'પતિ મને સહેજ પણ સમય નથી આપતા', તો પતિ બોલ્યો 'રાત્રે બે વાગ્યે ઘરે આવે છે પત્ની'

પ્રતિકાત્મક તસવીર

પતિ પત્નીના લગ્નના 30 વર્ષ થયા છે અને હવે તેઓ એક બીજા ઉપર આરોપો મુક્તા ફેમિલી કોર્ટના પગથિયા ચડ્યા છે. પત્નીએ કહ્યું કે, પતિ મને સહેજ પણ સમય આપતો નથી બાળકો મોટા થયા છે અને તેઓ પોતાની લાઈફમાં વ્યસ્ત છે.

 • Share this:
  મધ્ય પ્રદેશના (Madhya Pradesh) ભોપાલમાં (Bhopal) ફેમિલ કોર્ટમાં (family court) એક કેસ આવ્યો છે. જે અંગે જાણીને તમને નવાઈ લાગશે. પતિ પત્નીના (husband wife) લગ્નના (Marriage) 30 વર્ષ થયા છે અને હવે તેઓ એક બીજા ઉપર આરોપો મુક્તા ફેમિલી કોર્ટના પગથિયા ચડ્યા છે. પત્નીએ કહ્યું કે, પતિ મને સહેજ પણ સમય આપતો નથી બાળકો મોટા થયા છે અને તેઓ પોાતની લાઈફમાં વ્યસ્ત છે. તો પતિએ આરોપ લગાવ્યો કે, તેની પત્ની રાત્રે બે વાગ્યે ઘરે આવે છે. કંઈ પૂછું તો મારી સાથે ઝઘડો કરે છે. આ પ્રકારનું દુઃખથ એલઆઈસી અધિકારીની પત્નીએ ફેમિલી કોર્ટના મુખ્ય જજ આરએન ચંદ સામે કાઉન્સિલિંગ સમયે વ્યક્ત કર્યું હતું.

  આ પણ વાંચોઃ-લક્ષ ચંડી યજ્ઞઃ પતિ વગર જ હવનમાં બેઠી હાર્દિક પટેલની પત્ની કિંજલ

  પત્નીનું કહેવું છે કે, પતિ નોકરો સામે માર મારીને ગાળો બોલે છે. પુત્ર ગુડગાંવમાં નોકરી કરે છે. 16 વર્ષની પુત્રી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે.પતિ દ્વારા સમય ન આપતા મને એકલતા સતાવે છે. એટલા માટે મારું એમની સાથે રહેવું દુશ્વાર થયું છે. જોકે, પતિએ કહ્યું કે હું તેને છૂટાછેડા આપવા માંગતો નથી. જોકે, જજે બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું. પતિ છૂટાછેડા આપવા માટે રાજી થયો ન્હોતો.

  આ પણ વાંચોઃ-સોના અંગે નવી સ્કીમ લાવવાની તૈયારી કરી રહી છે સરકાર, ફટાફટ જાણી લો

  જજ પત્નીને પૂછ્યું આખું શેડ્યુલ
  જજે પત્નીને દિવસભરનું શેડ્યુલ પૂછ્યું, જેમા તેણે જણાવ્યું હતું કે, તે સવારે સાત વાગ્યે વોકિંગ, 8 વાગ્યે યોગા, 10 વાગ્યે ઘર અને સાંજે પાંચ વાગ્યે ડાંસ ક્લાસ, બપોરે સમયે કિટી પાર્ટીમાં જાય છે. પતિએ કહ્યું કે, ક્યારેક ક્યારેક આગરા, દિલ્હી, મુંબઈ પણ સહેલીઓ સાથે પૂછ્યા વગર જતી રહે છે. મેસેજ કરીને ફ્લાઈટનો સમય જણાવે છે. બપોરે 100 મિટર દૂર આવેલા પિયરમાં જ બેશી રહે છે. જજે કહ્યું કે તમે ઘરે રહેતા જ નથી તો પતિ તમારી સાથે મારપીટ ક્યારે કરે છે.

  આ પણ વાંચોઃ-Whatsapp યુઝર્સ સાવધાન! આ વાયરસના કારણે Delet થઈ જશે પ્રાઈવેટ મેસેઝ

  પતિ આપશે 10 હજાર ભરણ-પોષણ
  પતિએ જણાવ્યું કે, તેમની પ્રતિ માસ 44 હજાર રૂપિયા સેલેરી છે. જેમાં તેમના આખા ઘરનો ખર્ચ અને પુત્રીના ભણવાનો ખર્ચ આપે છે. આ ઉપરાંત પત્નીને ભરણ પોષણ જોઈતું હોય તો તે તેને 10,000 રૂપિયા આપી શકશે. પત્નીએ કહ્યું કે, તે યોગા, ડાંસ અને કિટી પાર્ટી જાય છે. તેને ઘરના કામ કરવા માટે મહિને 20,000 જોઈએ છે, પરંતુ 10,000 આપવાનું નક્કી થયું.
  Published by:ankit patel
  First published: