કરુણ ઘટના! ગર્ભવતી પત્નીને બાઈક ઉપર હોસ્પિટલ લઈ જતો હતો પતિ, રીક્ષાની જોરદાર ટક્કરથી બંનેનું મોત

કરુણ ઘટના! ગર્ભવતી પત્નીને બાઈક ઉપર હોસ્પિટલ લઈ જતો હતો પતિ, રીક્ષાની જોરદાર ટક્કરથી બંનેનું મોત
દંપતીની તસવીર

માથાના ભાગે ગંભીર ઈજાઓ અને પેટના ભાગે જોરદાર ફટકો પડતા 7 મહિલાની ગર્ભવતી સ્વપ્નાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પતિએ હોસ્પિટલ જતા સમય દમ તોડ્યો હતો.

 • Share this:
  માર્ગ અકસ્માતની ઘટનાઓ રોજેરોજ બનતી રહે છે. પરંતુ તેલંગાણામાં એક કમકમારી ભરી ઘટના સામે આવી છે. એક પતિ પોતાની 7 મહિનાની ગર્ભવતી પત્નીને લઈને નિયમતિ ચેકપ માટે હોસ્પિટલ બાઈક ઉપર લઈને જતો હતો.બાઈક ઉપર જતા દંપતીને રીક્ષા ચાલકે જોરદાર ટક્કર મારી હતી. બંને હવામાં ઉછળ્યા બાદ રોડ ઉપર પટકાયા હતા. જેના પગલે પત્નીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ્ં હતું. જ્યારે પતિને હોસ્પિટલ લઈ જતા સમયે રસ્તામાં મોત નીપજ્યું હતું. પ્રાથમિક જાણકારી પ્રમાણે મહિલા બીજી વગતની ગર્ભવતી હતી.

  આ કમકમાટી ભરી ઘટના કરીમનગર જિલ્લાની છે. મળતી માહિતી પ્રમાણે છ વર્ષ પહેલા સંપતના લગ્ન ચોપડંડી ઝોનના રેલ્લી ગામના રાગમપેટની સ્વપ્ના સાથે થયા હતા. આ દંપતીને ત્રણ વર્ષની પુત્ર પણ છે. અને સ્વપ્ના અત્યારે 7 મહિનાની ગર્ભવતી પણ હતી. સ્વપ્ના ગર્ભવતી હોવાથી સંપત તેનું ખુબ જ ધ્યાન રાખતો હતો. દર મહિને ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જતો હતો.  સંપત સ્થાનિક ખેતરોમાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. આ દરમિયાન ગુરુવારે સંપત નાગનુરની પ્રતિમા હોસ્પિટલમાં નિયમીત ચેકઅપ માટે પત્નીને લઈ જવા માટે ઘરેથી નીકળ્યો હતો.

  આ પણ વાંચોઃ-આયેશા આપઘાત કેસ: પતિ આરીફે આયેશાને ચારથી પાંચ લાફા મારતા આંખમાંથી લોહી નીકળ્યું હતું, મોબાઈલ જપ્ત

  આ પણ વાંચોઃ-ક્રૂર બાપની કરતૂત! પુત્રવધૂના પ્રેમમાં આંધળા સસરાએ પોતાના 16 મહિનાના માસૂમ બાળકને નહેરમાં ફેંકી દીધો

  દંપતી રેલવે પરા નજીકના રાગમપિતા પરામાં પદ્મધ્મ ગુડી તરફ જઈ રહ્યા હતા ત્યારે બેદરકારીથી રીક્ષા હંકારતા રીક્ષા ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે બંને જણા ઉછળીને રોડ ઉપર પટકાયા હતા.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ ટ્રેનમાં મુસાફરી કરતા સાવધાન! બ્રાંદ્રા-જેસલમેર ટ્રેનમાં મહિલાને થયો કડવો અનુભવ

  આ પણ વાંચોઃ-દુકાનમાં કામ કરતા યુવકને માલિકે ઘરે જમવા બોલાવ્યો, માલિકની પત્ની સાથે યૌન સંબંધ ઇચ્છતો હતો યુવક, ઇન્કાર કરતા કરી હત્યા

  માથાના ભાગે ગંભીર ઈજાઓ અને પેટના ભાગે જોરદાર ફટકો પડતા સ્વપ્નાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બીજી તરફ પતિને ગંભીર ઈજાઓ થતાં સ્થાનિક લોકો સંપતને હોસ્પિટલ લઈ જતા હતા. જોકે રસ્તામાં સંપતે પણ દમ તોડ્યો હતો.  આમ એક સાથે પતિ પત્નીના મોતથી તેમની ત્રણ વર્ષની પુત્રી અનાથ થઈ ગઈ હતી. આ ઘટના બાદ પરિવારના સભ્યોમાં આંસુઓનો શૈલાબ આવી ગયો હતો. સંપતની માતા વદનાલા લચ્છમ્માની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથધરી છે.
  Published by:ankit patel
  First published:March 05, 2021, 19:03 pm

  ટૉપ ન્યૂઝ