આશ્ચર્યજનક ઘટના! પત્નીની હત્યા કર્યા બાદ ફરાર થયેલા પતિનું માર્ગ અકસ્માતમાં મોત
પ્રતિકાત્મક તસવીર
રાત્રે બંને વચ્ચે કંઈક એવી બાબતે ઝઘડો થયો હતો કે, ગુસ્સામાં પતિએ પત્ની વર્ષાની હત્યા કરી દીધી હતી. પોલીસના ડરથી તે પોતાની કાર લઈ ભાગવાનો પ્રયાસ કર્યો પણ તેની કારને અકસ્માત થયો
ચંદીગઢ : પત્નીની હત્યા કર્યા બાદ ભાગી ગયેલા પતિની પોલીસ ધરપકડ કરે અને કોર્ટ કાર્યવાહી કરે તે પહેલા જ કુદરતની અદાલતે તત્કાલીન મામલો ખતમ કરી દીધો છે. ગુરુવારે આ યુવકે રાત્રે ત્રણ વાગ્યે પત્નીની હત્યા કર્યા બાદ નાસતો ફરતો હતો, ત્યારે રસ્તામાં તેની કારનો એક ટ્રોલી સાથે ગંભીર અકસ્માત સર્જાયો હતો, અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ એક આશ્ચર્યજનક કિસ્સો છે, જેમાં યુવકે એક ઘૃણાસ્પદ ગુનો પણ કર્યો હતો અને થોડા સમય પછી તેને સમાન સજા પણ મળી હતી. પોલીસે બંનેના મૃતદેહને કબજે કરી તપાસ શરૂ કરી છે.
પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, આ ઘટના પંજાબના મોહાલી જિલ્લાના ખરડ એનક્લેવ છે. મૃતક યુવકની ઓળખ નોઇડાના રહેવાસી વારીસ ક્યામુદ્દીન તરીકે થઈ છે, જે લગભગ એક મહિનાથી તેની પત્ની વર્ષા ચૌહાણ સાથે એન્ક્લેવમાં રહેતો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંનેના પ્રેમ લગ્ન હતાં, પરંતુ લાંબા સમયથી તેમની વચ્ચે અણબનાવ રહેતો હતો. તે બંને કોઈને કોઈ વાત પર નિયમિત લડતા રહેતા હતા. ગુરૂવારે પણ મોડી રાત્રે બંને વચ્ચે કંઈક એવી બાબતે ઝઘડો થયો હતો કે, ગુસ્સામાં પતિએ પત્ની વર્ષાની હત્યા કરી દીધી હતી. પોલીસના ડરથી તે પોતાની કાર લઈ ભાગવાનો પ્રયાસ કર્યો પણ તેની કાર સારંગપુર નજીક ટ્રોલી સાથે ટકરાઈ ગઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
પોલીસે સ્થળ પરથી મળેલા દસ્તાવેજોના આધારે મૃતકની ઓળખ કરી હતી. અકસ્માત થયાના સમાચાર મૃતકના સબંધીઓને આપવામાં આવ્યા હતા. મૃતકના સબંધીઓ તેના ઘરે પહોંચ્યા ત્યારે તેની પત્ની બાથરૂમમાં લોહીથી લથબથ હાલતમાં પડી હતી. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી પરંતુ, ડોક્ટરોએ તેને ત્યાં મૃત જાહેર કરી હતી.
સની એન્ક્લેવ પોલીસ ચોકીના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર હર્ષ ગૌતમે માર્ગ અકસ્માતમાં પતિના મૃત્યુ અને તેના દ્વારા હત્યા કરાયેલા પત્નીની હત્યાની પુષ્ટિ કરી હતી. પોલીસને લોહીના ડાઘાવાળા સિલિન્ડર પણ મળી આવ્યા હતા, જેના પરથી મૃતકની આંગળીની છાપ પણ લેવામાં આવી હતી. આ આધારે બંને વિસ્તારની પોલીસે ગુનો નોંધ્યો છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર