રતલામ: મધ્યપ્રદેશમાંથી હ્રદય કંપાવી દેતી ઘટના સામે આવી છે. એક સનકી પતિએ પોતાના બે બાળકો અને પત્નીને કુહાડી મારીને મોતને ઘાટ ઉતારી દીધા છે અને તેમના મૃતદેહને ઘરની આંગણામાં જ દાટી દીધા છે. આ ઘટના શહેરથી 8 કિલોમીટર દૂર આવેલી વિંધ્યવાસિની કોલોનીમાંથી સામે આવી છે. આરોપીની આ બીજી પત્ની હતી. આરોપી રેલવેમાં ગેંગમેન છે અને ઘરના કંકાસને કારણે આરોપીએ ત્રણેયને મોતને ઘાટ ઉતાર્યા છે. આ હત્યાકાંડ બાદ તે પોતાના રોજબરોજના કામે જતો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને મૃતદેહ જપ્ત કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.
પોલીસે જણાવ્યું કે, સ્થાનિકોએ ડીડી નગર પોલીસ સ્ટેશનમાં સૂચના આપી હતી કે, આરોપી સોનૂ તલવાડના ઘરેથી દુર્ગંધ આવી રહી છે. તેમના પરિવારના લોકો દોઢ મહિનાથી દેખાતા નથી. સૂચના મળતા જ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી દીધી હતી. પરિચિતોએ સોનૂ પર આશંકા વ્યક્ત કરી હતી. આરોપીના ઘરના આંગણામાં ખોદકામ કરતા ત્રણ મૃતદેહ મળી આવ્યા હતા. સોનૂએ પોતાની બીજી પત્ની, સાત વર્ષના પુત્ર અને 4 વર્ષની માસૂમ પુત્રીને કુહાડીથી મોતને ઘાટ ઉતારીને આંગણામાં જ દાટી દીધા હતા.
પોલીસે મૃતદેહ જપ્ત કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધાં છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ હત્યાકાંડ બાદ સોનૂને કોઈ જ ફરક પડ્યો નથી, તે રોજની જેમ પોતાનું કામ કરતો હતો. સ્થાનિક અને પરિચિતોને સોનૂ પર શક થઈ ગયો હતો. આ કારણોસર પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે સોનૂની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી દીધી હતી. શરૂઆતમાં આરોપી પોલીસને ગોળ-ગોળ વાતો કરી રહ્યો હતો, ત્યારબાદ કડકાઈથી પૂછપરછ કરવામાં આવતા આરોપી પોતાનો ગુનો કબૂલી દીધો હતો. તેણે જણાવ્યું કે, તેની પત્ની સાથે સતત ઝઘડો થઈ રહ્યો હતો, જેથી તેણે ગુસ્સામાં આવીને પત્ની અને પોતાના બે બાળકોની હત્યા કરી દીધી.
પહેલી પત્નીની હત્યા કરવા માટે પણ તેને શોધી રહ્યો હતો
એસપી અભિષેક તિવારી અને પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, આ મામલાની સઘનતાથી તપાસ કરવામાં આવશે. મૃતદેહનો DNA ટેસ્ટ પણ કરવામાં આવશે. આરોપીએ પોતાના મિત્રની મદદથી મૃતદેહને આંગણામાં દાટી દીધા હતા. પોલીસે આરોપીના મિત્રની પણ ધરપકડ કરી લીધી છે. આરોપી પતિ પહેલી પત્નીની હત્યા કરવા માટેની તક શોધી રહ્યો હતો. પરંતુ તેને તેની પહેલી પત્ની ના મળતા તે તેની હત્યા કરી શક્યો નહોતો.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર