વિશાલ સક્સેના, રામપુર : ઉત્તર પ્રદેશના (Uttar pradesh) રામપુરમાં (Rampur) એક જઘન્ય ઘટના સામે આવી છે. અહીંયા એક પતિએ હેવાનિયતની હદ વટાવી નાખી છે. અહીંયા એક ગર્ભવતી પત્નીના પ્રાઇવેટ પાર્ટને પતિએ તાંબાા તારથી સીવી નાખ્યો હોવાની ઘટના સામે આવી છે. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે અને પીડિત મહિલાને હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાવી છે. હાલમાં પોલીસ પતિની પૂછપરછ કરી રહી છે.
બનાવની વિગતો એવી છે કે રામપુરના મિલકના ઠિરિયા વિષ્ણુગામમાં એક શખ્સે પોતાની જ પત્ની પર આડા સંબંધોની આશંકામાં જઘન્ય કૃત્ય આચર્યુ છે. કાયમ શંકા કરતા પતિએ પત્ની સાથે ઝઘડો થઈ જતા તેની પાસે મારપીટ કરી અને મહિલાના પ્રાઇવેટ પાર્ટને તારથી સીવી નાખ્યો હતો. આ ઘટના બાદ મહિલાને દાખલ કરવી પડી છે.
પીડિતાએ જણાવ્યું કે તેના પતિએ શંકામાં આ કૃત્યુ કર્યુ છે. પીડિતાએ પોલીસને નિવેદન આપ્યું કે તેનો પતિ કોઈ સાથે વાતચીત પણ કરવા દેતો નહોતો ન તો ઉઠવા બેઠવાના વ્યવહાર રાખવા દેતો હતો. લગ્નના બે વર્ષના જીવનમાં તેણે અનેક વાર ઝઘડા કર્યા હતા. પરિવારે સમજાવ્યો છતાં સમજ્યો નહી. આખરે તેણે હેવાનિયત આચરી. પત્નીએ મિલક પોલીસ મથકમાં આ નરાધમ સામે ફરિયાદ દાખલ કરાવી છે.
આ મામલે પોલીસ અધિક્ષક શગુન ગૌતમે જણાવ્યું કે એક મહિલાએ રામપુરના મિલક પોલીસ સ્ટેશનમાં સૂચના આપી હતી કે તેના પતિ દ્વારા તેની સાથે મારપીટ કરવામાં આવી છે તેમજ હેવાનિયતની પરાકાષ્ઠા વટાવી છે. આ અંગે પોલીસે મહિલાને મેડિકલ માટે હૉસ્પિટલમાં દાખલ કરાવી છે અને આરોપી પતિની ધરપકડ કરી છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર