પત્ની સાથે સેક્સ માટે પતિ કરતો હતો ઈન્કાર, ગુસ્સે ભરાયેલી પત્નીએ પતિને જીવતો સળગાવ્યો

News18 Gujarati
Updated: June 11, 2020, 11:26 PM IST
પત્ની સાથે સેક્સ માટે પતિ કરતો હતો ઈન્કાર, ગુસ્સે ભરાયેલી પત્નીએ પતિને જીવતો સળગાવ્યો
પ્રતિકાત્મક તસવીર

પતિ સેક્સ માટે ઈન્કાર કરતો હતો જેના પગલે પત્ની ગુસ્સે ભરાઈ અને ઘરના આંગણામાં ઊંઘતા પતિ ઉપર કેરોસીન છાંટીને જીવતો સળગાવ્યો હતો.

  • Share this:
છત્તીસગઠઃ સામાન્ય રીતે પતિ પત્ની વચ્ચે ઝઘડા (husband-wife fight) થતા રહેતા હોય છે પરંતુ ક્યારેક આ ઘઝડા ગંભીર સ્વરૂપ ધારણ કરતા હોય છે. આવી જ એક ઘટના છત્તીસગઢ રાજ્યમાં બની છે. જ્યારે પતિ સેક્સ (sex) માટે ઈન્કાર કરતો હતો જેના પગલે પત્ની ગુસ્સે ભરાઈ અને ઘરના આંગણામાં ઊંઘતા પતિ ઉપર (husband murder) કેરોસીન છાંટીને જીવતો સળગાવ્યો હતો. આ ઘટનાના પગલે પોલીસે (police) પત્નીની (wife arrested) ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથધરી હતી.

મળતી માહિતી પ્રમાણે છત્તિસગઢના (Chhattisgarh) બલરામપુર-રામાનુજગંજ જિલ્લાના બદોલી ઘમમાં 37 વર્ષીય ધર્મપાલ ગોંડ પોતાની 30 વર્ષીય પત્ની બિલાસો અને બે બાળકો સાથે રહેતો હતો. 16 મેના રોજ તે રાત્રે 12 વાગ્યે કામ ઉપરથી ઘરે આવ્યો હતો. આ સમયે પત્ની અને બાળકો સુઈ રહ્યાહતા. જ્યારે મોડા સમય સુધી પત્નીએ ઘરનો દરવાજો ન ખોલતા તેણે પત્નીને ઢોર માર માર્યો હતો. ત્યારબાદ પત્નીને પણ ગુસ્સો આવ્યો અને ઘરના આંગણામાં ઊંઘતા પતિને કેરોસીન છાંટીને સળગાવ્યો હતો.

બુમો પાડતો પતિ સળગતી હાલતમાં ઘરમાંથી ભાગ્યો

આગ લાગ્યા બાદ પતિ બૂમો પાડતો ઘરમાંથી બહાર ભાગ્યો હતો. અને પડોશીઓએ આગ બૂજાવીને હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં તેનું 18 મેના દિવસે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પત્નીએ માન્યુ હતું કે, તે શરીર સંબંધ બાંધતો ન હતો એટલે તે ગુસ્સે ભરાઈ હતી.

દારૂ નતો છોડતો પતિ
એક અન્ય ઘટનામાં દારૂ ન છોડનાર પતિને મારી નાંખ્યો હતો. આ ઘટના સમયે બે માસૂમ બાળકો હાજર હતા. આ ઘટના બલરામપુર જિલ્લાના બૈરિયા સુર્જનપુરની છે. આ ગામમાં રહેતા ઉદય ભાનની હત્યા તેની પત્નીએ કરી હતી. મહિલાએ જણાવ્યું કે પતિ છાસવારે તેની સાથે મારપીટ કરતો હતો. દારૂની લત લાગી ગઈ હતી અને તે છોડતો ન હતો. આના કારણે પતિથી ગુસ્સે ભરાયેલી પત્નીએ ધારદાર હથિયાર ડે પતિ ઉપર હુમલો કરીને મોતને ઘાટ ઉતાર્યો હતો.
First published: June 11, 2020, 11:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading