ગુરુગ્રામઃ વેલેન્ટાઈન ડેના (Valentine day) દિવસ પતિ પોતાના પત્ની માટે ગિફ્ટ (gift for wife) લઈને આવ્યો અને થોડા સમય પછી ઘરની બહાર જતો રહ્યો હતો. પરત આવ્યો તો પત્ની ગાયબ હતી. પતિએ તેને શોધી તો તે પોતાના પ્રેમી (wife caught with boyfriend) સાથે પકડાઈ હતી. ગુસ્સામાં આવેલા પતિએ પત્નીનું (husband killed wife) ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. જોકે, આ ઘટનાનો ભેદ ઉકેલાતા પોલીસે પતિની ધરપકડ કરી હતી.
ક્રાઈમ બ્રાન્ચ પોલીસે 14 ફેબ્રુઆરી માત્રે 30 વર્ષીય રુબીની હત્યાના આરોપમાં પતિ સતીશની ધરપકડ કરી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે હત્યાના આરોપીને શંકા હતી કે તેની પત્ની રુબી ફોન કરીને બીજા પુરુષ સાથે વાતચીત કરી રહી હતી. સતીશ શંકા હતી કે પત્ની રુબીનું પરપુરુષ સાથે આડા સંબંધો છે.
આ વાતની શંકા રાખીને સતીશે પત્નીની હત્યા કરી દીધી હતી. ગુરુગ્રામ પોલીસે મૃતક રુબીના ભાઈની ફરિયાદના આધારે કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. અને હત્યાના આરોપી સતીશની ધરપકડ કરીને ખુલાસો કર્યો હતો.
મળતી માહિતી પ્રમાણે સતીશ અને રુબીના લગ્ન 8 વર્ષ પહેલા થયા હતા. લગ્ન બાદ બંનેને બે બાળકો પણ છે પરંતુ બાદમાં શંકાની ત્રિરાડ બંને વચ્ચે વધતી ગઈ હતી. સતીશ 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડેના દિવસે પત્ની માટે ગિફ્ટ લઈને ગરે આવ્યો હતો અને પત્નીને ગિફ્ટ આપી હતી.
ગિફ્ટ આપ્યા બાદ સતીશ કોઈ કામથી ઘરની બહાર જતો રહ્યો હતો. સતીશ ઘરે પરત ફર્યો તો પત્ની રુબી ઘરે ન હતી. જોકે, જ્યાં રુબી હોવાની સંભાવના હતી ત્યાં સતીશ પહોચ્યો હતો.
અને ત્યાં પતિ પત્ની અને વોનું રાજ ખુલ્યું હતું. જ્યાં વિવાદ વધ્યો અને એટલો વધ્યો કે સતીશે પોતાની પત્ની રુબીનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર