Home /News /national-international /દિલ્હીથી કમાઈને ઘરે આવેલા પતિને પત્નીએ છૂટાછેડા આપ્યા, કહ્યું- મેં બીજા નિકાહ કરી લીધા

દિલ્હીથી કમાઈને ઘરે આવેલા પતિને પત્નીએ છૂટાછેડા આપ્યા, કહ્યું- મેં બીજા નિકાહ કરી લીધા

બદાયૂંમાં પત્નીએ દિલ્હીથી પરત ફરેલા પતિ મોહમ્મદ અફજાલને આપ્યા છુટાછેડા. પતિએ પત્ની પર લગાવ્યા ઘણા આરોપ.

ઉત્તરપ્રદેશના બદાયૂંમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં પત્નીએ પતિને જબરજસ્તીથી છૂટાછેડા આપી દીધા છે. પતિનું કહેવું છે કે તે 1 વર્ષથી દિલ્હીના સીલમપુર વિસ્તારમાં રહીને રેડીમેડ કપડાનું કામ કરી રહ્યો હતો.

    બદાયૂંઃ ઉત્તરપ્રદેશના બદાયૂંમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં પત્નીએ પતિને જબરજસ્તીથી છૂટાછેડા આપી દીધા છે. પતિનું કહેવું છે કે તે 1 વર્ષથી દિલ્હીના સીલમપુર વિસ્તારમાં રહીને રેડીમેડ કપડાનું કામ કરી રહ્યો હતો. વિગત 22 તારીખે બદાયૂં આવ્યો હતો. જ્યાં તેની પત્નીએ તેને ઘરમાં ઘુસવા દીધો નહોતો. તેની પત્નીએ તેની સામે એક કાગળ ફેંક્યો હતો. જે ડિવોર્સ પેપર હતું. જેમાં 2 સાક્ષીઓના હસ્તાક્ષર પણ હતા. પતિએ જણાવ્યું કે પત્નીએ તેને કહ્યું કે મેં તને ડિવોર્સ આપી દીધા છે. તેણે પોતાના બીજા નિકાહ કરી લીધા છે.

    અફજાલ બિઝનેસ કરવા 1 વર્ષ પહેલા દિલ્હી આવ્યો હતો

    આ સમગ્ર મામલો બદાયૂંની ઉપર પર મોહલ્લાનો છે. અહીં રહેનાર મોહમ્મદ અફજાલ 1 વર્ષ પહેલા રેડીમેડનો કારોબાર કરવા, દિલ્હીના સીલમમુર વિસ્તારમાં આવી ગયો હતો. વિગત 22 તારીખે જ્યારે ઘરે આવ્યો તો તેની પત્નીએ તેને ઘરમાં ઘુસવા ન દીધો. પત્નીએ કહ્યું મેં તને છુટાછેડા આપી દીધા છે. હવે તું આ ઘરમાં ન રહી શકે. પત્નીએ તેને એક-એક એફિડેવિટ આપી, જેની પર બે સાક્ષીઓના હસ્તાક્ષર હતા. પત્નીનો આવો વ્યવહાર જોઈને અફજાલ ચોંકી ગયા હતા. તેને કઈં જ સમજાયું નહોતું. તે પછીથી તેણે પોલીસમાં ફરીયાદ કરી છે.

    લગ્નને 16 વર્ષ થયા છે

    અફજાલને એક 14 વર્ષનો એક પુત્ર અને 11 વર્ષની એક છોકરી છે. અફજાલના લગ્નને લગભગ 16 વર્ષ થયા છે. જોકે અચાનક જ આ બધુ થઈ જતા અફજાલ મૂંઝવણમાં છે. અફજાલના જણાવ્યા મુજબ તેમની પત્નીએ એ પણ કહ્યુ કે તમારું મોઢું બંધ રાખો અને 5 લાખ રૂપિયા મારી પાસેથી લઈ લો. અફજાલે સમગ્ર મામલાની ફરિયાદ મુખ્યમંત્રી પોર્ટલ, બદાયૂં એસએસપી અને કોતવાલીમાં કરી. જોકે તેની સુનાવણી ક્યાંય થઈ રહી નથી. અફજાલના જણાવ્યા મુજબ, તે લગભગ એક કરોડની સંપત્તિ તેમની પત્નીના નામે કરી ચુક્યા છે. સંપત્તિ નામે થયા પછી, પત્ની હવે હેરાન કરી રહી છે. તેણે છેતરપિંડી કરીને છુટાછેડા આપી દીધા અને ઘરની બહાર કાઢી મુક્યો. અફજાલના જણાવ્યા મુજબ, તેની પત્નીએ એક જ આધાર નંબર, અલગ-અલગ પતિના નામથી બનાવી રાખ્યો છે.

    આ પણ વાંચોઃ અદાવતમાં પૂર્વ પતિએ પત્નીની ગાડી સળગાવી હતી

    ક્યાંય સુનાવણી થઈ રહી નથી

    અફજાલે જણાવ્યું કે હું દિલ્હીમાં રહીને કામ કરી રહ્યો હતો. ત્યારે મને ખબર પડી કે મારી પત્ની અહીં સંપત્તિ વેચી રહી છે. તેના માટે હું બદાયૂં આવ્યો, જોકે તેણે મને ઘરમાં ન ઘુસવા દીધી. તેણે કહ્યું કે મારા છુટાછેડા થઈ ગયા છે. મેં તેને પુછ્યું કે મેં ક્યારે તલાક આપ્યા તને, તો તેણે મને એક કાગળ આપ્યું. જેમાં 7 જૂને તેણે મને તલાક આપી દીધા હોવાની વાત છે. છુટાછેડાના કાગળમાં પત્નીએ મને 2 લાખ રૂપિયા આપ્યા હોવાની વાતનો પણ ઉલ્લેખ છે. તેમાં પણ બે નકલી સાક્ષીઓના હસ્તાક્ષર તેણે કરાવ્યા છે. જ્યારે અમારે ત્યાં પત્ની દ્વારા તલાક લેવાને ઈદત કહે છે. પત્ની દ્વારા ઈદતનો સમય 3 મહિના 10 દિવસનો હોય છે. જોકે કાગળો મુજબ તેણે બીજા નિકાહ કરી લીધા છે. અફજલે આરોપ લગાવ્યો કે હું બધી જગ્યાએ મામલાની ફરિયાદ કરી ચુક્યો છું, જોકે ક્યાંય સુનાવણી થઈ નથી.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Divorce, Divorce announcement, Divorce છૂટાછેડા

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन