published: