મહિનાનો ખર્ચ આપતો ન્હોતો પતિ, પત્નીએ ગળું દબાવીને ઉતાર્યો મોતને ઘાટ, આવી રીતે ફૂટ્યો ભાંડો
મહિનાનો ખર્ચ આપતો ન્હોતો પતિ, પત્નીએ ગળું દબાવીને ઉતાર્યો મોતને ઘાટ, આવી રીતે ફૂટ્યો ભાંડો
મહિલા આરોપીની તસવીર
ઓમપ્રકાશ કુમારની પત્નીએ પોલીસને જણાવ્યું કે તેનો પતિ તેને ઘર ખર્ચ આપી શકતો ન હતો. આ વાતથી તે પરેશાન થઈને પોતાના પતિની ચૂંદડી વડે ગળું દબાવીને હત્યા કરી દીધી હતી.
નવી દિલ્હીઃ દિલ્હીમાં એક મહિલાએ પોતાના પતિનું ગળું (wife killed husband) દબાવીને મોતને ઘાટ ઉતાર્યો હતો. આરોપી મહિલા મહિનાનો ઘરખર્ચ ન મળવાના કારણે ખૂબ જ પરેશાન હતી. આ વાતથી દુઃખી થઈને પોતાની જાતે જ પોતાનો સુહાગ ઉજાડી દીધો હતો. પોલીસે આરોપી મહિલાની (woman arrested) ધરપકડ કરી લીધી હતી.
મળતી માહિતી પ્રમાણે હત્યાની ઘટના સાઉથ દિલ્હીના ફતેહપુર બેરી પોલીસ સ્ટેશનની છે. જાણકારી પ્રમાણે પોલીસને 15 ફેબ્રુઆરીના દિવસે એક એમએલસી અંગે સફદરજંગ હોસ્પિટલને માહિતી મળી હતી. એસઆઈ નિતિન કુમાર તરત જ સફદરજંગ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં એ વ્યક્તિને મૃત જાહેર કર્યો હતો. જેની ઓળખ ઓમપ્રકાશના રૂપમાં થઈ હતી.
પોલીસને જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યો ત્યારે મૃતક ઓમપ્રકાશના ગળા ઉપર ઈજાના નિશાન મળ્યા હતા. આ જાણકારી બાદ એસએચઓ ફતેહપુર બેરી કુલદીપ સિંહ પણ સફદરજંગ હોસ્પિટલ પહોંચ્યા હતા. પોલીસે આ મામલો મૃતક ઓમપ્રકાશની હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથધરી હતી.
ક્રાઈમ બ્રાન્ચ અને એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે બોલાવી હતી. સાથે જ મૃતક અને તેની પત્ની અંગે જાણકારીઓ એકઠી કરી હતી. આ દરમિયાન જાણવા મળ્યું હતું કે મૃતકની પત્ની સુનિતા ગલી નંબર 1, બસ સ્ટેન્ડ પાસે નવી દિલ્હીમાં રહે છે. આ બિહારના સમસ્તીપુરની રહેવાસી છે.
ત્યારબાદ પોલીસે મૃતક ઓમપ્રકાશની પત્ની સુનિતાને ફતેહપુર બેરી વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. કડકાઈથી પૂછપરછ કરવા પર પત્નીએ પોતાનો ગુનો કબુલ્યો હતો. ઓમપ્રકાશ કુમારની પત્નીએ પોલીસને જણાવ્યું કે તેનો પતિ તેને ઘર ખર્ચ આપી શકતો ન હતો. આ વાતથી તે પરેશાન થઈને પોતાના પતિની ચૂંદડી વડે ગળું દબાવીને હત્યા કરી દીધી હતી.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર