બાંસવાડા : રાજસ્થાનના (Rajasthan)બાંસવાડા જિલ્લામાં એક પત્ની પોતાના પતિને છોડીને પિયર ચાલી ગઈ તો પતિ તણાવમાં આવી ગયો હતો. આ પછી દુખી પતિએ ફાંસી લગાવીને આત્મહત્યા (Suicide)કરી હતી. પોલીસે લાશનું પોસ્ટમોર્ટમ કરીને પરિવારજનોને સોંપી દીધી છે. આ ઘટના કુશલગઢ પોલીસ સ્ટેશન (Police station)સાથે જોડાયેલી છે. ઘટના પછી મૃતકના પરિવારમાં કોહરામ મચ્યો છે. પોલીસ બધા એંગલ પર તપાસ કરી રહી છે.
જાણકારી પ્રમાણે આત્મહત્યાની ઘટના બે દિવસ પહેલા કુશલગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ગ્રામ પંચાયત મહમદપુરના હિમ્મતપુરા ગામમાં બની હતી. 25 વર્ષીય પ્રકાશે પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે. ભૈરજી કટારાએ પોલીસને રિપોર્ટમાં જણાવ્યું કે શનિવારની રાત્રે લગભગ 8 કલાકે ઘરમાં તેમના પુત્ર પ્રકાશને બોલાવ્યો હતો. જોકે કોઇ જવાબ મળ્યો ન હતો. પછી જોયું તો પ્રકાશની લાશ ગળે ફાંસો ખાંધેલી હાલતમાં મળી હતી.
પ્રકાશ અને દિપીકાના લગ્ન 9 વર્ષ પહેલા થયા હતા
પ્રકાશના પિતાએ પોલીસને જણાવ્યું કે તેમની પુત્રવધુ દિપીકા ઘટનાના ચાર દિવસ પહેલા પ્રકાશ સાથે ઝઘડો કરીને પિયર ચાલી ગઈ હતી. ત્યારથી પ્રકાશ તણાવમાં હતો. તે પોતાની પત્નીની નારાજગી સહન કરી શક્યો ન હતો અને તેણે આત્મહત્યા જેવું પગલું ભર્યું હતું. પ્રકાશ અને દીપિકાના લગ્ન 9 વર્ષ પહેલા થયા હતા.
રાજસ્થાનમાં આ પહેલા પણ આત્મહત્યાનો એક બનાવ સામે આવ્યો હતો. રાજસ્થાનના શેખાવાટી અંચલના સીકર જિલ્લામાં ખંડેલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરએસીના જવાન ધીસાલાલ જાંગુએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કયા કારણોસર કરી તે વિશે કોઇ ખુલાસો થયો નથી. પોલીસ કારણ શોધવામાં લાગી છે. ધીસાલાલ જાંગુ દિલ્હી આરએસીની (RAC) 11મી બટાલિયન દિલ્હીમાં તૈનાત હતા. તે દિવાળીની રજાઓમાં પોતાના ગામડે આવ્યા હતા. 6 બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો હતો. ખંડેલા એસએચઓ ધીસાલાલના મતે પ્રારંભિક તપાસમાં એ વાત સામે આવી છે કે ધીસાલાલ છ બહેનોમાં એકનો એક ભાઈ હતો. મૃતકની પત્ની સરકારી કર્મચારી છે. તે શિક્ષિકા છે. પોલીસ આત્મહત્યાના કારણો તપાસી રહી છે. અત્યાર સુધી કોઇ કારણ સામે આવ્યું નથી. પોલીસ અલગ-અલગ એંગલથી તપાસ કરી રહી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર